પિતૃપક્ષ 2018: 24 સપ્ટેમ્બર થી શ્રાદ્ધપક્ષ ની શરૂઆત થઇ ગઈ છે હવે આ 24 થી 8 ઓક્ટોબર સુધી એટલે 15 દિવસો સુધી ચાલે છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષ માં પિતૃઓ એટલે ખાનદાન ના પૂર્વજો ની આત્મા ધરતી પર આવે છે અને પોતાના ઘરવાળા ની સાથે જ રહે છે. એવામાં જો તમે પિતૃઓ ને ખુશ કરવા માટે શ્રાદ્ધ ના દિવસો માં કોઈ ખુશી નું અથવા ખાસ કામ કરો છો તો પૂર્વજો ને બહુ તકલીફ પહોંચે છે અને એવું કરવું શાસ્ત્રો ના મુજબ વર્જિત જણાવાયું છે. તેના સિવાય પણ બહુ બધી એવી વાતો છે જે પિતૃપક્ષ 2018 ના દરમિયાન ના કરવું જોઈએ નહિ તો તમારા ઘર ના પિતૃઓ ને બહુ દુઃખ પહોંચે છે. જેના કારણે તમને આવવા વાળું જીવન જીવવામાં બહુ બધી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે. પિતૃપક્ષ ના દિવસો માં ઘરવાળા ને કેટલીક વાતો નો ખાસ ખ્યાલ રાખવો જોઈએ અને શ્રાદ્ધ માં ભૂલથી નસ કરો આ કામ, નહિ તો તેની ઉલ્ટી અસર તમારા ઘર અને જીવનમાં પડવા લાગે છે.
શ્રાદ્ધ (પિતૃપક્ષ 2018) માં ભૂલથી ના કરો આ કામ
શ્રાદ્ધ ના દિવસો માં લોકો ને બહુ બધી સાવધાની રાખવી પડે છે કારણકે કોઈ પણ નથી ઇચ્છતું કે તેના ઘર ના વડીલો ને સ્વર્ગ માં રહેવા પર કોઈ પણ તકલીફ થાય. તેથી લોકો પોતાના પિતૃઓ ની આત્મા ની શાંતિ માટે બહુ જતન કરવા પડે છે. આજ ના આ આર્ટિકલ માં અમે તમને જણાવીશું કે આ દિવસો કયા કામ ના કરવા જોઈએ.
1. પિતૃપક્ષ માં શ્રાદ્ધ કરવા વાળા વ્યક્તિ ને પાન, બીજા ના ઘરે ખાવાનું અથવા પછી શરીર માં તેલ લગાવવાથી બચવું જોઈએ. તેની સાથે જ પુરા પિતૃપક્ષ માં બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરવું જોઈએ.
2. પિતૃપક્ષ માં ક્યારેય પણ લોખંડ ના વાસણો નો પ્રયોગ ના કરવો જોઈએ. આ દિવસો માં જે પોતાના પિતૃઓ ને પાણી આપે છે અથવા તેને ચઢાવે છે તો તેમને પિત્તળ માં પોતે ખાવું જોઈએ અને કેટલાક બ્રાહ્મણો ને ભોજન કરાવવું સારું માનવામાં આવે છે.
3. પિતૃપક્ષ માં કોઈ પણ શુભ કામ ના કરવું જોઈએ અને કોઈ પણ નવી વસ્તુઓ પણ ના ખરીદવી જોઈએ એવું તેથી કહેવામાં આવે છે કારણકે પિતૃપક્ષ શોક વ્યક્ત કરવાનો સમય હોય છે.
4. પિતૃપક્ષ ના આપણા પિતૃ લોકો કોઈ પણ રૂપ માં શ્રાદ્ધ માંગવા આવી શકે છે તેથી તમારી પાસે આવેલા કોઈ પણ જાનવર, પક્ષી અથવા ભિખારી નો અનાદર ના કરો અને તેને કઈંક ને કઈંક પોતાની પાસે થી આપી દો જે તમે આપી શકો છો.
5. પિતૃપક્ષ માં પિતૃઓ ને ભોજન નો ભોગ લગાવ્યા વગર પોતે ના ખાવું જોઈએ. જે પણ ખાવાનું તમારા ઘર માં બન્યું છે, તેમાંથી એક ભાગ ગાય, કુતરા, બિલાડી અથવા પછી કાગડા ને ખવડાવી દેવો જોઈએ.
6. શ્રાદ્ધ ના સમયે પુરુષો એ દાઢી-મૂછ ના કપાવી જોઈએ. શ્રાદ્ધ ના પિંડો ને ગાય, બ્રાહ્મણ અને બકરી ને ખવડાવવા જોઈએ.
7. ચતુર્દશી એ શ્રાદ્ધ ના કરવું જોઈએ પરંતુ જે કોઈ ની મૃત્યુ કોઈ જંગ અથવા યુદ્ધ માં થયું હોય તો તેનું શ્રાદ્ધ ચતુર્દશી ના દિવસે કરાવવું શુભ માનવામાં આવે છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.