મુવી રીવ્યુ:- ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર

રેટિંગ: 4/5

સ્ટાર કાસ્ટ: રોનક કામદાર, ગૌરવ પાસવાલા, જીનલ બેલાણી, હેમાંગ દવે, ધર્મેશ વ્યાસ, અનંગ દેસાઈ, ઓજસ રાવલ, મનન દેસાઈ, પ્રેમ ગઢવી

ડાયરેક્ટર: ધ્વની ગૌતમ

પ્રોડ્યુસર: શ્યામ ખંધેડીયા અને રાહુલ સવાણી (Sparks Films & Company)

ડ્યુરેશન: 2 કલાક 14 મિનીટ

ફિલ્મ નો પ્રકાર: ડ્રામા, કોમેડી, રોમાન્સ

ભાષા: ગુજરાતી

સ્ટોરી –

“ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર” એ બે ભાઈઓ યશ ઠક્કર (રોનક કામદાર) અને રાજ ઠક્કર (ગૌરવ પાસવાલા) ની વાર્તા છે, કે જે મોટા વકીલ બનવા માંગે છે અને ખુબ પૈસો બનાવા માંગે છે. તેઓ વ્યૂહરચના બનાવી ને વકીલાત ને એક ધંધો બનાવી દે છે અને પોતે જ એકબીજા ની સામે ઘણા બધા કેસ લડી પૈસા કમાય છે. આ ઘટનાઓ માં એક વળાંક આવે છે કે જે કોર્ટરૂમ માં તેમને એકબીજા ની સામ-સામે લાવી દે છે.હવે જોવાનું એ રહ્યું કે શું તેઓ એકબીજા માટે લડશે કે પછી તેમની ઈચ્છાઓ તેમના પરિવાર અને તેમના પ્રેમ નો ભોગ લેશે ?

રીવ્યુ –

ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર એ કોર્ટરૂમ ડ્રામા પર બનેલી સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.તેમજ ઘણા લાંબા સમય પછી ગુજરાત માં કઈક અલગ કોન્સેપ્ટ પર ફિલ્મ રીલીઝ થઇ છે. ફિલ્મ નું ડાયરેકશન ધ્વની ગૌતમ દ્વારા ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. દર વખત ની જેમ આ ફિલ્મ માં પણ ધ્વની ની પોતાની ફ્લેવર જોવા મળશે.એડીટીંગ પણ કમાલ નું છે અને લોકેશન પણ નયનરમ્ય છે. ફિલ્મ માં બોલીવુડ ના સિંગર કે.કે એ ગયેલું સુપરહિટ સોંગ “તારી મારી વાતો” કે ફિલ્મ પૂરી થયા પછી પણ તમારા દિલ માં ચાલ્યા કરે તેવું છે.તેમજ ફિલ્મ માં જીગરા એ (જીગરદાન ગઢવી) ગયેલું બીજું ગીત “હમસફર” ફિલ્મ ને ચાર ચાંદ લગાવી દે છે.

પરફોર્મન્સ –

ફિલ્મ ના પાત્રો એકદમ જીવંત અને મજબુત છે. ફિલ્મ ની કમાન સંભાળનારા રોનક કામદાર (યશ ઠક્કર) અને ગૌરવ પાસવાલા (રાજ ઠક્કર) વકીલ ની ભૂમિકા માં એકદમ બંધ બેસે છે. ધર્મેશ વ્યાસ બે દીકરા ના પિતા ના રોલ માં જામે છે. તેમજ કોમેડી કિંગ તરીકે જાણીતા હેમાંગ દવે એ આ ફિલ્મ માં નેગેટીવ રોલ કરી ને પણ પોતાના પાત્ર ને પણ ખુબ જ સારી રીતે ન્યાય આપ્યો છે.તેમજ જીનલ નો સપોર્ટીવ રોલ જોઈ ને તમે પણ તેના પ્રેમ માં પડી જશો.ઓજસ રાવલ,મનન દેસાઈ અને પ્રેમ ગઢવી નું કામ ખુબ જ પ્રસંશનીય છે.

ફિલ્મ જોવાય કે નહિ ?

ફિલ્મ માં કોર્ટરૂમ ડ્રામા સાથે લવ ટ્રાયએંગલ અને ઘણા ફની ડાયલોગ્સ પણ છે.તેમજ બે ભાઈઓ વચ્ચે ની લાગણી અને મિત્રતા તેમજ બાપ દીકરાઓ વચ્ચે નો સબંધ સારી રીતે દર્શાવાયું છે. જે દર્શકો કઈક અલગ જ પ્રકાર ની ઘણા સારા કન્સેપ્ટ વાળી ફિલ્મો જોવા માંગે છે તેમણે આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ.

ફિલ્મ રીવ્યુ:- Chintan Mehta (CM)  [Gujarati Times]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *