તબુ બૉલીવુડ ની ફેમસ હિરોઇનો માની એક છે.તેની સુંદરતા થી એ નક્કી કરવું મુશ્કેલ છે કે તેની ઉંમર શુ હશે.તમને જણાવી દઈએ કે તબુ ની ઉંમર 46 વર્ષ છે,પણ જો કોઈ એને જુએ તો એ 46 વર્ષ ની બિલકુલ લાગતી નથી.તેની ઉંમર 25 થી 30 વર્ષ ની લાગે છે.યંગ એજ માં જેઓ સુંદર લાગતા હોય છે એટલી તબુ આજે 46 વર્ષ ની ઉંમરે લાગે છે.એનું સૌથી મોટું કારણ એ છે કે તે તેની હેલ્થ ની ખુબજ કેર કરે છે.પોતાના સ્વાસ્થ્ય ની સારી રીતે દેખભાળ કરીને આજે તે પોતાની યંગ એજ ની જેમજ સુંદર લાગે છે.
તો આજે અમે તમને તબુ ના કેટલાક બ્યુટી સિક્રેટ વિશે જણાવવાના છીએ.આ ઉપાયો ને અપનાવી અને તમે પણ તબુ ની જેમ નાની ઉંમર ના લાગશો.તો ચાલો જાણીએ કે તબુ આખરે કઈ કઈ ટિપ્સ અપનાવે છે જેના કારણે તે આટલી સુંદર લાગે છે.
સરખી ઊંઘ લેવી – જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે એક સ્વસ્થ શરીર ને 6 થી 7 કલાક ઊંઘ લેવી જોઈએ અને આ ઊંઘ સાચા સમય માં લેવી જોઈએ.કારણ કે સમય પર ના સુવા પર પણ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે.તબુ ના મુદ્દા પર આવીએ તો તે સવારે વહેલી ઉઠે છે અને ઠીક સમયે ઊંઘી પણ જાય છે.આ ટિપ્સ ઘણી બીમારીઓથી પણ બચાવે છે અને સુંદરતા નિખારવા માં પણ ઉપયોગી છે.
વ્યાયામ – તબુ ઉઠીને સવારે વ્યાયામ કરે છે.તેનું માનવું છે કે સવારે વ્યાયામ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને એમાં બ્યુટી અને ફિટનેસ પણ બનેલી રહે છે.દરરોજ જો કસરત કરવામાં આવે તો ચહેરા ની રોનક પણ બરાબર રહે છે.એટલા માટે દરરોજ પોતાના માટે સમય કાઢીને વ્યાયામ જરૂર કરો આનાથી ચહેરા ની રોનક એમજ રહે છે.
હોટ ઓઇલ મસાજ-તબુ પોતાની હેલ્થ અને બ્યુટી ને લઈ ને ખુબજ સેન્સેટિવ છે.તે બૉલીવુડ માં આવ્યા પહેલેથીજ તેના શરીર અને બ્યુટી નું ખૂબ જ ધ્યાન રાખતી હતી.તેનું કહેવું છે કે તે એના કામ માં ભલે ગમે તેટલી વ્યસ્ત હોય પણ સપ્તાહ માં એક અથવા બે વખત હોટ ઓઇલ મસાજ જરૂર કરાવે છે.આનાથી શરીર ની સુંદરતા બનેલી રહે છે.
સ્કિન ને સોફ્ટ રાખવી – તબુ 46 ની ઉંમર માં પણ 25 વર્ષ ની લાગે છે કારણ કે તે એન્ટી ઇજિંગ ક્રીમ નો ઉપયોગ કરે છે.આનાથી ત્વચા માં નમી તો બનેલી જ રહે છે સાથે સાથે શરીર ની ફોડકીઓ અને નાના મોટા દાગ પણ દૂર થઈ જાય છે.જો તમે પણ તબુ ની જેમ શરીર ને સુંદર બનાવવા માંગતા હોય તો આ ઉપાય પણ અજમાવી જુઓ.
સ્ક્રબ – તબુ તેના સ્વાસ્થ્ય અને બ્યુટી ની ખુબજ વધારે કાળજી રાખે છે.તે તેના હોઠો માં સ્ક્રબ હંમેશા હોમમેડ સ્ક્રબ બનાવી અને રાખે છે.એટલા માટે તે પેટ્રોલિયમ જેલી ની સાથે ખાંડ ભેળવી અને તેનો પ્રયોગ કરે છે.એની સાથે જ પેટ્રોલિયમ જેલી માજ સી-સોલ્ટ મેળવી અને બોડી ને સ્ક્રબ કરે છે.
સંતુલિત આહાર-સંતુલિત આહાર માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ બ્યુટી માટે પણ ખુબજ ઉપયોગી છે.તબુ દિવસ ની શરૂઆત ફ્રૂટ સાથે કરે છે અને બપોર સુધી તે ફ્રૂટ પર જ રહે છે.તે તરબૂચ અને દ્રાક્ષ જેવા ફ્રૂટ્સ નો ઉપયોગ વધારે કરે છે.આ સિવાય તે નારિયળ પાણી ને પણ તેના ખોરાક માં શામિલ કરે છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.