ઓક્ટોમ્બર માં લોન્ચ થવા જઈ રહ્યા છે આ દમદાર ચાર સ્માર્ટફોન,ત્રીજા નંબરના ફોન ની છે બધા ને રાહ…

આજકાલ બજાર માં સ્માર્ટફોન ની જરા પણ કમી નથી જેમ જેમ સ્માર્ટફોન ની સંખ્યા વધી રહી છે એમ એને લેવા વાળા ગ્રાહકો ની સંખ્યા પણ વધી રહી છે.બજાર માં ઉપસ્થિત ઘણા બધા સ્માર્ટફોન જોઈને ગ્રાહકો કન્ફ્યુઝન માં આવી જાય છે કે કયો સ્માર્ટફોન ખરીદવો જોઈએ.જો તમે પણ સ્માર્ટફોન ની શોધ કરી રહ્યા છો તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો આજે અમે તમને આવનારા મહિનાઓ માં લોન્ચ થનારા સ્માર્ટફોન વિશે જાણકારી આપીશું.તમે થોડો સમય રાહ જોશો તો તમે સારા માં સારો સ્માર્ટફોન ખરીદી શકો છો.

OnePlus 6T

ખુબજ જલ્દી તમને માર્કેટ માં One Plus 6T જોવા મળી શકે છે.આશા છે કે આ એક દમદાર ફોન હશે જેમાં તમને ખુબજ સારા ફીચર જોવા મળશે.જો કે આ સ્માર્ટફોન વિશે કોઈ પૂરતી જાણકારી મળી નથી પણ કહેવામાં આવે છે કે આ સ્માર્ટફોન 17 ઓક્ટોમ્બર માં લોન્ચ થઈ શકે છે અને 21 ઓક્ટોમ્બરે તમને મળી શકે છે.આ ફોન તમને એમેજોન પર સરળતા થી મળી શકશે જોકે આ ફોન ની પ્રાઈઝ હજુ જાણવામાં આવેલ નથી.

Realme 2 Pro

Realme એ હાલ માજ Realme 2 ફોન લોન્ચ કર્યો છે જેની માર્કેટ માં સારી ડિમાન્ડ છે.એ પછી 27 સપ્ટેમ્બર માં Realme 2 Pro પણ ભારત માં લોન્ચ થવા જઈ રહ્યો છે.તે શાઓમી ના બજેટ રેન્જ વાળા સ્માર્ટફોનને જોરદાર ટક્કર મારશે.જણાવી દઈએ કે Realme 2 Pro 8GB Ram ની સાથે 6.2 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે સાથે લોન્ચ થશે.આ સિવાય આ ફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે.તેમાં 4350 mah ની દમદાર બેટરી મળશે.જો ફોન ના કેમેરા ની વાત કરીએ તો એમાં એલઇડી ફ્લેશ ની સાથે 13 M + 5 M નો ડ્યુઅલ પ્રાઇમરી અને 8 MP ફ્રન્ટ કેમેરો મળશે.આ સ્માર્ટફોન ની કિંમત 14990 થી શરૂ થશે.

Xiaomi રેડ મી નોટ 6 Pro

Xiaomi ના લગભગ અત્યાર સુધીના બધા જ સ્માર્ટફોન હિટ રહ્યા છે.ભારતીય બજાર માં Xiaomi ના સ્માર્ટફોને પકડ બનાવી લીધી છે.હવે જાણકારી મળી રહી છે કે Xiaomi તરફ થી નવો સ્માર્ટફોન રેડ મી નોટ 6 પ્રો લોન્ચ થવા જઈ રહ્યો છે જે રેડમી નોટ 5 પ્રો નું અપગ્રેટેડ વર્જન હશે.જેમાં તમને 12 MP પ્રાઇમરી અને 5 MP સેન્સર વાળો ડ્યુલ રિયર કેમેરો અને 20 MP અને 5 Mp સેન્સર સાથેનો ડ્યુલ ફ્રન્ટ કેમેરો મળશે.આ સ્માર્ટફોન માં 6.26 ઇંચ ની ફૂલ એચડી ડિસ્પ્લે મળશે જે ગ્રાહક ને ખુબજ પ્રભાવિત કરશે.આ સ્માર્ટફોન માં 4000 mah ની બેટરી આપવામાં આવી છે અને તેની કિંમત 14 હજાર થી લઈ ને 20 હજાર સુધીમાં રહેશે.

Huawei Mate 20 Pro

વિશ્વ ની ત્રીજા નંબર ની સ્માર્ટફોન નિર્માતા કંપની Huawei હવે Huawei Mate 20 Pro ના લોન્ચિંગ કરવા જઈ રહી છે.જણાવી દઈએ કે આની પહેલા Huawei Mate 10 Pro લોન્ચ કર્યો હતો જેમાં અમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવી હતી જે લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહી હતી.રિપોર્ટ પ્રમાણે નવો Mate 20 Pro Olded પેટર્ન સાથે લોન્ચ થશે.જણાવવામાં આવે છે કે આ સ્માર્ટફોન 16 ઓક્ટોમ્બર ના દિવસે લોન્ચ થશે.આ ફોન એન્ડ્રોઇડ 9.0 Pie પર કામ કરશે.તેમાં 4200 mah ની બેટરી મળશે.આ ફોન વિશે મહત્વ ની વાત સામે આવી છે એ એ છે જે તે વાયરલેસ ચાર્જર સ્પોર્ટ કરશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *