રામાયણ પછી હનુમાનજી ક્યાં ગયા એ આજે પણ રહસ્ય છે..

  • God

રામાયણ નું નામ લેવામાં આવે અને હનુમાનજી ના આવે એવું બને?હનુમાનજી ભગવાન રામ ના પરમ ભક્ત હતા.આખી રામાયણ માં હનુમાનજી એ જે કામ કર્યું છે એ લગભગ જ કોઈ કરી શકે.

હનુમાનજી ઈચ્છે તો તે આખી લંકા ને એકજ મિનિટ માં ધ્વસ્ત કરી દે પણ ભગવાન ની આજ્ઞા વગર તેઓ કંઈજ ના કરતા.

ક્યારેય તમે એ વિચાર્યું કે રામાયણ પછી હનુમાનજી આખરે ગયા ક્યાં?અચાનક તેઓ આ પૃથ્વી માંથી ગાયબ થઈ ગયા.શુ તેઓ આસમાન માં ચાલ્યા ગયા કે બીજે ક્યાંક સમાઈ ગયા.કેટલાક લોકો નું કહેવું છે કે તેઓ પાતાળ માં સમાઈ ગયા.

સત્ય શુ છે એ જાણવા માટે ઘવીવાર લોકો એ કોશિશ કરી પણ કોઈને એ જાણવા માં સફળતા મળી નહીં.

હકીકત માં રામાયણ પછી મહાભારત માં બે વખત હનુમાનજી હોવાની વાત કરવામાં આવી છે.પહેલી વાર ત્યારે જ્યારે ભીમ જંગલ માં હતા અને રસ્તા માં તેને એક વડીલ વાનર મળ્યો હતો.

ભીમે તેને પોતાના રસ્તા માંથી હટવાનું કહ્યુ પણ તે વાનરે કહ્યું કે તમેજ હટાવી દો મારા માં હવે શક્તિ રહી નથી ત્યારે ભીમે તેનું પૂરું જોર લગાવી ને તે વાનર ને હટાવવાનની કોશિશ કરી પણ તે જરા પણ ન હલ્યા.ત્યારે ભીમ સમજી ગયા કે તે કોઈ સાધારણ વાનર નથી પછી ભીમ ની માંગણી ના કારણે એ વાનરે તેનું સાચું સ્વરૂપ દેખાડ્યું તેઓ હનુમાનજી હતા.ત્યારે ભીમ ને ખુબજ આશ્ચર્ય થયું.

ભગવાન હનુમાનજી ને જોતા જ ભીમ ખુબજ દંગ રહી ગયો.અને તેઓને જોતા જ બસ તે એકીટશે જોવા જ લાગ્યો.તેને વિશ્વાસ જ નહોતો આવતો કે તેઓ હકીકત માં હનુમાનજી છે.

હકીકત માં ભગવાન હનુમાનજી એ ભીમ ની શક્તિ નું ઘમંડ તોડવા આવ્યા હતા.આ પછી હનુમાનજી અર્જુન ના રથ ની ઉપર ધ્વજ બની આખા મહાભારત ના યુદ્ધ માં તેની રક્ષા કરતા રહ્યા.અંત માં જ્યારે હનુમાનજી તેના અસલી સ્વરૂપ માં આવ્યા અને ત્યાંથી જતા રહ્યા ત્યારે અર્જુન નો રથ રાખ બની ગયો ત્યારે કૃષ્ણે અર્જુન ને જણાવ્યું કે તેઓ હનુમાનજી હતા તેના કારણે રથ સુરક્ષિત હતો.અર્જુન ને એ વાત પર વિશ્વાસ આવી રહ્યો ન હતો.

ખાલી એટલું જ નહીં પણ તે પછી દુનિયાના ઘણા ભાગ માં ઘણી વખત લોકો એ હનુમાનજી ના હોવાની વાત કરી.ચીન,ઇન્ડોનેશિયા, કંબોડીયા માં પણ હનુમાનજી ની અલગ અલગ કથા ઓ સાંભળવા માં આવે છે.

આફ્રિકા થી લઈને અમેરિકા સુધી શક્તિશાળી વાનર હોવાની ઘટનાઓ સાંભળવામાં આવે છે.ચૌદમી સદી માં ઋષિ માધવાચાર્ય એ પણ હનુમાનજી સાથે સાક્ષાત ભેટ કરી હતી.સતર મી સદી માં તુલસીદાસ જી એ પણ માન્યું હતું કે હનુમાનજી એ તેને રામાયણ નું હિન્દી અનુવાદ કરવાનું કહ્યું હતું.આ પછી બીજા ઘણા લોકો એ હનુમાનજીને જોવાનું અને હોવાના દાવાઓ કર્યા.આવી રીતે આજે પણ હનુમાનજી છે એવું લોકો માને છે.લોકો નું કહેવું છે કે માતા સીતા દ્વારા તેઓ મેં અમરત્વ નું વરદાન પ્રાપ્ત થયેલ છે.

તમે પણ જો સાચા મન થી હનુમાનજી ની આરાધના કરશો તો તમને સાચે જ ભગવાન દેખાશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *