મહાશીવરાત્રી 2019: સુખી જીવન માટે શીવજી થી શીખો આ 4 વસ્તુઓ,ખુશીઓ સદા સાથે રહેશે.

  • God

4 માર્ચના દિવસે દેશભરમાં મહાશિવરત્રીનું પર્વ ઉજવવામાં આવશે અને આ દિવસ શિવજીને ખુશ કરવા માટે શ્રેષ્ઠ છે. ભગવાન શિવને ગૃહસ્થો ના ભગવાન માનવામા આવે છે અને બધી કન્યાઓને સારો વર મળે તે માટે,ભગવાન શિવની પૂજા કરે છે. કેટલાક સ્ત્રીઓ તેમના પતિની લાંબી ઉંમર માટે પણ ભગવાન શિવની આરાધના કરે છે. દેશના નાના-મોટા દરેક શિવ મંદિરોમાં મહાશિવરાત્રીના દિવસે ભવ્ય આયોજન થાય છે અને બધા આ દિવસે વ્રત કરી ને ભગવાન શિવ પાસે પોતાની મનોકામના રજુ કરે છે. દરેકને પોતાના જીવનમાં સુખી રહેવાની ઇચ્છા છે અને તમે પણ સુખી જીવન માટે શિવજીથી શીખી શકો છો 4 વસ્તુઓ,તેને શીખીને પછી તમે પણ જીવન જીવવાની કેટલીક રીત સરળતાથી મેળવી શકો છો.

સુખી જીવન માટે શિવજી થી શીખો આ 4 વસ્તુઓ

મહશિવરાત્રી ના દિવસે જ માતા પાર્વતીઅે શિવજી સાથે લગ્ન કર્યા હતા અને આ દિવસને ઘણા લોકો ખાસ માને છે.ઘણા લોકો આ જ દિવસે લગ્ન કરે છે જેનાથી તેમના લગ્ન જીવન સફળ થાય છે.એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તો પર શિવાજીની વિશેષ કૃપા થાય છે. જો લગ્ન જોડીને હંમેશાં સુખી જીવન જીવવુ છે તો તેમણે શિવજીની આ 5 બાબતો યાદ રાખવી જોઈએ.

બંનેનો છે સમાન અધિકાર

ભગવાન શિવ પોતે એકમાત્ર એવા દેવતા છે જેણે પત્નીને અર્ધાંગિનીની પદવી આપી છે,તેથી તેમને અર્ધનારીશ્વર પણ કહેવાય છે. અર્ધનારીશ્વર શબ્દનો અર્થ થાય છે કે શંકરની અડધી મૂર્તિ પુરુષની અને અર્ધી સ્ત્રીની છે. તેમના આ સ્વભાવથી તેઓ લગ્ન કરનારા લોકો ને આ સંદેશ આપે છે કે પતિ-પત્ની ભલે પોતે શરીરથી અલગ થાય છે, પરંતુ મનથી બંને એક હોય છે. તમે વારંવાર જોયું હોય કે પતિ-પત્ની વચ્ચે ઘણા ઝઘડાઓ થાય છે,જે માત્ર પોતાને મોટા દેખાવવા કરતા હોય છે.

પ્યાર

શિવ અને માતા પાર્વતીની જોડી તે બધા લોકો માટે એક ઉદાહરણ છે જે લગ્ન સમયે બૅન્ક બેલેન્સ અને સૌંદર્યને પહેલા મહત્ત્વ આપે છે.માતા પાર્વતીએ ભસ્મધારી,ગળામાં સર્પની માળા વાળા શિવની પસંદગી કરીને આવા લોકોને બતાવી દિધુ કે એક સારા ગૃહસ્થ જીવન માટે બંને વચ્ચે પ્રેમ અને સમર્પણ જરૂરી છે, પૈસા અને સૌંદર્ય ફક્ત બાહ્ય વિકાર છે.

ઇમાનદાર

છોકરી ઇચ્છે છે કે તે તેનો જીવનસાથી, પ્રેમ કરનાર, સંભાળનાર અને તેની સાથે ઈમાનદારી રાખનારા હોય.તેના પોતાનો જીવનસાથી ભોળાનાથ જેવો અને પ્રેમ કરનાર મળે.જે તેની દરેક વાત સાંભળે અને તેને ખુશ રાખે.ભગવાન શિવ માતા પાર્વતીથી ખૂબ પ્રેમ કરે છે અને આ જ વાતની ખબર ત્યારે પડે છે કે જ્યારે માતા પાર્વતીને ભગવાન શિવના અપમાનથી દુઃખ થાય છે અને સતી થઈ જાય છે,તો ભગવાને રુદ્ર સ્વરૂપને ધારણ કરીને વિશ્વનો વિનાશ કરવાનું શરૂ કર્યું, તેમ છતાં પછી તે દેવતાઓના સમજાવવા પર તેઓ શાંત થયા.

એક સરસ વડા

જે રીતે કુટુંબના વડાઓ અલગ અલગ વિચારો હોવા છતા પણ તેમના સમગ્ર પરિવારને સાથે લઇને ચાલે છે તે જ રીતે,શિવજી પણ તેમના પરિવારને સારી રિતે ચાલાવતા હતા.દાખલા તરીકે,ભગવાનના ગળામાં સાપ ની માળા છે જે તેમના પુત્ર ગણેશના વાહનના ઉંદર નો શત્રુ માનવામાં આવે છે. તેમ છતાં, બન્નેમાં ક્યારેય કોઈ વેર ન હતું. બરાબર તે જ રીતે માતા ગૌરીનું વાહનનું સિંહ અને ભગવાન શિવનું વાહન બળદ છે અને બંનેને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે, છતાં પણ બંને સાથે મળીને રહે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *