શું તમે ક્યારેય ધ્યાન આપ્યું કે 11 અલગ રીતે વગાડવામાં આવે છે ટ્રેન ના હોર્ન, બધાનો હોય છે અલગ અર્થ

બાળપણ માં ટ્રેન ને પસાર થતા દેખવાની લલક અને તેનાથી બાય કરવાનું જેવું કે તેની અંદર બેસેલ દરેક માણસ તમારાથી બાય કરી રહ્યા હોય. એટલું જ નહિ પોતાના મિત્રો ની સાથે ટ્રેન ના ડબ્બા બનીને રમવું અને નાજાણે બાળપણ ની કેટલી યાદો છે જે ટ્રેન થી જોડાયલ છે. આજે જ્યારે તમે ટ્રેન માં સફર કરતા હશો તો તે યાદો ને યાદ કરીને હસતા જરૂર હશો. હવે તમે વિચારી રહ્યા હશો કે છેવટે વાત શું થઇ રહી છે. તો આજે અમે તમને ટ્રેન થી જોડાયેલ એક એવી વાત જણાવીશું જેને જાણીને તમે પણ હેરાન રહી જશો.

તમે ટ્રેન નો હોર્ન તો સાંભળ્યો જ હશે, તેની સાથે જ ટ્રેન ના સીટીઓ નો અવાજ પણ જરૂર સાંભળ્યો હશે, પરંતુ શું ક્યારેય તમે ટ્રેનો ની આ સીટીઓ પર ધ્યાન આપ્યું છે. શું તમને ખબર છે કે ટ્રેન માં કુલ 11 પ્રકારની સીટીઓ (હોર્ન) વગાડવામાં આવે છે જેમનો પોતાનો એવો જ એક અર્થ હોય છે જેવું કે ટ્રેનો પર લખેલ નંબર અથવા ચિન્હો નો અર્થ થાય છે.

તો ચાલો હવે તમને જણાવીએ ટ્રેન ના હોર્ન ના તે 11 રીતે અને તેમના અર્થ ના વિશે અને સાથે જ આ કે ક્યારે વગાડવામાં આવે છે આ હોર્ન.

એક શોર્ટ હોર્ન

એક શોર્ટ હોર્ન થોડીક સેકન્ડ માટે જ હોય છે. આ હોર્ન નો અર્થ થાય છે કે ગાડી યાર્ડ માં જઈ રહી છે. જ્યાં પર આગળ સફર માં જવાથી પહેલા તેની સફાઈ થશે.

બે શોર્ટ હોર્ન

બે શોર્ટ હોર્ન નો અર્થ થાય છે યાત્રીઓ નો સંકેત આપવો કે હવે ટ્રેન નીકળવા માટે તૈયાર છે, તો બધા યાત્રી ટ્રેન માં આવીને બેસી જાય, આ ટ્રેન માં સફર કરી રહેલ યાત્રીઓ માટે વોર્નિંગ હોર્ન પણ કહી શકો છો કારણકે આ યાત્રીઓ ને ટ્રેન માં આવવાનો છેલ્લો સંકેત આપે છે.

ત્રણ શોર્ટ હોર્ન

ત્રણ શોર્ટ હોર્ન નો ઉપયોગ બહુ જ ઈમરજન્સી માટે કરવામાં આવે છે. જે કારણે તેને આપણે ઈમરજ્ન્સી હોર્ન પણ કહી શકો છો. ત્રણ શોર્ટ હોર્ન ફક્ત મોટર મેન જ વગાડે છે. આ હોર્ન ના દ્વારા તે સંકેત આપે છે કે લોકો પાયલટ એન્જીન થી પોતાનો કંટ્રોલ ખોઈ ચુક્યા છે. જેના પછી ગર્દ ને વેક્યુમ બ્રેક થી ટ્રેન ને રોકવાનું હોય છે.

ચાર શોર્ટ હોર્ન

જ્યારે ટ્રેન ના એન્જીન માં કોઈ ગરબડ થઇ જાય છે અથવા તે ચાલતા રોકાઈ જાય છે ત્યારે ચાર વખત શોર્ટ હોર્ન વાગે છે જેનો અર્થ હોય છે કે એન્જીન માં ખરાબી આવવાના કારણે ગાડી આગળ નથી જઈ શકતી.

એક લાંબો અને એક શોર્ટ હોર્ન

જણાવી દઈએ કે જ્યારે એક લાંબા અને એક શોર્ટ હોર્ન નો અર્થ થાય છે કે મોટરમેન તેના દ્વારા ગાર્ડ ને સંકેત આપી રહ્યા છે કે તે એન્જીન સ્ટાર્ટ થવાથી પહેલા બ્રેક પાઈપ સીસ્ટમ ને સેટ કરી દે.

બે લાંબા અને બે શોર્ટ હોર્ન

બે લાંબા અને બે શોર્ટ હોર્ન ના દ્વારા લોકો પાયલોટ ગાર્ડ ને એન્જીન પર બોલાવવાનો સંકેત આપે છે.

સતત લાંબો હોર્ન

જ્યારે લોકો પાયલોટ ઘણા લાંબા સમય સુધી હોર્ન વગાડે છે તો તેનો અર્થ થાય છે કે ટ્રેન તે પ્લેટફોર્મ પર નહિ રોકાય અને તે સીધા જશે.

રોકાઈ-રોકાઈ ને બે વખત હોર્ન

બે વખત રોકાઈ-રોકાઈ ને હોર્ન વગાડવાનો અર્થ ક્રોસિંગ થી પસાર થવા વાળા લોકો ને સંકેત આપવાનો હોય છે કે ટ્રેન રેલવે ક્રોસિંગ થી પસાર થવાની છે. તો બધા ક્રોસિંગ થી દુર થઇ જાય.

બે લાંબા અને એક શોર્ટ હોર્ન

આ પ્રકારના હોર્ન રેલવે ની ઇન્ટરનલ કાર્યપ્રણાલી ના દરમિયાન વગાડવામાં આવે છે. આ હોર્ન નો અર્થ થાય છે કે ટ્રેન પોતાનો ટ્રેક ચેન્જ કરવાની છે.

બે શોર્ટ અને એક લાંબો હોર્ન

બે શોર્ટ અને એક લાંબા હોર્ન નો અર્થ થાય છે કે ટ્રેન માં બેસેલ કોઈ યાત્રી એ ઈમરજન્સી ચેન ખેંચી છે અથવા તો પછી ગાર્ડ એ વેક્યુમ બ્રેક લગાવી છે.

છ વખત શોર્ટ હોર્ન

તેમ તો આ હોર્ન ઓછો જ વગાડવામાં આવે છે. પરંતુ એવો હોર્ન ડ્રાઈવર ત્યારે વગાડે છે જ્યારે તેને કોઈ જોખમ નો આભાસ થાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *