ભ્રષ્ટ સિસ્ટમ સામે ના વિધાર્થી અંદોલન પર બનેલી ફિલ્મ “સાહેબ” નો રીવ્યુ

રેટિંગ: 4.5/5

સ્ટાર કાસ્ટ: મલ્હાર ઠાકર, કિંજલ રાજપ્રિયા, પ્રશાંત બારોટ, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી

ડાયરેક્ટર:- શૈલેશ પ્રજાપતિ

ડ્યુરેશન:- 2 કલાક 22 મિનીટ

ફિલ્મ નો પ્રકાર :- ડ્રામા, એક્શન

ભાષા :- ગુજરાતી

સ્ટોરી –

“સાહેબ” શબ્દ એ અમુક લોકો માટે ગુજરાતી લોકો ના રોજીંદા જીવન માં વપરાતો શબ્દ છે. ફિલ્મ ની આખી વાર્તા ખુબ જ પ્રેરણાદાયી છે. જયારે સિસ્ટમની બેદરકારી ના કારણે મલ્હાર પોતાની મિત્ર ને ગુમાવે છે ત્યારે તે પરિણામો ની ચિંતા કર્યા વગર જ સરકાર સામે પડકાર ફેકે છે અને ભ્રષ્ટ પ્રણાલી સામે લડવાનું નક્કી કરે છે. જયારે મલ્હાર નું અંદોલન મજબુત થતું જાય છે ત્યારે તેને રોકવા માટે મુખ્યમંત્રી દ્વારા તેને ધમકી આપવામાં આવે છે અને અલગ અલગ કીમિયા અજમાવવામાં આવે છે. જો કે,આ ધમકીઓ મલ્હાર ને અટકાવી શકતી નથી અને તે 30 દિવસ માં મુખ્યમંત્રી ને સત્તામાંથી કાઢી નાખવાનો પડકાર આપે છે.હવે એ જોવાનું રહેશે કે શું મલ્હાર પોતાની મિત્ર ના મરણ નો બદલો લઇ શકશે ? શું મલ્હાર સરકાર ની સત્તા ઉથલાવી શકશે ? આ સવાલો ના જવાબ તો તમને ફિલ્મ જોયા પછી જ મળશે.

રીવ્યુ –

સાહેબ એ વિદ્યાર્થી આંદોલન પર બનેલી સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.જે ખરેખર કાબિલેતારીફ છે.તેમજ ઘણા લાંબા સમય પછી ગુજરાત માં કઈક અલગ કોન્સેપ્ટ પર ફિલ્મ રીલીઝ થઇ છે. ફિલ્મ નું ડાયરેકશન શૈલેશ પ્રજાપતિ દ્વારા ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે.એડીટીંગ પણ કમાલ નું છે અને લોકેશન પણ નયનરમ્ય છે. ફિલ્મ માં મલ્હાર ના ડાયલોગ્સ તો અદ્ભુત છે. ફિલ્મ માં કીર્તીદાન ગઢવી એ ગયેલું ગીત “વીરો આયો રે..” તમારા માં જોશ પૂરી દેશે.

પરફોર્મન્સ –

ફિલ્મ ના પાત્રો એકદમ જીવંત અને મજબુત છે. ફિલ્મ ની કમાન સંભાળનારા મલ્હાર ઠાકર વિધાર્થી નેતા ના રોલ માં જામે છે.મલ્હાર અને કિંજલ ની સ્ક્રીન પર કેમિસ્ટ્રી જોવા લાયક છે. તેમજ કિંજલ નો સપોર્ટીવ રોલ જોઈ ને તમે પણ તેના પ્રેમ માં પડી જશો.અર્ચન ત્રિવેદી મુખ્યમંત્રી ના રોલ માં સેટ થાય છે. પ્રશાંત બારોટ એ મલ્હાર ના પિતા ની ભૂમિકા માં પોતાના પાત્ર ને સારી રીતે ન્યાય આપ્યો છે. નિસર્ગ ત્રિવેદી પણ પોતાનું પાત્ર ખુબજ સારી રીતે નિભાવ્યું છે.

ફિલ્મ જોવાય કે નહિ ?

વિદ્યાર્થી આંદોલન પર બનેલી ફિલ્મ “સાહેબ” ખુબ જ હૃદયસ્પર્શી અને શીખ આપતી ફિલ્મ છે.મલ્હાર જે રીતે ભ્રષ્ટ સીસ્ટમ સામે લડવા નો નિર્ણય કરે છે તેમાંથી આપણે પણ શીખવા જેવું છે. તેથી માત્ર વિધાર્થી જ નહિ પરંતુ સમાજ ના દરેક વર્ગ ના લોકો એ આ ફિલ્મ જોવી જોઈએ.

ફિલ્મ રીવ્યુ:- Chintan Mehta (CM) & Gautam Patel

[Gujarati Times]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *