મંગલસૂત્ર, કાળા પીળા મોતીઓ અને સોનાથી બનેલું એક સુંદર ઘરેણું જે આજકાલ ઘણી ડીઝાઇન ઉપલબ્ધ છે. પરંતુ શું તમે તેનું મહત્વ જાણો છો. જાણો મંગલસૂત્ર થી જોડાયેલ આ ખાસ વાતો.
લગ્ન થી પહેલા અને લગ્ન પછી એક છોકરી ના રૂપ રંગ, પહેરવેશ માં ઘણા બદલાવ આવે છે. સુહાગ ના પ્રતિક ના રૂપ માં તેને માથા થી લઈને પગ સુધી ઘરેણા, પરંપરાઓ થી સજાવી દેવામાં આવે છે. સુહાગ ના આ પ્રતીકો માં એક વસ્તુ બહુ ખાસ છે મંગલસૂત્ર. સિંદુર પછી બીજી વસ્તુ જે ખાસ છે તે મંગલસૂત્ર જ માનવામાં આવે છે. લગ્ન ની રસમો ના સમયે મંગલસૂત્ર પહેરાવીને પુરુષ સ્ત્રી ને પોતાના બનાવે છે અને સ્ત્રી પોતાના દામ્પત્ય જીવન પર પડવા વાળી દરેક ખરાબ નજર થી બચાવવા માટે આ મંગલસૂત્ર ને ધારણ કરે છે. આગળ જાણો મંગલસૂત્ર થી જોડાયેલ કેટલીક બહુ ખાસ વાતો.
ખરાબ નજર થી બચાવે છે
મુલત: મંગલસૂત્ર કાળા મોતીઓ અને સોના થી બનેલું હોય છે, મંગલસૂત્ર ના કાળા મોટી દંપત્તિ ને ખરાબ નજર થી બચાવે છે. આ શની ની કાળી છાયા થી બચાવ કરે છે. મંગલસૂત્ર ના મોતી જો તૂટીને પડી જાય તો તેમને સમેટીને બીજી વખત પરોવી દો. જ્યોતિષ માં મંગલસૂત્ર ને વિપત્તિઓ થી બચાવવા વાળું માનવામાં આવ્યું છે. તેને પહેરવું જરૂરી માનવામાં આવે છે.
સોનું પહેરવું કેમ છે જરૂરી
જ્યોતિષ ના મુજબ સોનું ગુરુ ગ્રહ ના પ્રભાવ માં હોય છે. આ ગ્રહ વૈવાહિક જીવનમાં ખુશહાલી, સંપત્તિ અને જ્ઞાન નું કારક હોય છે. આ ગ્રહ ધર્મ નું પણ કારક છે. સોનું પહેરવાથી સકારાત્મક ઉર્જા નું ઉત્સર્જન થાય છે અને આ હ્રદય માટે બહુ લાભદાયક હોય છે. ગળામાં સોનું પહેરવાથી સ્ત્રી નું ઇમ્યુઇન સીસ્ટમ સ્ટ્રોંગ રહે છે.
કપ ડીઝાઇન છે સૌથી જૂની
આજકાલ બજાર માં ઘણા પ્રકારના મંગલસૂત્ર હાજર છે. મનભાવન ડીઝાઇન માં આ મંગલસૂત્ર સુહાગન મહિલાઓ ને બહુ સારી લાગે છે. પરંતુ તેની પારંપરિક ડીઝાઇન બે કપ વાળી જ છે. આ કપ સત્વ ગુણો થી ભરપુર માનવામાં આવે છે. તેમને શિવ અને શક્તિ નું પ્રતિક માનવામાં આવે છે. શિવ શક્તિ એક બીજા ના પુરક કહેવામાં આવે છે, તેમના પ્રેમ થી વધારે પ્રેમ ની વ્યાખ્યા ક્યાંય નથી મળતી.
મંગલસૂત્ર નું મહત્વ
ભારત ના દરેક રાજ્ય માં મંગલસૂત્ર અલગ અલગ રીતે પ્રયોગ માં લાવવામાં આવે છે. મહારાષ્ટ્ર માં અલગ પ્રકારના મંગલસૂત્ર પહેરવામાં આવે છે તો ત્યાં દક્ષિણ ભારત માં અલગ. પરંતુ મંગલસૂત્ર પહેરવાના કારણો બધી જગ્યાએ એક રહે છે. સુહાગન ની પતિ ની લાંબી ઉંમર ની કામના અને ખરાબ નજર થી તેમનો બચાવ. તેને અલગ અલગ નામો થી પણ પુકારવામાં આવે છે પરંતુ બધાનો અર્થ એક જ હોય છે.
મંગલસૂત્ર ઉતારવું ના જોઈએ
પ્રાચીન માન્યતાઓ ના મુજબ પતિ એ એક વખત ગળામાં મંગલસૂત્ર પહેરાવી દીધું તો ત્યાં સુધી નથી ઉતારવામાં આવી શકતું જ્યાં સુધી કોઈ અનહોની ના થઇ જાય. નહિ તો કોઈ પણ પરિસ્થિતિ માં મંગલસૂત્ર ને ઉતારવાની મનાઈ છે. તેનું ખોવાવું અને તૂટવું બન્ને જ અશુભ માનવામાં આવે છે. મંગલસૂત્ર જો ક્યારેય ઉતારવું પણ પડે તો તેની જગ્યા પર એક કાળો દોરો ગળામાં નાંખી લેવો જોઈએ.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.