બૉલીવુડ માં સલમાન ખાન સાથે તેની કારકિર્દીની શરૂઆત કરનારા કેટરિના કેફ ઘણીવાર સમાચારમાં ચર્ચાનો વિષય રહે છે. ક્યારેક તેની નવીફિલ્મો માટે અને ક્યારેક તેની લવ લાઇફ વિશે.શરૂઆતના દિવસોમાં કેટરિનાનું નામ સલમાન ખાન સાથે જોડાયુ હતું, પરંતુ પછી એવા સમાચાર મળ્યા કે બંને એકબીજા થી અલગ થયા છે અને હવે તે બંને ખૂબ સારા મિત્રો છે. જેના પછી કેટરીના અને રણબીરની રિલેશનશિપ વિશે ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. પરંતુ રણબીર થી દગો મળ્યા પછીથી તે સંપૂર્ણ રીતે તૂટી ગઇ હતી.
જણાવીએ કે જ્યારથી રણબીર અને કેટરીના નુ બ્રેકઅપ થયુ છે ત્યારથી જ તે સિંગલ છે.ઘણા વર્ષોથી તે સિંગલ સ્ટેટ્સ ધરાવે છે.જ્યારે પણ કેટરિનાને તેમના સંબંધમાં આવવા માટે પૂછવામાં આવે છે ત્યારે તે કહેતી કે તે અત્યારે સિંગલ રહી અને તેમના જીવનને એન્જોય કરવા માંગે છે. પરંતુ તાજેતરમાં કેટરિનાએ આ વાતનો ખુલાસો કર્યો છે કે હવે તે બાયફ્રેન્ડ બનાવવા માંગે છે.
તાજેતરમાં થયેલી ફિલ્મફેરમા આપેલા ઇન્ટરવ્યુમાં કેટરિનાએ પોતાના જીવન વિશે ઘણા ખુલાસાઓ કર્યા છે અને સાથે સાથે પણ કહ્યું છે કે આ વર્ષે તે એક પાર્ટનરની શોધ કરી રહી છે અને 2019 માં પોતાનો બાયફ્રેન્ડ બનાવવા માંગે છે.
કેટરિનાથી એક પ્રશ્ન એ થયો કે તે વર્ષ 2019 માં કઇ ત્રણ ઇચ્છાઓ પૂર્ણ કરવા માંગે છે,તો કેટરિનાએ કહ્યું કે – એક ફિલ્મફેર પુરસ્કાર,એક બોયફ્રેન્ડ અને ત્રીજુ, મારી પ્રોડક્શન કંપની ખોલવા માંગુ છું.વાત કરીએ કેટરીના ના છેલ્લા રિલેશનશિપ ની તો આ પહેલા તે રણબીર કપૂર સાથે રિલેશન મા હતી.બંને લગભગ પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા,એવું લાગતું હતું કે બંને જલ્દી લગ્ન કરશે. પરંતુ લગ્નના બદલે બંનેના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા. તેમ છતાં તેમનુ બ્રેકઅપ કેમ થયું આ વાત કોઈને ખબર નથી, પરંતુ કેટરિના આ બ્રેકઅપથી સંપૂર્ણ રીતે તૂટી ગઇ હતી.
જોકે કેટરિનાથી બ્રેકઅપ પછી રણબીર નું નામ ઘણા લોકો સાથે જોડાયેલ હતુ. પરંતુ આ દિવસોમાં રણબીર કપૂર અલિયાને ડેટ કરી રહ્યા છે. અહેવાલોનુ માનીઅે તો આ વર્ષના અંતમાં બંને લગ્ન કરી શકે છે. બસ રાહ છે તો ઋષિ કપૂરની બરાબર થઈ જવાની,તે જેવા ઠીક થઇ ને,ભારત પાછા ફરે છે,કે તરત જ રણબીર અને આલિયાનાં લગ્નની તૈયારીઓ શરુ થશે.
કેટરિનાના ફિલ્મોની વાત કરીએ તો કેટરીના આ સમયે ફિલ્મમાં ભારતમાં સલમાન ખાન સાથે કામ કરે છે. ફિલ્મફેરની મુલાકાતમાં કેટરીના કેફે કહ્યું, “ભારત મા મારો રોલ ખુબ જ સારો છે.આ કરેક્ટર મારા હૃદયથી સીધુ જોડાયેલું છે. સલમાન ખાને મને ભારત માં કાસ્ટિંગ માટે ક્યારેય ફોન નથી કર્યો.જ્યારે હું ભારત માટે સાઇન કરાઇ ત્યારે પણ સલામને કોઈ ફોન ન કર્યો.અમે જ્યારે ભારતના સેટ પર મળ્યા ત્યારે સલમાનએ કહ્યું – અરે કટરીના. ”
કેટરિના અને સલમાનની ફિલ્મ ભારત આ વર્ષે ઇદના તહેવારે પર રિલિઝ થશે. ફિલ્મ નુ નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે.
Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.