ગ્લેમરસ જ નહી સંસ્કારી પણ છે,અંબાણી પરિવારની થનારી વહુ, ફોટા જોઈને તમે પણ આ જ કહેશો

દેશના સૌથી મોટા બિઝનેસમૅન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને હીરાના વેપારી રશેલ મહેતાના દીકરી શ્વેતા મહેતાનાં 9 માર્ચનાં દિવસે લગ્ન થવાના છે.આ લગ્ન મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં હશે અને લગ્નની ફંક્શન પણ ત્રણ દિવસ ચાલશે. આકાશ અંબાણીએ પાછલા વર્ષે શ્લોકા સાથે સગાઈ કરી હતી અને આ બંને બાળપણથી એકબીજાને ઓળખે છે.શ્લોકા તેના પિતાના વ્યવસાયનું સંચાલન કરે છે અને તેની સાથે ઘણા બધા કામ પણ કરે છે જેનાથી તેમને આનંદ થાય છે. તે કાર્યોમાં એનજીઓનું કામ પણ મુખ્યરૂપે છે. આટલા મોટા કુટુંબની વહુ બની રહેલી ગ્લેમરસ જ નહી સંસ્કારી પણ છે,અંબાણી પરિવારની થનારી વહુ.લગ્ન પહેલાં તમેરે આ વાતો જાણવી જોઇએ, કારણ કે ઘણા જુદા સ્વભાવની માલિક છે શ્લોકા મહેતા.

ગ્લેમરસ જ નહી સંસ્કારી પણ છે,અંબાણી પરિવારની થનારી વહુ

 શ્લોકાના પિતા રશેલ મહેતા વિશ્વના નંબર વન ડાયમંડ કંપની રોઝીબ્લુ ના માલીક છે.એટલું જ નહીં તે નીરવ મોદીના સંબંધી પણ છે. ડાયમંડ કિંગ કહેવાતા રસેલ મહેતા અને મોના મહેતાનાં ત્રણ બાળકો છે જેમા શ્લોકા સૌથી નાની છે. વર્ષ 2009 માં શ્લોકા મહેતાએ નીતા અંબાણીની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી અધ્યયન પૂર્ણ કર્યું.

મીડિયા અહેવાલ મુજબ આકાશ અંબાણી અને શ્લોકા બાળપણથી એકબીજાને પસંદ કરતા આવ્યા છે અને બંનેની મુલાકાત ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં જ થઇ હતી. ત્યારબાદ શ્લોકાએ પ્રિન્સટન યુનિવર્સિટીથી એમબીએ કર્યું અને ત્યારબાદ માનવશાસ્ત્ર (એન્થ્રોપોલીજી) નું અધ્યયન પણ કર્યું. શ્લોકોએ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ ઇન લૉ માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ 2014 માં શ્લોકા મેહતા એ રોઝી બ્લુ ફાઉન્ડેશનમાં ડાયરેક્ટરનું પદ સંભાળ્યું હતું.

શ્લોકા મહેતા કનેક્ટફૉર નામની એક સંસ્થામાં સ્થાપક પણ છે અને તેમના માથે ઘણી બધી જવાબદારીઓ પણ છે. શ્લોકાની કનેક્ટફોર સંસ્થામાં ઘણા બધા એનજીઓ જોડાયેલા છે અને આ બધા સંસ્થાઓ જરૂરીયાતમંદ લોકોની મદદ કરે છે. ગયા વર્ષે 30 જૂને આકાશ અંબાણી અને શ્લોકાએ સગાઇ કરી હતી. ઇશા અંબાણીની લગ્નમાં શ્લોકાએ એક ભાભીની બધી જવાબદારીઓ નિભાવી હતી. નીતા અંબાણીએ પણ બધા મહેમાનો ને શ્લોકા સાથે મળાવ્યા હતા અને કદાચ તેથી જ બધા જાણતા હતા કે તેમના લગ્ન માર્ચમાં થશે.

સેલ્ફ ડીપેંડેડ છે શ્લોકા મહેતા

મુકેશ અંબાણીની થનારી વહુ એક પુક્કી બિઝનેસ વુમન છે.તે તેમના પિતાનો વ્યવસાયમાં સારી રિતે સંભાળે છે અને સાથે સાથે અનેક એનજીઓ સંસ્થા પણ ચલાવે છે જેનાથી તેઓ જરુરિયાતમંદો ને મદદરૂપ થાય છે. શ્લોકા લગ્ન પછી પણ તના પિતા અને પતિનું બિઝનેસ સંભાળશે અને જરૂરી નિર્ણયો લેશે.જ્યારે નીતા અંબાણીથી શ્લોકાની કામ કરવાની વાત પૂછવામાં આવે છે ત્યારે તેઓ હંમેશાં આ જ કહે છે કે લગ્ન પછી તેને જે કરવુ હોય તે કરી શકે છે.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *