“મંજીલે ઉનકો હી મિલતી હે જિનકે સપનો મેં જાન હોતી હે,સિર્ફ પંખો સે કુછ નહિ હોતા હોસલો સે ઉડાન હોતી હે”.આ કહેવત તો તમે સાંભળી જ હશે પણ આ કહેવત પર મહોર લગાવવા વાળા લોકો થોડા જ હશે. મોટું અને અમીર બનવાની ચાહત તો હર કોઈને હશે પણ દરેક જણ પૈસા કમાઈ અને એશો આરામ વાળી જિંદગી જીવી રહ્યા છે.પરંતુ ખાલી વિચારવાથી કઈ જ થતું નથી.જો તમે સાચે જ એવી જિંદગી જીવવા માંગો છો તો તમારે ખુબજ મહેનત કરવી પડશે અને આજકાલ તો ખુબજ મહેનત કર્યા પછી પણ ગેરેન્ટી નથી મળતી કે તમને સફળતા મળશે કે નહીં.આ બધો કિસ્મત નો ખેલ છે જો તમારી કિસ્મત તમને સાથ આપે તો દુનિયાની કોઈપણ તાકાત તમને સફળ થતા રોકી શક્તિ નથી.
પણ દરેક માં એટલી સહન શક્તિ નથી હોતી.કેટલાક લોકો માંજ પોતાના સપનાઓ પૂર્ણ કરવાની તાકાત જોવા મળે છે.સામાન્ય રીતે માનવામાં આવે છે કે સારું ભણેલો માણસ જ આગળ વધી શકે છે.લોકો ની વિચારધારા એ જ છે કે સારું ભણ્યા પછી જ સારી નોકરી મળે છે પણ હકીકત માં એવું કંઈ જ હોતું નથી.ભારત અને વિદેશો માં પણ અત્યારે એવી મોટી કંપનીઓ આવેલ છે જેઓ એ ઓછું ભણતર હોવા છતાં પણ દુનિયામાં તેની ઓળખાણ બનાવી છે.આજની આ પોસ્ટ માં અમે એવાજ એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓએ ઓછું ભણેલા હોવા છતાં પણ ખુબજ નામના મેળવી છે ને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓ માના એક છે.
5 મુ પાસ છે તો પણ લે છે 25 કરોડ ની સેલેરી
એમડીએચ મસાલાઓ નું નામ તો તમે સાંભળ્યું જ હશે.આ બ્રાન્ડ દુનિયામાં સૌથી ટોપ મસાલાઓ ની બ્રાન્ડ માની એક છે.એમડીએચ એ મસાલાઓ ની દુનિયામાં એક અલગ ઓળખાણ બનાવી છે.આ બ્રાન્ડ ને ટોપ પર પહોંચાડવા માટે જે વ્યક્તિ એ મહેનત કરી છે એનું નામ ધર્મપાલ ગુલાટી છે.ધર્મપાલ ગુલાટી ની ઉંમર 96 વર્ષ છે અને તેઓ ખાલી 5 સુધી જ ભણ્યા છે.આટલી ઓછી શિક્ષા હોવા છતાં આજે તેઓ કરોડો ના માલિક છે તમને જાણી ને હેરાની થશે કે માત્ર 500 થી પોતાની સફર ની શરૂઆત કરવા વાળા વ્યક્તિ આજે 2000 કરોડ ની કંપની ના માલિક છે.
કમાણી નો મોટો ભાગ કરી દે છે દાન
ધર્મપાલ ગુલાટી એકમાત્ર એવા સીઈઓ છે જેઓને ભારતીય ખુદરા બજાર માં સૌથી વધારે પગાર મળે છે.તેઓ ની મહેનત અને લગન ના કારણે જ આજે તેઓ એ મુકામ સુધી પહોંચી શક્યા છે.આપણે વર્ષો થી તેઓ ને એમડીએચ ના વિજ્ઞાપન માં જોતા આવ્યા છીએ.તમને જણાવી દઈએ કે પાછલા વર્ષે એટલેકે 2018 માં તેઓ એ 25 કરોડ ની સેલેરી લીધેલ છે.ગુલાટી જી ખાલી મસાલા ના જ નહીં પણ દિલો ના પણ બાદશાહ કહેવા માં આવે છે કારણ કે તેની કમાણી નો મોટો ભાગ તેઓ ચેરિટી માં આપી દે છે.
ચટાકેદાર મસાલાઓ થી બનાવી દુનિયા ને દિવાની
ધર્મપાલજી ના મસાલાઓ ને આખી દુનિયા માં મોકલવામાં આવે છે.તેના દ્વારા બનાવવામાં આવેલ મસાલાનો સ્વાદ આખી દુનિયાના મોઢા પર ચડેલો છે.સારું શિક્ષણ ન મળ્યા પછી પણ તેઓ એ ખુબજ મોટી નામના મેળવી અને આખી દુનિયામાં તેનું અને દેશ નું નામ રોશન કર્યું છે.એટલા માટે એ કહેવું ખોટું જ હશે કે સારી શિક્ષા મેળવ્યા પછીજ તમે સફળ બની શકો છો.ક્યારેક ક્યારેક અભણ લોકો જે કમાલ કરી બતાવે છીએ એ ભણેલા પણ કરી શકતા નથી અને તમે એ કહેવત પણ સાંભળી હશે, ‘ જે કઈ નથી કરતા તેઓ કમાલ કરે છે’.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.