ત્રણ વર્ષ સુધી નહી ચાર્જ કરવો પડે સ્માર્ટફોન, વાંચો ખબર

સ્માર્ટ ફોન આજકાલ ના સમય માં સૌથી જરૂરી વસ્તુ બની ચુકી છે. સ્માર્ટફોન એ લોકો નું જીવન સરળ બનાવ્યું છે અન૩એ તેથી લોકો સ્માર્ટફોન થી એક પળ ની પણ દુરી બર્દાશ્ત નથી કરતા. કોઈ ખબર જાણવી છે તો ટીવી ચાલુ કરવાની ઝંઝટ કેમ…બસ એક ક્લિક અને બધી જાણકારી તમને તમારો સ્માર્ટફોન આપી દે છે. ગીત સાંભળવું હોય તો સ્માર્ટફોન, વિડીયો દેખવો હોય તો સ્માર્ટફોન, કેલેન્ડર દેખવું હોય, કોઈ થી વાત કરવી હોય, એલાર્મ લગાવવું હોય, કોઈ થી વિડીયો કોલ કરવો હોય, કોઈ ને મેઈલ મોકલવો હોય, કોઈ ફિલ્મ દેખવી હોય, ફેસબુક-ઈન્સ્ટા-ટ્વીટર ચલાવવું હોય તો આ બધું કામ એકલો તમારો સ્માર્ટફોન કરી દે છે.

મોટા તો મોટા બાળકો પણ સ્માર્ટફોન ના લતી બની ગયા છે. તેમનું તો ખાવાનું પીવાનું પણ હવે સ્માર્ટફોન માં હાથ માં લઈને જ થાય છે. હા સ્માર્ટફોન માં કેટલીક ઉણપો પણ છે. હવે એટલું બધું કામ એક સાથે કરવા વાળો તમારો સ્માર્ટફોન બેટરી ના પૂરી થતા જ બેજાન થઇ જાય છે. ફોન ની બેટરી પૂરી થતા જ પૂરી દુનિયા માનો ત્યાં રોકાઈ જાય છે. આજે દરકે કોઈ નવો ફોન ખરીદતા સમયે કેમેરા અને મેમરી થી વધારે બેટરી બેકઅપ પર ધ્યાન આપે છે. જો અમે તમને જણાવીએ એક રીતે તમારી બેટરી એક મહીને નહિ પરંતુ ત્રણ વર્ષ સુધી ચાલી શકે છે તે પણ એક વખત ચાર્જ કરવા પર.

કેલીફોર્નીયા વિશ્વવિદ્યાલય ના વૈજ્ઞાનિકો નું માનવું છે કે તે એક એવી ટેકનીક બનાવી શકે છે જેમાં બેટરી ની લાઈફ ત્રણ વર્ષ સુધી વધી શકે છે. એટલું જ નહિ તેમનું તો આ માનવું છે કે જો આ ટેકનીક કામ કરી ગઈ તો 3 થી 4 વર્ષ સુધી બેટરી ની લાઈફ વધારી શકાય છે. જો એવું થઇ ગયું તો ચાર્જર ની જ જરૂરત નહિ પડે અને એક વખત ચાર્જ કર્યા પછી ઘણા વર્ષો ની છુટ્ટી.

જો વૈજ્ઞાનિક આ ટેકનીક ને બનાવવામાં સક્સેસફૂલ થાય છે તો ઇલેક્ટ્રિક વાહનો ની માઈલેજ પણ વધારી શકાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે તેના માટે તો દુનિયા ભર ની સીસ્ટમ, મોટા ગુંચવાયેલ વાયર અને બહુ પ્રકારની ટેકનીક લાગશે. પરંતુ એવું નથી. આ ટેકનીક ને બનાવવામાં આપણા વાળ થી પણ નાના કણ નેનોવાયર્સ નો ઉપયોગ કરીને લીથીયમ આયન થી બનાવવામાં આવશે. આ ટેકનીક ના ઉપયોગ થી કોઈ પણ બેટરી ની ક્ષમતા 10 ગણી વધી જશે. જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો એ દાવો તો કરી દીધો છે, પરંતુ હકીકતમાં તેમને બહુ પ્રકારની મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.

હકીકત માં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચાર્જીંગ ના સમયે નેનોવાયર્સ પર તણાવ વધવા લાગ્યો છે જેનાથી તે તુટવા લાગ્યા છે સાથે જ તેનાથી બ્લાસ્ટ થવાનું જોખમ પણ બની રહ્યું છે. એક શોધકર્તા એ કહ્યું કે જો તેના પર જેલ ની પરત ચઢાવી દેવાય તો થઇ શકે છે કે આ સમસ્યા થી છુટકારો મળી શકે. જો વૈજ્ઞાનિક એવું કંઈ કરવામાં સફળ થઇ જાય છે તો પછી તો ફોન ની તરફ લોકો ની દીવાનગી વધારે વધી જશે.

Story Author- Gujarati Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *