આ ઘરેલુ ઉપાયો થી માઈગ્રેન ના દર્દ ના તરત મળશે રાહત.

આજકાલ ની તણાવ વાળી અને ભાગદોડ વાળી જિંદગી માં ઘણા લોકો માથા ના દુખાવાથી પરેશાન રહેતા હોય છે.આજકાલ ની રહેણી કહેણી અને ખાણી પિણી અવ્યવસ્થિત હોવાથી ઘણા લોકો શારીરિક અને માનસિક બીમારીઓ થી જુજી રહ્યા છે.આ જ રોગો માનો એક રોગ છે માઈગ્રેન,આ બીમારી ફક્ત વૃદ્ધો માજ નહિ પણ નાના બાળકો માં પણ થઈ રહી છે.આ રોગ ઝડપથી લોકો ને તેના શિકાર બનાવી રહ્યો છે.જણાવી દઈએ કે આ બીમારી જેનિટીક પણ હોય છે.કેટલાક લોકો આ બીમારી માં તેની અનિયમિત દિનચર્યા ના કારણે આવે છે તો અમુક લોકો ને આ બીમારી વારસા માં મળે છે.

જણાવી દઈએ કે માઈગ્રેન નો દર્દ ખુબજ તેજ હોય છે અને તે અડધા માથામાં જ શરૂ થાય છે.આ દર્દ માં કોઈ માથા ના દુખાવાની ગોળી કામ કરતી નથી પણ એવા ઘણા ઘરેલુ ઉપાયો છે કે જેને અજમાવીને તમે આ દુખાવાથી રાહત મેળવી શકો છો.

માઈગ્રેન ના ઘરેલુ ઉપચાર

1.દેશી ઘી

જો તમને માઈગ્રેન નો દર્દ શરૂ થઈ ગયો છે તો એવા માં તમારે ગાય ના ઘી ના 2-3 ટીપાં તમારા નાક માં નાખી અને સુઈ જવું જોઈએ આમ કરવાથી તમારા માથા ના દુખાવાથી રાહત મળશે.

2.સરસવ નું તેલ

સરસવ નું તેલ પણ માઈગ્રેન ના દર્દ માં રાહત આપે છે.માઈગ્રેન ના દુખાવા ના સમયે સરસવ ના તેલ ની હલકી એવી માલિશ કરવાથી તમને રાહત મળશે.

3.લીંબુ

લીંબુ ની છાલ ને તડકા માં સુકવી ને પેસ્ટ તૈયાર કરો અને જ્યારે પણ માથા માં દુખાવો શરૂ થાય ત્યારે તેને માથા પર લગાવી દો આનાથી દર્દ માં રાહત મળશે.

4.ઠંડુ પાણી

માઈગ્રેન ના દુખાવાથી રાહત મેળવવા ઠંડા પાણી ની પટ્ટી તમારા માથા પર રાખો આનાથી રાહત મળશે.

5.લવિંગ નો પાવડર

લવિંગ ના પાવડર ને મીઠું અને દૂધ સાથે ભેળવીને પીવાથી રાહત મળશે.

6.આદુ થી માઈગ્રેન નો ઉપચાર

1 ચમચી આદુ નો રસ અને મધ ને મિક્સ કરીને પીવાથી માઈગ્રેન ના દર્દ માં રાહત મળે છે.અથવા તમે આદુ ના ટુકડા પણ મોઢા માં રાખી શકો છો આનાથી તમને માઈગ્રેન ના દર્દ માં રાહત મળશે.

7.સફરજન

જો તમે માઈગ્રેન ના દર્દ ને મૂળ માંથી કાઢી નાખવા માંગતા હોય તો દરરોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે એક સફરજન ખાઓ.

8.કપૂર

ગાય ના ઘી માં કપૂર નાખી ને ગરમ કરો અને એ તેલ થી જે ભાગ માં દર્દ થઈ રહ્યો છે ત્યાં માલિશ કરો આરામ મળશે.

9.યોગ

માઈગ્રેન ના દર્દ થી છુટકારો મેળવવા માટે તમે તમારી દિનચર્યા માં યોગ અને વ્યાયામ ને શામિલ કરો.નિયમિત રૂપે અને સાચી રીતે યોગ કરવાથી શરીર તમને ભરપૂર સાથ આપશે અને તમે માઈગ્રેન ની બીમારી દૂર કરવા માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ,અધો મુખા સવન આસન,સિર્શાસન વગેરે જેવા આસનો કરી શકો છો.

આ કારણે થાય છે માઈગ્રેન

વધારે બ્લડપ્રેશર
વધારે તણાવ લેવો
ઊંઘ પુરી ન થવી
મોસમ ના બદલાવ ના કારણે
દર્દ નિવારક દવાઓ અધિક પ્રમાણ માં લેવાના કારણે

Story Author- Gujarati Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *