જાણો કેવી રીતે કરી શકો છો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ, શું છે પ્રક્રિયા

આધાર કાર્ડ દરેક માણસ ની ઓળખાણ છે. સરકાર ની તરફ થી આધાર કાર્ડ પૂરી રીતે જરૂરી કરાવી દેવામાં આવ્યું છે. તમારું આધારકાર્ડ બેંક, ગેસ, અને રાશન જેવી સેવાઓ માટે બહુ જરૂરી છે. કોઈ પણ ઓળખાણ પત્ર ના રૂપ માં આધાર ને સૌથી મજબુત માનવામાં આવે છે. અમે તમને આજે અહીં આ જણાવવા જઈ રહ્યા છીએ કે આધાર કાર્ડ માં પોતાનો નંબર કેવી રીતે બદલો.

આધાર કાર્ડ બનાવતા સમયે તમારો ફોન નંબર તેમાં અટેચ કરો છો જેનાથી તમને કોઈ પણ પ્રકારની આધાર કાર્ડ ની ઇન્ફોર્મેશન મળી શકે. જો આ નંબર કોઈ પ્રકારે ગુમ થઇ ગયો હોય અથવા બંધ થઇ ગયો હોય તો આધાર કાર્ડ માં નંબર બદલવો જરૂરી છે. તમને જણાવીએ કેવી રીતે બદલી શકાય છે આધાર કાર્ડ માં ફોન નંબર.

નોટ-સૌથી પહેલા આ વાત ને સમજી લો કે ઓનલાઈન અથવા પોતાનાથી તમે આધાર કાર્ડ માં પોતાનો મોબાઈલ નંબર નથી બદલી શકતા. આ વાત ની જાણકારી UIDAI એટલે ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ એ ટ્વીટ કરીને આપી છે.

તમને જણાવીએ શું છે આધાર કાર્ડ માં નંબર બદલવાની રીત.

સૌથી પહેલા આધાર કાર્ડ ની વેબસાઈટ https://uidai.gov.in પર જાઓ.

તેના પછી આધાર ઓનલાઈન સર્વિસ ( Aadhaar Online Service) ના ઓપ્શન માંથી આધાર એનરોલમેંટ ( Aadhaar Enrolment) માંથી એનરોલમેંટ એન્ડ અપલોડ સેન્ટર્સ ઇન બેંક એન્ડ પોસ્ટ ઓફીસ ( Enrolment and upload centres in banks and Post Office) के option પર ક્લિક કરો.

તેના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવી વિન્ડો ખુલશે. તેમાં તમારાથી તમારું રાજ્ય, જીલ્લો, શહેર અથવા ગામ પૂછવામાં આવશે.

તેમાં તમે પોતાનો હાજર જીલ્લો અથવા શહેર પણ નાંખી શકો છો. જરૂરી નથી કે તમે પોતાના ઘર નું એડ્રેસ જ નાંખો.

ઈંગ્લીશ કેપ્ચા નાંખ્યા પછી તમારી સામે એક લીસ્ટ ખુલશે જેમાં પોસ્ટ ઓફીસ એનરોલમેંટ સેન્ટર્સ ના વિશે જાણકારી આપવામાં આવી હશે.

તેના પછી થી આ સેન્ટર્સ પર જઈને તમે 30 રૂપિયા આપીને કાર્ડ માં પોતાનો નવો નંબર અપડેટ કરાવી શકો છો.

એટલું જ નહિ જો તમારા ઘર ની પાસે કોઈ આધાર સેન્ટર હોય તો તમે સીધા ત્યાં જઈને પણ પોતાનો મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો.

આ હતી આધાર કાર્ડ માં નંબર બદલવાની પ્રક્રિયા. જો તમને આધાર માં પોતાનું એડ્રેસ બદલાવાનું હોય તો તેની પ્રક્રિયા પણ ઘણી સરળ છે.

સૌથી પહેલા ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ ( UIDAI) ની વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.

તેના પછી આધાર ઓનલાઈન સર્વિસ ના ઓપ્શન માંથી આધાર અપડેટ સેક્શન પર જાઓ. ત્યાં એડ્રેસ અપડેટ રીક્વેસ્ટ ( Address updte request) પર ક્લિક કરો.

તેના પછી તમારી સામે એક ટેબ ખુલશે જેમાં અપડેટ એડ્રેસ ( Update address) નો વિકલ્પ મળશે.

એડ્રેસ અપડેટ કરવા માટે ત્યાં નંબર જરૂરી હશે જે તે આધાર કાર્ડ માં જોડાયેલ હોય. જો નંબર ગુમ થઇ ગયો હોય અથવા પછી બદલાવો હોય તો પહેલા ઉપર આપેલ પ્રક્રિયા થી તેને બદલાવો. એવું કરવું જરૂરી છે કારણકે વન ટાઈમ પાસવર્ડ આ નંબર થી આવશે.

હવે તેના પછી એક ટેબ ખુલશે જેમાં અપડેટ એડ્રેસ ના વિકલ્પ પર ક્લિક કરો અને પોતાનું આધાર કાર્ડ નંબર નાંખો. હવે પોતાના નંબર પર એક ઓટીપી મળશે તેને ભરો.

ઓટીપી નાંખશો તો નવું પેજ ખુલશે જેમાં દેતા અપડેટ રીક્વેસ્ટ પર ક્લિક કરો. હવે એડ્રેસ વાળા વિકલ્પ પર ક્લિક કરો. તમારી સામે આધાર અપડેટ નો વિકલ્પ હશે. હવે જે પણ એડ્રેસ બદલવાનો હોય તે બદલો અને સબમિટ અપડેટ રીક્વેસ્ટ પર ક્લિક કરો.

ડોક્યુમેન્ટ્સ કરો ફિલ

ડેટા અપડેટ રીક્વેસ્ટ પછી તમારા કેટલાક ડોક્યુમેન્ટ્સ ફિલ કરવા પડશે. તેમાં પાસપોર્ટ બેંક સ્ટેટમેંટ, બેંક પાસબુક, પોસ્ટ ઓફીસ, રાશન કાર્ડ અને વોટર કાર્ડ સામેલ છે.

આ ડોક્યુમેન્ટ્સ પર સાઈન કરો અને ફોટો અપલોડ કરો. આ વાત નું ધ્યાન રાખો કે કોઈ એક જ ડોક્યુમેન્ટ તેના માટે જરૂરી હશે.

તેના પછી પોતાની પાસે બીપીઓ સર્વિસ પ્રોવાઈડર ને પસંદ કરો અને રીક્વેસ્ટ સબમિટ પર ક્લિક કરો. હવે તમને એક રીક્વેસ્ટ નંબર મળશે.

તેને રીક્વેસ્ટ ની એકનોલેજમેંટ કોપી ડાઉનલોડ કરીને પ્રીંટ નીકાળી લો.

રીક્વેસ્ટ સબમિટ કરાવવાના કેટલાક દિવસ પછી તમારું નવું એડ્રેસ અપડેટ થઇ જશે અને તમને ઈમેલ અથવા મોબાઈલ નંબર ના દ્વારા આ વાત ની સુચના પણ આપી દેવામાં આવશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *