મુવી રીવ્યુ – I.M.A GUJJU

રેટિંગ: 4/5

સ્ટાર કાસ્ટ: રોહિત રોય , મનોજ જોશી , સન્ની પંચોલી , શ્રેયા તિવારી

ડાયરેક્ટર:- સન્ની પંચોલી

પ્રોડ્યુસર:- વિરલ જૈન (E3 પ્રોડક્શન)

ડ્યુરેશન:- 2 કલાક 18 મિનીટ

ફિલ્મ નો પ્રકાર :- એક્શન,કોમેડી,ડ્રામા,રોમાન્સ

ભાષા :- ગુજરાતી

સ્ટોરી –

એક ધનાઢય ગુજરાતી બિઝનેસમેનનો એક માત્ર દીકરો જય શાહ (સન્ની પંચોલી) ઇન્ડિયન આર્મીમાં ભરતી થવા ઈચ્છે છે. પરંતુ તેના પિતા રમેશ શાહ (મનોજ જોશી) તેની આ ઈચ્છાની વિરુદ્ધ છે અને તે ઈચ્છે છે કે જય તેઓના બિઝનેસમાં પ્રગતિ કરે. પોતાના સપનાને પૂરું કરવા માટે જયે પૂર્વ આર્મી કર્નલ સિદ્ધરાજ ઝાલા (રોહિત રોય)ની મદદ લેવી પડે એમ હોય છે, આ એ જ વ્યક્તિ હોય છે જેના કારણે જયને કોલેજમાંથી કાઢી મુકવામાં આવે છે. તેમજ તેના જીવનના એકમાત્ર સાચા પ્રેમીને ગુમાવવી પડે છે. સિદ્ધરાજ ઝાલા એક સમયે ઇન્ડિયન આર્મીમાં કારગિલ યુદ્ધ દરમિયાન બેસ્ટ સ્ટ્રેટેજીસ્ટ તરીકે સેવા આપતા હતા. પરંતુ આગળ જતા કોર્ટ દ્વારા તેને દોષિત જાહેર કરવામાં આવે છે. વર્ષ 2013ના સીરીયલ બૉમ્બ બ્લાસ્ટ પછી અમદાવાદમાં બધુ જ બદલાઈ જાય છે. અચાનક જય એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે જ્યાં તેની પાસે રાજ્યના ચાર મોટા VVIPને આતંકી હુમલાથી બચાવવા માટે માત્ર 90 મિનિટ હોય છે અને શું થશે જયારે જયને ખબર પડે છે કે ચાર VVIPમાંથી એક તેની માતા જ છે? જય અને સિદ્ધરાજ ઝાલા આ મિશન માટે એકસાથ કામ કરે છે અને મિશનના અંતે જયને આતંકી હુમલા વિરુદ્ધ તટસ્થ સાહસ દેખાડવા બદલ I.M.A. (Indian Military Academy) દ્વારા પ્રતિષ્ઠિત સમ્માન મળે છે તેમજ સિદ્ધરાજ ઝાલાને તેની પોસ્ટ ફરી મળે છે. એટલું જ નહિ તેને પરમ વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવે છે.

રીવ્યુ –

આ ફિલ્મ ગુજરાત ની સૌ પ્રથમ Patriotic ફિલ્મ છે.તેમજ ઘણા લાંબા સમય પછી ગુજરાત માં કઈક અલગ કોન્સેપ્ટ પર ફિલ્મ રીલીઝ થઇ છે. ફિલ્મ નું ડાયરેકશન ખુબ જ સરસ છે , એડીટીંગ પણ કમાલ નું છે અને લોકેશન પણ નયનરમ્ય છે. ફિલ્મ નું સુપરહિટ સોંગ “યારી” ગીત તો એવું છે કે ફિલ્મ પતે પછી પણ તમારા દિમાગ માં ચાલ્યા કરે.

પરફોર્મન્સ –

ફિલ્મ ના પાત્રો એકદમ જીવંત અને મજબુત છે. બોલીવુડ ના જાણીતા કલાકાર એવા રોહિત રોય એક સાચા શિક્ષક અને કર્નલ ના કિરદાર માં એકદમ બંધ બેસે છે. મનોજ જોશી એ દીકરા ના પિતા ના રોલ માં જામે છે. તેમજ ડાયરેક્ટર હોવાની સાથે સાથે સન્ની પંચોલી એ પોતાના પાત્ર ને પણ ખુબ જ સારી રીતે ન્યાય આપ્યો છે.તેમજ શ્રેયા નો સપોર્ટીવ રોલ જોઈ ને તમે પણ તેના પ્રેમ માં પડી જશો.દરબાર નું પાત્ર નિભાવનાર પાર્થ ઠક્કર ની કોમેડી થિયેટર માં લોકો ને હસવા પર મજબુર કરે છે. તેમજ ફિલ્મ નો વિલન ની ભૂમિકા ભજવનાર ઋષિકેશ ના સિક્સ પેક વિલન ના પાત્ર ને વધારે મજબુત કરે છે .

ફિલ્મ જોવાય કે નહિ ?

ફિલ્મ માં દેશભક્તિ ની વાતો સાથે અનેક ફની ડાયલોગ્સ પણ છે.તેમજ બાપ દીકરા વચ્ચે નો સબંધ અને એક સાચા શિક્ષક કઈ રીતે પોતાના વિધાર્થી નું ઘડતર કરે છે તે સારી રીતે દર્શાવાયું છે. જે દર્શકો કઈક અલગ જ પ્રકાર ની ઘણા સારા કન્સેપ્ટ વાળી ફિલ્મો જોવા માંગે છે તેમણે આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ.

ફિલ્મ રીવ્યુ:- Chintan Mehta (CM) [Gujarati Times]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *