Gujarati TimesLatest News Updates

તે કલાકાર જે બહુ ઓછી ઉંમર માં જ કહી ગયા દુનિયા ને અલવિદા….

બાબુ મોશાય, હમ તો રંગમંચ કી કઠપૂતલિયા હે જિસકી ડોર ઉપરવાલે કે હાથ મેં હે… કબ કોણ કહા ઉઠેગા યે કોઈ નહિ જાનતા… આનંદ ફિલ્મ નો રાજેશ ખન્ના નો આ ડાયલોગ જીવન ની હકીકત ને બખૂબી જાહેર કરે છે. કોઈ ની કેટલી ઉંમર લખી છે અને કોણ કેટલું જીવવાનું છે આ વાત તો કોઈ ને નથી ખબર. બોલીવુડ માં ઘણા એવા કલાકાર દુનિયા છોડીને ચાલ્યા ગયા જેમની ઉંમર બહુ ઓછી હતી. તમને જણાવીએ એવું જ કેટલાક કલાકારો ના વિશે.

મધુબાલા-

હુસ્ન ના જલવા તો દુનિયાવાળાઓ એ બહુ દેખ્યા હશે, પરંતુ ના તો તે હુસ્ન દેખ્યું હશે ના તે મુસ્કાન જે કોઈ ને પણ મદહોશ કરી દે. જોરદાર ખુબસુરતી ની મલ્લિકા મધુબાલા જેવું ના કોઈ બોલીવુડ માં મળ્યું અને કદાચ જ ના ક્યારેય મળશે. અનારકલી નું જીવન પડદા પર જીવીને તેમને તે રોલ ને અમર કરી દીધો. એવું લાગ્યું કે અનારકલી જો રહી હશે તો એટલી જ ખુબસુરત રહી હશે. દિલીપ કુમાર થી પ્રેમ તો કર્યો, પરંતુ તે પ્રેમ ને અંજામ ના મળ્યો. દિલ ના રોગ ના કારણે માત્ર 36 વર્ષ ની ઉંમર માં મધુબાલા એ આ દુનિયા ને અલવિદા કહી દીધી.

સિલ્ક સ્મિતા-

સિલ્ક ની તો દુનિયા દીવાની હતી. સિલ્ક નું અસલી નામ વિજયલક્ષ્મી વદલપતિ હતું. દક્ષિણ ભારત માં સિલ્ક એક નામ નહિ પરંતુ એક ઓળખાણ હતી. તેમના કેરિયર ની શરુઆત સારી રહી, પરંતુ પૈસાની તંગી અને અંગત સંબંધો માં તિરાડ આવી જવાના કારણે તેમને આત્મહત્યા કરી લીધી. તેમની ઉંમર માત્ર 36 વર્ષ હતી.

સ્મિતા પાટીલ-

સ્મિતા એ પોતાના કેરિયર માં લિક થી હટીને ફિલ્મો કરી. તેમને બે દશક સુધી પોતાના દમદાર અભિનય થી દર્શકો નું દિલ જીત્યું. રાજ બબ્બર થી લગ્ન પછી બાળકો ને જન્મ આપતા સમયે તેમનું નિધન થઇ ગયું. તેમની ઉંમર ફક્ત 31 વર્ષ ની હતી. તેમને ભૂમિકા, મિર્ચ મસાલા, અર્થ, મંડી નમક હલાલ અને શક્તિ જેઈવ બેજોડ ફિલ્મો કરી હતી.

મીના કુમારી-

અયાદત હોતી જાતી હે ઈબાદત હોતી જાતી હે, મેરે મરને કી દેખો સબકો આદત હોતી જાતી હે…દર્દ ભરેલી આ ગજલ પોતે મીના કુમારી એ લખી છે. બોલીવુડ માં તેમને ટ્રેજેડી ક્વીન ના નામથી ઓળખવામાં આવે છે. તેમની અસલ જિંદગી માં પણ દર્દ જ દર્દ હતું. આ વાત તેમને લખી શાયરી અને ગજલો થી પણ સમજાઈ જાય છે. પોતાને દર્દ થી બહાર નીકાળવા માટે તે દિવસ રાત દારૂ નો સહારો લેતી હતી અને આ લત ના કારણે તેમનું મૃત્યુ થઇ ગયું. તેમની ઉંમર 39 વર્ષ ની હતી.

સંજીવ કુમાર-

કુમાર ના બોલવાનો અંદાજ અને દમદાર એક્ટિંગ લોકો ને બહુ પ્રભાવિત કરતી હતી. આમ તો તેમને પડદા પર બહુ રોલ ભજવ્યા, પરંતુ સૌથી વધારે મશહુર તેમનો ઠાકુર નો રોલ થયો. શોલે માં ઠાકુર નો રોલ ભજવીને સંજીવ કુમાર અમર થઇ ગયા. તેમને ઘણી સારી ફિલ્મો કરી જેમાં ઘણી કોમેડી ફિલ્મો પણ સામેલ હતી. દિલ નો એટેક આવવાથી માત્ર 47 વર્ષ ની ઉંમર માં તેમનું મૃત્યુ થઇ ગયું.

જીયા ખાન-

દર્દ નો કોઈ સમ્ય્ય નથી હોતો તેથી જુના લોકો ના સિવાય નવા જમાના માં પણ લોકો આ દર્દ ને સહન ના કરી શક્યા. નિશબ્દ ફિલ્મ થી બોલીવુડ માં એન્ટ્રી કરવા વાળી જીયા ખાન એ માત્ર 25 વર્ષ ની ઉંમર માં આત્મહત્યા કરી લીધી. તેમના આ કદમ નું પાછળ નું કારણ જણાવ્યું ડીપ્રેશન અને પ્રેમ માં મળેલી અસફળતા.

આ કલાકાર આજે ભલે જ આપણી વચ્ચે ના હોય, પરંતુ જ્યાં સુધી આ જીવિત રહ્યા પોતાની અદાયગી અને પોતાના જલવા થી દર્શકો નું દિલ જીત્યું. અને પછી કહેવામાં આવ્યું છે કે- જિંદગી બડી હોની ચાહિયે લંબી નહી… આ કલાકાર કંઇક આવા જ નીકળ્યા જેમની જિંદગી લંબી તો ના થઇ, પરંતુ મોટી જરૂર થઇ.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *