હિન્દૂ ધર્મ ના પ્રસિદ્ધ તીર્થ સ્થાન સાથે જોડાયેલ છે 6 અનોખા રહસ્યો જાણો આ અહમ ખબર..

  • God

આમ તો હિંફુ ધર્મ ના બધા જ તીર્થ સ્થળો પોતાની અલગ અલગ કહાની અને રહસ્યો ના કારણે પ્રસિદ્ધ હોય છે પણ માતા વૈષ્ણોદેવી ની માન્યતા કંઈક અલગજ છે.નવરાત્રી ના સમયે આ સ્થાન પર ભક્તો ની ભીડ રહે છે અને અહીં પગ રાખવાની ઓન જગ્યા મળી શકતી નથી.વૈષ્ણોદેવી નું આ મંદિર સૌથી પવિત્ર તીર્થસ્થળ છે અને કહેવામાં આવે છે કે અહીં બધા ભક્તો ત્યારેજ આવે છે જ્યારે માતા તેઓને બોલાવે છે.ઉત્તરી ભારત માં સૌથી પૂજનીય સ્થળો માં માતા વૈષ્ણોદેવી નું મંદિર પણ આવે છે.આ મંદિર જમ્મુ અને કાશ્મીર ના 5200 ફિટ ઊંચાઈ ના પહાડો પર સ્થિત છે અહીં દર્શન કરવા માટે ભક્તો દૂર દૂર થી આવે છે.આ જગ્યાએ માતા ની ચમત્કારિક શક્તિઓ નો વાસ છે.જે ભક્તો ના દુઃખ દૂર કરવા વાળી માતા અંબા છે.આ સ્થાન સાથે જોડાએલ 6 રહસ્યો વિશે સાંભળી ને તમે પણ ચોંકી જશો તો ચાલો જાણીએ કે શું છે તે રહસ્યો.

હિન્દૂ ધર્મ ના પ્રસિદ્ધ તીર્થ સ્થાન સાથે જોડાયેલ છે 6 અનોખા રહસ્યો વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય તો ચાલો જોઈએ ક્યાં ક્યાં છે એ રહસ્યો.

1.કેટલાક વર્ષો પહેલા વૈષ્ણોદેવી ના મંદિર માં માતા ના દર્શન માંટે ભક્તોએ પ્રાચીન ગુફા માંથી થઈ ને જવું ઓળતું હતું.હવે એ ગુફા માં નવો રસ્તો બનાવવામાં આવ્યો છે અને આ ગુફા ખુબજ ચમત્કારિક હોવાની સાથે સાથે રહસ્યો થી ભરેલી છે.

2. વૈષ્ણોદેવી ની આ પ્રાચીન ગુફાની અંદર જેવા ભક્તો પહોંચે છે તો ત્યાં તેઓને એક જળ નો સ્ત્રોત મળે છે.જેને પાર કરીને ભક્તો ને આગળની બાજુ જાવાનું હોય છે.આ જળ ક્યાંથી આવે છે એની જાણકારી કોઈ પાસે નથી.આ શુદ્ધ જળ માંથી થઈ ને ભક્ત માતા ના દરબાર સુધી પહોંચે છે.આ જળ થી ભક્તો ના બધાજ પાપ ધોવાઈ જાય છે એટલું પવિત્ર માનવામાં આવે છે.

3. માં વૈષ્ણોદેવી ના દરબાર સુધી પહોંચવા માટે રસ્તામાં ઘણા ઉતાર ચઢાવ અને ખાડાઓ આવે છે,જેમાં ઘણા પડાવ પણ હોય છે અને આ પડાવો માં એક આદિ કુંવારી(અર્ધ કુંવારી) નો પડાવ આવે છે.આ રસ્તા માં આવતી ગુફા ને ગર્ભજુન ના નામ થી ઓળખવામાં આવે છે કારણ કે અહીં માતા અંબા ગર્ભ માં પડેલ શિશુ સમાન 9 મહિના સુધી બિરાજમાન રહ્યા હતા.

4. જે ગુફા માં માં ભગવતી રહેતા હતા તે ગુફાની લંબાઈ લગભગ 98 ફિટ છે,જ્યાં અંદર અને બહાર નીકળવા માટે બે કૃત્રિમ રસ્તા બનાવવામાં આવ્યા છે.જે જગ્યાએ માતાજી બિરાજમાન થતા એ જગ્યાએ મોટો એવો ચબુતરો બનાવવામાં આવ્યો છે.

5.ગર્ભજુન ગુફા વિશે લોકો ની માન્યતા એ છે કે આ ગુફા માં ગયા પછી મનુષ્ય ને બીજીવાર ગર્ભ માં જવું પડતું નથી અને વ્યક્તિ ગર્ભ માં આવે પણ છે તો તેને અમુક પ્રકાર ના કષ્ટો ને સહન કરવા પડતા નથી અને તેનું આવનારું જીવન સુખમય રીતે પસાર થાય છે.

6. માં વૈષ્ણોદેવી ના દરબાર ની પ્રાચીન ગુફા માં આજે પણ ભૈરવ નું શરીર પડેલું છે.ભક્તો ની એવી માન્યતા છે કે જે સમયે માતા ભગવતી એ આ પ્રાચીન ગુફા માં ભૈરવ ને પોતાના ત્રિશુલ થી માર્યો હતો એ સમયે તેનું ધડ માતા ના ભવન થી 3 કિલોમીટર દૂર પડ્યું હતું ત્યાં આજે પણ એક ભવ્ય ભૈરવનાથ મંદિર આવેલું છે અને એના દર્શન વગર માતા વૈષ્ણોદેવી ની યાત્રા પુરી માનવામાં આવતી નથી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *