મને એ રાત થી જ મારા પતિ પર શક થવા લાગ્યો…હું સુઈ રહી હતી અને મારા પતિ કોઈ ની સાથે…

મારી ઉંમર 33 વર્ષ છે અને મારા લગ્ન ના પાંચ વર્ષ થયા છે. બધું સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં એક એવી ઘટના સામે આવી છે જેનાથી મને ખૂબ મુશ્કેલી આવી રહી છે. મારા પતિ વારંવાર તેમના ફોન લૉક રાખે છે પરંતુ એક દિવસ તેઓ તેમનો ફોન અનલૉક છોડી અને બાથરૂમમાં ગયા.

મેં તેમના ફોનને ઉત્સુકતાથી ઉઠાવી લીધો. જો મેં આ ન કર્યું હોત તો તે સારું હોત … મેં તેમના ફોટા જોયા.ફોટા જોઈને હું આશ્ચર્ય પામી. મેં જોયું કે મારા પતિ હજુ પણ તેની એક ગર્લફ્રેન્ડ સાથે વાત કરે છે અને તેઓ વોટ્સએપ દ્વારા તેમની સાથે વાત પણ કરે છે. જ્યારે મેં આ વિશે મારા પતિને પ્રશ્ન પૂછ્યો તેમણે કહ્યું કે તેઓ બંને મિત્રો છે. તે દિવસ થી મેં મારા પતિ પર શક કરવાનું શરૂ કર્યું.’હવે મારે શું કરવું એ સમજાતું નથી.

બેંગ્લોર માં રહેતી આ યુવતી નો જવાબ મુંબઇ ની એક મનોવૈજ્ઞાનિકે આપ્યો છે.જો તમારા જીવન માં પણ આવું કઈક બનેલું છે,તો તમારે અવશ્ય વાંચવું જોઈએ.

તેણી એ કહ્યું કે તમે કોઈપણ વ્યક્તિ ને વાત કરતા ન રોકી શકો.કેટલાક ખાસ મોકા ઉપર વ્યક્તિ તેના બોયફ્રેન્ડ\ગર્લફ્રેન્ડ સાથે વાત કરે છે.તમારે તમારો સબંધ વિશ્વાસ ઉપર ટકાવી રાખવો જોઈએ.

પોતાના પતિ ના ફોન માં તેની ગર્લફ્રેન્ડ ના ફોટા જોઈને કોઈ પણ પત્ની દુઃખી થઈ શકે છે.પણ સારી વાત તો એ છે કે તેઓ આજે પણ તેને દોસ્ત માને છે અને રહી વાત ફોટો શેર કરવા ની અથવા તો તમારી સાથે આ વાત છુપાવવાની તો તમારા પતિ ને કદાચ એવું લાગયી હશે કે જો એ વાત તમને કરશે તો તમારી લાગણીઓ ને કદાચ ઠેસ પહોંચી શકે.

તમારા મન માં ઘણા પ્રકાર ના પ્રશ્નો ઉદ્દભવવા એ સ્વાભાવિક છે પણ તમારે આ વાત તમારા પતિ સાથે શેર કરવી જોઈએ.તમારા પતિ ના જુના સબંધો અને તેની લાગણીઓ ને ઠેસ ન પહોંચાડવી જોઈએ.આ ઉપરાંત તમારે તેની સાથે સારો સમય પસાર કરવો જોઈએ.તમારે ખુલી ને તેની સાથે આ બાબતે વાત કરવી જોઈએ જે થી બધું સામે આવી જશે.તમે તમારા પતિને તેની જૂની ગર્લફ્રેન્ડ સાથે મળાવવાનું પણ કહી શકો છો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.

Tags:

1 thought on “મને એ રાત થી જ મારા પતિ પર શક થવા લાગ્યો…હું સુઈ રહી હતી અને મારા પતિ કોઈ ની સાથે…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *