વર્ષ 2019 માં બૉલીવુડ ને મળશે ઘણા સિતારાઓ,આ સ્ટાર કિડ કરી શકે છે 2019 માં ડેબ્યુ

બૉલીવુડ માં ગયા વર્ષે અને વર્ષ 2019 બન્ને જ ઘણા યાદગાર હશે,ઘણા સેલિબ્રિટીઝ લગ્ન ના બંધન માં બંધાયા તો બૉલીવુડ માં ઘણી ધમાકેદાર ફિલ્મો મળી.જેમ કે તમે જાણો જ છો કે બૉલીવુડ માં ગયા વર્ષે સારા અલી ખાન અને જાનવી કપૂરે ડેબ્યુ કરતા ની સાથે જ જાદુ ચલાવી દીધો છે.જાનવી ની ફિલ્મ ધડક ને લોકો એ ખુબજ પસંદ કરી છે તો બીજી બાજુ સારા ને કેદારનાથ અને સિમ્બા જેવી જબરદસ્ત ફિલ્મો મળી જેણે બોક્સઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા હતા.હવે આ વર્ષ પણ ઘણા સ્ટારકિડ બૉલીવુડ માં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ કોણ કોણ છે એ સ્ટાર કિડ્સ જે બૉલીવુડ માં આવવાના છે આ વર્ષે..

ઇબ્રાહિમ અલીખાન

સારા અલીખાને આવતા જ બૉલીવુડ માં પોતાનું હુનર દેખાડી દીધું છે અને હવે વારો છે તેના ભાઈ ઇબ્રાહિમ નો.જોકે ઇબ્રાહિમ સોસીયલ મીડિયા થી દુર જ રહે છે પણ ખબરો ની માનીએ તો તેઓ પણ વર્ષ ના અંત માં જ ડેબ્યુ કરી શકે છે.

નવ્યા નવેલી

અમિતાભ બચ્ચન ની પુત્રી નવ્યા નવેલી આ દિવસો માં ખબરો માં બનેલી રહે છે.ક્યારેક તેની તસવીરો ના કારણે તો ક્યારેક સોશિયલ મીડિયા માં તેના વાઇરલ વિડિઓ ને કારણે.જોકે ઘણા સમય થી સાંભળવા માં આવી રહ્યું છે કે નવ્યા ફિલ્મો માં એન્ટ્રી કરવા જઈ રહી છે પણ ક્યારે કરવાની છે એ વાત નો કોઈને અંદાજો નથી.પણ સૂત્રો નું માનીએ તો આ વર્ષે નવ્યા બૉલીવુડ માં ડેબ્યુ કરી શકે છે.

આલિયા ઇબ્રાહિમ

પૂજા બેદી ની દીકરી આલિયા પણ ખબરો માં બનેલી રહે છે.આલિયા પણ તેની મા ની જેમ કે એકદમ બોલ્ડ અને બિન્દાસ છે સાથે જ પૂજા બેદી એ એ વાત ની પણ પુષ્ટિ કરી દીધી છે કે આ વર્ષે આલિયા ફિલ્મો માં આવી શકે છે.

શનાયા કપૂર

સંજય કપૂર ની દીકરી અને જાનવી કપૂર ની કજીન સિસ્ટર શનાયા પણ બૉલીવુડ માં કદમ રાખવાનું વિચારી રહી છે પણ અત્યારે તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર પદે કામ કરી રહી છે એ વાત ની પુષ્ટિ શનાયા ની માં એ સોસીયલ મીડિયા દ્વારા કરી હતી.હવે રાહ એ છે કે શનાયા કઈ ફિલ્મ દ્વારા પોતાનું ડેબ્યુ કરે છે.

અન્નયા પાંડે

ફેમસ બૉલીવુડ અભિનેતા ચંકી પાંડે ની દીકરી અન્નયા પાંડે ની ફિલ્મો માં આવવાની ખબરો ચર્ચા માં છે.તેની સુંદરતા ના ચર્ચા દરેક જગ્યા એ જોવા મળે છે.જણાવી દઈએ કે અન્નયા આ વર્ષે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી તેનું ડેબ્યુ કરવા જઈ રહી છે.જેના માટે તેઓ એ ટ્રેનિંગ લેવાની પણ શરૂઆત કરી દીધી છે.

સુહાના ખાન

જોકે સુહાના ખાન અત્યારે ભણી રહી છે પણ ખબરો નું માનીએ તો તે પણ આજ વર્ષે બૉલીવુડ માં ડેબ્યુ કરી શકે છે.

આર્યન ખાન

જણાવી દઈએ કે સુહાના ખાન ની સાથે તેના ભાઈ આર્યન ખાન પણ ફિલ્મો માં આ વર્ષે દસ્તક દેવા જઈ રહ્યા છે.શાહરુખ ખાન નો દીકરો હોવાના કારણે લોકો ને તેની પાસે થી ઘણી આશા પણ છે અને તેની બધા રાહ પણ જોઈ રહ્યા છે કે આર્યનખાન ક્યારે બૉલીવુડ માં એન્ટ્રી કરી શકે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *