પાછા ફરતા સમયે પાકિસ્તાને F16 થી કર્યો વાયુસેના ના વિમાનો નો પીછો, પણ ભારતીય વાયુસેનાએ…

  • News, Story

પુલવામા માં થયેલા આતંકી હમલા માં ભારતીય વાયુસેના એ આપણા 40સીઆરપીએફ જવાનો ની શહીદી નો બદલો લીધો.આ ખબર પછી થીજ આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે અને સરકારે કહ્યું કે આ ખાલી શરૂઆત છે જો ફરી નડશો તો ફરી ઘર માં ઘુસી ને મારીશું.આ બદલા પછી પાકિસ્તાન દ્વારા એક આપતકાલીન મિટિંગ બોલાવવા માં આવી હતી પણ તમને જણાવી દઈએ કે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે.જે સમયે એલર્ટ રહ્યું ત્યારે પાકિસ્તાન સુઈ રહ્યું હતું એ સમયે ઇન્ડિયન એરફોરસે આતંકીઓ ના કેમ્પ ને ઉડાડી નાખ્યા.ઇન્ડિયન એરફોર્સ ની સામે ઊભા રહેલા પાકિસ્તાની ફાઇટર જેટ,ખબરો માં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાને F16 થી પીછો કર્યો હતો.

ઇન્ડિયન એરફોર્સ ની સામે ઊભા રહ્યા પાકિસ્તાની ફાઇટર જેટ

POK માં ભારતીય વાયુસેના ના હુમલા પછી એવી ખબરો આવી રહ્યા છે કે પાકિસ્તાને વાયુસેના ને રોકવા માટે F16 વિમાન નો ઉપયોગ કર્યો હતો.પણ ભારતીય વાયુસેના ના ફોર્મેશન સામે પાકિસ્તાની વિમાનો કશું જ ન કરી શક્યા અને તેઓ ને પાછું જોવું પડ્યું.રિપોર્ટ પ્રમાણે આ ઓપરેશન ને વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા સફળતા પૂર્વક અંજામ આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે પુલવામા માં 40 સીઆરપીએફ જવાન પર થયેલા આતંકી હમલા પછી આતંકીઓ ની વિરુદ્ધ આ મોટી કાર્યવાહી છે આમાં પીઓકે માં જૈશ-એ-મહમદ ના 200 થી 250 થી પણ વધારે આતંકીઓ ને મારવામાં આવ્યા અને એરફોર્સ દ્વારા 12 મીરાજ ફાઇટર પ્લેન દ્વારા POK માં ઘુસી અને જૈશ ના 5 આતંકી કેમ્પ ને ઉડાડી નાખ્યા.આ ઓપરેશન ને POK ના બાલાકોટ વિસ્તાર માં અંજામ આપવામાં આવ્યો અને એ વાત ખુદ પાકિસ્તાન દ્વારા પણ માનવામાં આવેલ છે.ખબરો પ્રમાણે આ આખું મિશન 21 મિનિટ ચાલ્યું.

આખા દેશ માં છે જશ્ન નો માહોલ

26 તારીખે જ્યારે આખો દેશ ઉઠ્યો ત્યારે સોસીયલ મીડિયા માં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ હતી.આ પછી બધા મોદી સરકાર ના વખાણ કરી રહ્યા છે,જશ્ન મનાવી રહ્યા છે ને એરફોર્સ ની સફળતા પર તેના વખાણ કરી રહ્યા છે.બધીજ ન્યૂઝ ચેનલો માં પાકિસ્તાન ને ધૂળ ચટાવવાની વાત જ ચાલુ છે અને ન પણ શા માટે થાય આજથી 12 દિવસ પહેલા આખો દેશ એકસાથે રડી રહ્યો હતો આજે એ 40 જવાનો ની શહીદી ને સાચી શ્રદ્ધાંજલિ મળી હશે.બધીજ બાજુ પાકિસ્તાન મુરદાબદ નો નારો લાગી રહ્યો છે અને આખા દેશ માં હોળી દિવાળી જેવો માહોલ છવાયો છે.આ બદલા ની જાણકારી પાકિસ્તાન દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે ત્યાં સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *