વિપુલ નારીગરા એ વીપીએલ ની ટીમ સુરત વોરિયર્સ છોડી…..

કાલે રાત્રે 1 વાગ્યે વિપુલ નારીગરા એ ટ્વીટ કરતા કહ્યું કે હું સુરત વોરિયર્સ ટિમ સાથે 2016 થી જોડેલો હતો ટિમ ઓફિશિયલ, અને 2 સીઝન માં મારી સાથે રમેલા તમામ સુરત વોરિયર્સ ના ક્રિકેટરો નો ખુબ ખુબ આભાર.. આમ લખતા જ વિપુલ નારીગરા એ આજે પોસ્ટ ને ઇન્સ્ટાગ્રામ માં પણ પોસ્ટ કરી..

વેલીયન્ટ પ્રીમિયર લીગ ગુજરાત ની બહુ ચર્ચિત ટુર્નામેન્ટ છે જેમાં ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ રમે છે.બૉલીવુડ થી લઈને ક્રિકેટ જગત ના મોટા નામ વીપીએલ સાથે જોડાયેલા છે.. એમાં નું જ એક મોટું નામ એટલે વિપુલ નારીગરા, સીઝન 4 થોડા જ દિવસ માં લોન્ચ થનાર છે ત્યારે અચાનક જ વિપુલ નારીગરા એ સુરત વોરિયર્સ છોડી દીધી છે..

વિપુલ 2 સીઝન થી સુરત વોરિયર્સ ના કેપ્ટન હતો,બંને સીઝન માં ટિમ કાઈ ખાસ પરફોર્મન્સ આપી નોહોતી શકી સીઝન 2આ સેમી ફાઇનલ સુધી ટિમ પોહચી હતી… જ્યારે સીઝન 3 માં ગ્વાલિયર માં કેપ્ટનશિપ છોડી હતી પણ તરત જ તેને કન્ટીન્યુ કર્યો હતો પણ સીઝન 4 પેહલા અચાનક જ છોડવાનું કારણ એ પણ હોય શકે છે કે હવે તે ટિમ બદલવા પણ માંગતો હોય…

ક્રિકેટ માં સારું એવું નામ ધરાવતા વિપુલ ના નામ પર કલબ ક્રિકેટ માં 10મી વિકેટ ની ભાગીદારી નો વર્લ્ડ રેકોર્ડ પણ છે વર્ષ 2017 માં નેપાળ માં પોખરા સામે 16 બોલમાં 40 રન ની જબરજસ્ત ઇનિંગ રમી 10 મી વિકેટ માટે વર્લ્ડ રેકોર્ડ પાર્ટનેરશીપ નોંધાવી હતી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *