આ છે નાના પડદે 4 ફેમસ ‘કૃષ્ણ કન્હૈયા’,નંબર 2 ને તો લોકો પગે પણ લાગવા લાગ્યા હતા.

ટેલિવિઝન પર પ્રસારિત થતા કાર્યક્રમોની પોતાની એક અલગ જ લોકપ્રિયતા છે. તેમાં જો કાર્યક્રમ ધાર્મિક હોત તો લોકો ને પોતાની તરફ ખેંચી લે છે, જી હા, ધાર્મિક આધારિત તમામ કાર્યક્રમો લોકો પસંદ કરે છે, જેમાં રામાયણ અને મહાભારતની પોતાની એક અલગ લોકપ્રિયતા છે. આવા ટેલિવિઝનમાં ઘણા પ્રકારના ધાર્મિક કાર્યક્રમો બનાવવામાં આવ્યા છે, જેમાં આજે આપણે તમને પ્રખ્યાત કૃષ્ણ કન્હૈયાઅો વિશે વાત કરી રહ્યા છીએ. તો ચાલો આપણે જાણીએ કે આપણા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

ભગવાન કૃષ્ણ ની ભક્તિ માં તો સમગ્ર વિશ્વ લીન છે. કૃષ્ણ કન્હૈયાની લીલાઓ પર આધારિત અનેક પ્રકારોની સિરિયલ બનાવવામાં આવી છે, જેમાંથી કેટલીક ખૂબ વધારે લોકપ્રિય થઇ છે. એટલું જ નહીં, કૃષ્ણ કાન્હૈયાના પાત્રની ભૂમિકા ભજવનારા કલાકારોની લોકપ્રિયતા એટલી વધારે થઈ ગઈ કે લોકો તેમના પગને સ્પર્શ કરતા હતા અને તેઓને વાસ્તવિકમાં કૃષ્ણ માનતા હતા. તો આવામાં આજે આપણે તે કલાકારો વિશે વાત કરી રહ્યા છીએ, જેણે પોતાના અભિનયથી લોકોનું હૃદય સ્પર્શી લિધુ હતું.

સ્વપ્નલ જોશી

સન 1993 માં સ્વપ્ન જોશી અે ક્રિષ્નાનું પાત્ર ભજવ્યુ હતું. સ્વપ્નલ જોશી ને લોકો સત્યમાં કૃષ્ણ સમજી લેતા હતા અને લોકો તેમની ઘરમાં પૂજા પાઠ પણ કરતા હતા. તેના પહેલાં સ્વપ્નલ જોશી અે લવ કુશનું પાત્ર પણ ભજવ્યુ હતું,જેમાં પણ સ્વપ્નલ જોશીને ખૂબ વધારે પસંદ કરાયો હતો. સ્વપ્નલ જોશી ને કૃષ્ણ અવતારમાં સૌથી વધુ પ્રેમ મળ્યો છે.

સર્વદમન ડી બૅનર્જી


સર્વદમન ડી બૅનર્જીએ મોટા કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતુ, જેમાં તેમને લોકોથી ખૂબ પ્રેમ મળ્યો હતો. લોકોના મનમાં આવી છબી બની ગઇ હતી કે કૃષ્ણ ભગવાન ખરેખર આવા જ દેખાતા હશે. એટલું જ નહીં,લોકો તેમના પગ પણ સ્પર્શ કરે છે.જ્યારે પણ તેઅો મેકઅપ વગેરે કરીને, બહાર નીકળતા ત્યારે ઘણા લોકો ભગવાન સમજી લેતા.

સૌરભ રાજ જૈન

વર્ષ 2013 માં સ્ટાર પ્લસથી પ્રસારિત થઈ ગયેલી સિરિયલ મહાભારતમાં ક્રિષ્ન કન્હૈયાનું પાત્ર સૌરભ રાજ જૈને ભજવ્યુ હતુ.સૌરભ રાજ જૈન ને ક્રિષ્ન કન્હૈયાના પાત્રમાં જોઇ લોકો ચકિત થઈ ગયા હતા. જી હા, લોકોએ માનવું હતું કે ક્યાંક આ ખરેખર તો કૃષ્ણ કન્હૈયા તો નથી ને. લોકોએ તેમની રૂપમાં જ ક્રિષ્ન કન્હૈયાને જોઇ લીધા હતા. તેમનું મનમોહક સ્મિત બરાબર કૃષ્ણ કન્હૈયા જેવું જ હતું, જે બધાને આકર્ષે છે.

નીતીશ ભારદ્વાજ

નીતીશ ભારદ્વાજે બી આર ચોપડા ના મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનુ પાત્ર ભજવ્યુ હતું અને તે સમયે તેઓની ઉંમર ફક્ત 23 વર્ષની હતી.તેમનો કૃષ્ણ અવતાર લોકોના હૃદયમાં બસી ગયો અને લોકો આમાને સાચે જ કૃષ્ણ કન્હૈયા સમજી લેતા હતા અને તેમના પગ પણ સ્પર્શી લેતા હતા અને ઘર ઘરમાં ખૂબ વધારે લોકપ્રિય થયા હતા.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *