જમ્મુ કશ્મીર મા થયેલ પુલવામા હુમલા મા દેશ ના 40 જવાનો શહીદ થઇ ગયા હતા.જેના પછી સમગ્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન માટે ખૂબ ગુસ્સો છે. ભારત પણ પાકિસ્તાનના વારંવાર ના આક્રમણથી બગડ્યું છે,પાકની વિરુદ્ધમાં ઘણાં આવા નિર્ણયો લેવાય છે જે તેને મુશ્કેલી મા મુકી શકે છે.સૌથી પહેલા તો પાક ને મોસ્ટ ફેવર્ડ નાશનની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યુ. ત્યારબાદ પાકિસ્તાનના કલાકારોને ઈન્ડિયા માં બેન કરવાની માંગ ચાલી રહી છે.જણાવીએ કે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (એમએનએસ) દ્વારા સંગીત કંપની ટી-સીરીઝથી માંગ કરવામા અવી છે કે પાકિસ્તાની કલાકારોના ગીતોનો પ્રચાર ન કરવામાં આવે અને તેમને રોકવામાં આવે, તેટલુ જ નાહી તેમના ગાવાયેલા ગીતોને પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે . એમએમએસની આ માંગ પર અમલ કરતી ટી-સીરીઝ કંપનીએ પાકિસ્તાની કલાકારોના ગીતોનો પ્રચાર રોકવા પડ્યા અને તેમના વીડીયાઓ પણ પ્લેટફોર્મથી કાઢી નાખ્યાં છે.
મનસે ફિલ્મ સેનાના અધ્યક્ષ અમેય ખોપકરે કહ્યું કે, “ટી-સીરીઝ દ્વારા પાકિસ્તાની કલાકારોના વીડયોઝ પહેલેથી જ 15 ફેબ્રુઆરીએ તેમના વિવિધ માધ્યમોથી દૂર કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં તેમની સાથે કામ કરવાનું નક્કી કર્યું નથી. આ જ પગલું અન્ય સંગીત કંપનીઓએ ભર્યું છે. ”
જણાવી દઇએ કે તેના પહેલા પણ વર્ષ 2016 માં ઉરી માં હુમલા પછી પણ પાકિસ્તાની કલાકારોને ભારત માં પ્રતિબંધીત કરવામા આવ્યા હતા અને કલાકારોને ભારત છોડીને જવાની વાત થઇ હતી. રિપોર્ટ મુજબ 15 મી ફેબ્રુઆરીના રોજ રાહત ફતેહ અલી ખાનની ગાયિકા ‘જીંદગી’ ની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ વિરોધ પછીથી આ ગીતને ટી-સીરીઝની યુટ્યુબ ચેનલ માથી કાઢી નાખવામા આવ્યુ હતુ.
માત્ર રાહત ફતેહ અલી ખાન નહી,પણ આતિફ અસલમનુ ગીત ‘બારિશ’ પણ ટી-સીરીઝની યુટ્યુબ ચાનલ માથી કાઢી નાખવાના સમાચાર છે. આ ગીતને ટી-સીરીઝે તેમની યુટ્યુબ ચેનલથી અનલિસ્ટેડ કર્યું છે. હવે આ બન્ને ગીતો તમને ટી-સીરીઝની ચેનલ પર જોવા નહીં મળે.
પલવામામાં થયેલી આ હુમલા પછી ભારતના ઘણા ફિલ્મી કલાકારો અને સંગીતકારો એ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનના આત્મઘાતી હુમલામાં જેશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાનની નિંદા કરી હતી. બધાને ઈચ્છે છે કે જો પાકિસ્તાન પોતાના ખોટા કામોથી બાઝ ન આવે, તો તેને સંપૂર્ણ રીતે ભારતથી બાયોકટ કરાવવામાં આવે અને તેમની વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે.
જવેદ અખ્તર અને શબાના આઝમએ પણ આ હુમલા પછી,તેમના કરાચી પ્રવાસને રદ કર્યો છે. શબાના આઝમી અને જાવેદ અખ્તર, કરાચીમાં શબાનાના પિતા અને શાયર કેફી આઝમીના શતાબ્દીમાં સમારંભમાં જોડાવા માટે જતા હતા. શબાનાએ ટ્વિટ કરી આ પ્રવાસને રદ્દ કરવાની વાત કરી હતી, શબાનાએ લખ્યું હતું કે, “આટલા વર્ષોમાં પ્રથમ વખત મને મારો વિશ્વાસ ઓછો થતો લાગ્યો છે કે પ્રજા ની વચ્ચે સંપર્ક હોવાથી સત્તા પ્રતિષ્ઠિત ને સારા કામ કરવા મજબુર કરી શકાય છે. અાપણે સાંસ્કૃતિક આદન પ્રદાન રોકવુ જ પડશે.”
જણાવીએ કે પાકિસ્તાનથી પણ વધુ ત્યાંના કલાકારો હિન્દુસ્તાનમાં પ્રખ્યાત છે અને અહીંથી તેમની સારી ખાસી કમાણી થાય છે જેમાં મેંહદી હસન,નુસરત ફતેહ અલી ખાન અને ગુલામ અલી જેવા ઘણા પાકિસ્તાની કલાકારો છે, જેમના પ્રશંસકોમાં ભારતનો મોટો હિસ્સો છે.પરંતુ તેમના દેશની આ ખરાબ હરકતનુ પરિણામ હવે તેઓ પણ ભોગવશે.
Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.