IAF ને મળી એક બીજી મોટી સફળતા, 1000 કિલો બોમ વરસાવ્યા પછી પાકિસ્તાની ડ્રોન ને કચ્છ માં કર્યું તબાહ

  • News

હવે પાકિસ્તાન ની ખેર નહિ, 1000 કિલો બોમ વરસાવ્યા પછી પાકિસ્તાની ડ્રોન પણ તબાહ

પાકિસ્તાન ના પુલવામાં કરેલ કાયરતા પૂર્ણ હરકત નો ભારતીય વાયુસેના એ કરારો જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેના એ 3 વાગીને 30 મિનીટ પર LOC ના પાર જેશ એ મોહમ્મદ ના કેમ્પ પર 1000 કિલો નો બોમ વરસાવ્યો છે અને આતંકી કેમ્પ ને તબાહ કરી દીધું છે. આ એટેક માં લગભગ 300 આતંકીઓ ના માર્યા જવાની ખબર છે. ત્યાં કેટલાક કલાકો પછી થી જ ગુજરાત ના કચ્છ માં પાકિસ્તાન નું એક ડ્રોન ભારત દ્વારા શૂટ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાની ડ્રોન પણ થયું તબાહ

જણાવી દઈએ કે ભારત ના એર એલર્ટ ડીફેન્સ નાલિયા એર બેસ ના પાસે એક ડ્રોન દેખ્યું અને તેને પાડી દીધું. નાલિયા ભારત નો એક ફોવર્ડ એરબેસ છે અને આંતરરાષ્ટ્રીય સીમા ના બહુ નજીક છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન ને લગભગ સવારે 6:30 વાગે શૂટ કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના પર થયેલ હુમલા ના બરાબર 3 કલાક પછી આ ડ્રોન ગુજરાત માં દેખાઈ આવ્યું હતું જેને પણ હવે શૂટ કરવામાં આવી ચુક્યું છે.

જે રીતે ઉરી હુમલા પછી થી જમીની સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી તે રીતે આ વખતે વાયુસેના એ આસમાની સર્જીકલ સ્ટ્રાઈક કરી છે અને પાકિસ્તાન માં ખલબલી મચી ગઈ છે. પુલવામાં હુમલા ના લગભગ 12 દિવસ પછી આ હુમલો ભારત ની તરફ થી થયો. સવારે 3:30 મિનીટ પર જ્યારે પાકિસ્તાન અને ભારત ના લોકો ગહેરી ઊંઘ માં હતા તો ભારતીય વાયુસેના ની આંખો એકદમ ચોકન્ની હતી. મીરાં-2000 લડાકુ વિમાનો એ નિયંત્રણ રેખા ના પાર પાક ના કબ્જા વાળા કશ્મીર માં ઘૂસીને હુમલો કર્યો.

જેશ નો સૌથી મોટો આતંકી કેમ્પ તબાહ

ભારતીય વિદેશ મંત્રાલય એ કહ્યું કે હુમલા માં બાલાકોટ માં જેશ નો સૌથી મોટો આતંકી કેમ્પ તબાહ થઇ ગયો છે. તેના ચલાવવા વાળા મસુદ અજહર નો સાળો યુસુફ અજહર હતો. આ હુમલા માં ઘણા આતંકી અને તેમના સીનીયર કમાન્ડર માર્યા ગયા છે. એટલું જ નહિ વાયુસેના થી આ ખબર પણ મળી છે કે બાલાકોટ ના સિવાય પીઓકે ના મુજફ્ફરાબાદ અને ચકોટી જગ્યામાં ભારી બમબારી કરવામાં આવી છે. હુમલા વાળી જગ્યા LOC થી લગભગ 50 કિમી ની દુરી પર છે. આટલી દુર ની સીમા માં ઘૂસીને વાયુસેના એ ઘૂસીને હુમલો કર્યો અને આતંકીઓ ને માર્યા છે.

જણાવી દઈએ કે પુલવામાં એટેક પછી થી જ્યારે ભારત ના સુરો માં તલ્ખી આવી હતી, ત્યારે પાક પીએમ ઇમરાન ખાન એ કહ્યું કે શાંતિ ને એક બીજી તક આપવી જોઈએ અને તેમને જરૂરી પૂરાવ આપો જેથી તે કાર્યવાહી કરી શકે. હા આ પણ દરેક વખત ની જેમ પાકિસ્તાન નું માત્ર એક બહાનું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ એ સાડા 5 વાગે સર્વદલીય બેઠક બોલાવી. આ બેઠક માં કહેવામાં આવ્યું છે કે ભારત ની તરફ થી સમય સમય પર પાકિસ્તાન ને આ ઘટનાઓ ના વિશે જાણકારી આપવામાં આવી છે, પરંતુ પાકીસ્તાન એ દરેક વખત તેનાથી ઇનકાર કર્યો છે, જ્યારે પાકિસ્તાન ની જાણકારી ના વગર ત્યાં જિહાદી ટ્રેનીંગ કેમ્પ નથી ચાલી શકતો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *