આમિર ખાન અને રીના દત્તએ 1986 માં ઘર વાળા ને કહ્યા વગર છીપાઈ ને લગ્ન કર્યા હતા. લગ્ન પછી, બંને તેમના પોતાના ઘરે રહેતા હતા.
બૉલીવુડના શ્રી પેરફેસ્ટિસ્ટ આમિર ખાન ઠગ ઓફ હિંદુસ્તા ના શૂટિંગમાં વ્યસ્ત છે,આમિરને ફિલ્મ ઉદ્યોગના અભિનેતાઓમાં ગણવામાં આવે છે, જે ભલે વર્ષમાં તે એકજ ફિલ્મ કરે છે, પરંતુ તે ફિલ્મમાં તેમના અભિનયમાં જી જાન થી ઉમેરો કરે છે.આમિર ખાન વિશે એવું કહેવામાં આવે છે કે તે કોઈ પણ રીતે ચલાવતા લેવા માંગતા નથી, પછી ભલે તે વ્યવસાયિક જીવન હોય અથવા વ્યક્તિગત હોય.આમિર ખાને બે સાથે લગ્ન કર્યા છે, તે હાલમાં તેની બીજી પત્ની કિરણ રાવ સાથે રહે છે, પણ એવું કહેવાય છે કે તે આજે પણ બાળપણના પ્રેમ રીના દત્તાને ભૂલી ગયા નથી.
રીના હતી બાળપણ નો પ્યાર
રીના અને આમિર ખાન બંને એક બીજા ને બાળપણ થી ઓળખતા હતા.બંને ના ઘર નજીક માં જ હતા ,કહેવા માં આવે છે કે આમિર રીના ને નાનપણ થી જ પસંદ કરતા હતા.ધીરે ધીરે રીના પણ બોલીવુડ સુપર સ્ટાર ને પસંદ કરવા લાગી. જોતા જોતા બંને નો પ્રેમ વધતો ગયો. પછી બંને એ લગ્ન નો નિર્ણય લીધો. બંને અલગ હતા એટલે એમને પણ ખબર હતી કે ઘરવાળા લગ્નની મંજૂરી આપશે નહીં.
ઘરવાળા ઓ થી છુપાઈ ને લગ્ન
આમિર અને રીના એ કોઈ ને જણાવ્યા વગર જ વર્ષ 1986માં લગ્ન કરી લીધા. અને લગ્ન પછી પણ બંને પોત પોતાના ઘર માં જ રહેતા હતા.કારણકે બંને નું ભણતર પૂરું નહતું થયું. અને ત્યારે બોલીવુડ માં પણ બેચલર ઍક્ટર ને જ લીડ રોલ આપવા મા આવતો હતો.ત્યારે માનવા માં આવતું કે છોકરીઓ લગ્ન કરેલ છોકરાઓ ની ફિલ્મ જોતી નથી. એટલા માટે બંને એ વાત છુપાવી ને રાખી હતી. જોઈએ તો થોડા વર્ષ પછી બધા સામે સાચું આવી જ ગયું.અને બંને સાથે રહેવા લાગ્યા. બંને ના 2 છોકરાઓ છે. છોકરા નું નામ જુનૈદ અને છોકરી નું નામ હરા છે.
પ્રિટી ઝિન્ટા ના કારણે છૂટા છેડા..
એમ કહેવામાં આવે છે કે આમિર ખાન અને રીના દત્ત વચ્ચેના સંબંધને અલગ કરવનારી બોલીવુડની અભિનેત્રી પ્રિટી ઝિન્ટા હતી, આમિર ખાનને બૉલીવુડના ટોચના અભિનેતાઓમાંના એક તરીકે ગણવામાં આવ્યાં હતાં. દિલ ચાહતા હે ના શુટિંગ દરમિયાન એ પ્રિટી ઝિન્ટાની નજીક આવ્યા.એમ કહેવામાં આવે છે કે તે બંને લગ્ન કરવા ના હતા, પરંતુ પછી પ્રીટિ પછી ફરી, જેના કારણે સંબંધ મંજિલના સ્થાને પહોંચ્યો ન હતો, પરંતુ જ્યારે રીના દત્તાને પ્રીટિ ની ખબર પડી,ત્યારે રીના દુઃખી થઈ ને તેના થી અલગ રહેવા લાગી . જેથી સંબંધ માં ખલેલ પહોંચી.
2002 માં છૂટા છેડા
લગ્નના 16 વર્ષ પછી, આમિર ખાન અને રીના દત્તાનું છૂટાછેડા 2002 માં થાય હતા. એક કોન્ફરન્સ માં મિસ્ટર પેરફેનિસ્ટે કહ્યું હતું કે રીનાથી અલગ થવું એ તેમના માટે આઘાત કરતાં ઓછું નથી, તેમાંથી બહાર નીકળવા માટે તેમને બે વર્ષ લાગ્યા. પછી અમીર ની જિંદગીમાં કિરણ રાવ ની એન્ટ્રી થઈ હતી આમિર આને કિરણ નો એક છોકરો છે. જેનું નામ આઝાદ છે.એની સાથે રીના સાથે પણ સંબંધ સુધર્યા હતા. ત્યાં સુધી કે કિરણ પણ રીના અને એમના છોકરાઓ સાથે મળે છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.