મુવી રીવ્યુ:- કાચિંડો (પેરીસ માં શૂટ થયેલી સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ)

રેટિંગ: 4.5/5

સ્ટાર કાસ્ટ:
કૃપા મિશ્રા, મોહસીન શેખ, ભાવિની ગાંધી, રાજ જતાનિયા, ગ્રીવા કંસારા, હિતેશ સંપત, છાયા વોરા

પ્રોડ્યુસર અને ડાયરેક્ટર: ઉર્વીશ પરીખ

ડ્યુરેશન: 2 કલાક 2 મિનીટ

ફિલ્મ નો પ્રકાર: થ્રિલર ,

ભાષા: ગુજરાતી

સ્ટોરી –

“કાચિંડો” મુવી એ  એક સસ્પેન્સ , થ્રીલર મુવી છે જેમાં ફિલ્મ ની વાર્તા ની શરૂવાત એક લગ્ન થી થાય છે જેમાં લજ્જા નામ ની છોકરી લગ્ન કરી તેના પતિ અને પાંચ મહિનાનાં બાળક સાથે પેરિસમાં ખુશીથી રેહતી હતી ત્યાં એક દિવસ ગાડી માં તે લોકો જતા હોય છે ત્યારે ત્યાના ગુંડાઓ સાથે તેમની બોલાચાલી થાય છે અને ત્યાં તેનો પરિવાર ગાયબ થઇ જાય છે ત્યારબાદ તે પેરીસની પોલીસ ઓફિસર ને પોતાની વાત જણાવે છે પણ બધા જ પુરાવાઓ લજ્જાના વિરુદ્ધમાં જ આવે છે ત્યાં થી જ મુવી ની સ્ટોરી ચાલુ થશે…શું છે આગળ નું સસ્પેન્સ અને કોણ છે કાચિંડો એ જોવા તો તમારે સિનેમાઘરો માં જ જવું પડશે

રીવ્યુ


કાચિંડો એ પેરીસ માં બનેલી સૌ પ્રથમ ગુજરાતી મુવી છે.તેમજ ઘણા લાંબા સમય પછી ગુજરાત માં કઈક અલગ કોન્સેપ્ટ પર ફિલ્મ રીલીઝ થઇ છે. ફિલ્મ નું ડાયરેકશન ઉર્વીશ પરીખ દ્વારા ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે.ફિલ્મ ના લેખક બાબુલ ભાવસાર છે.ફિલ્મ નું એડીટીંગ પણ કમાલ નું છે અને પેરીસ નું લોકેશન પણ નયનરમ્ય છે.જે બોલીવુડ મુવી જેવો અહેસાસ અપાવશે.ફિલ્મ માં રાજ જતાનીયા ખુબ જ જામે છે તો ભાવિની ગાંધી પોલીસ ઇન્સ્પેકટર ની ભૂમિકા માં પરફેકટ બંધ બેસે છે. ગ્રીવા સંસાર અને કૃપા મિશ્રા ની એક્ટિંગ પણ ખુબ જ સરસ છે.મોહસીન શેખ ના ડાયલોગ પર તો થીયેટર માં તાળીયો નો અવાજ સંભાળવા મળે છે. તો હિતેશ સંપત અને છાયા વોરા નું કામ પણ ખુબ જ પ્રસંસનીય છે.જેમાં તેમના અનુભવ ની ઝલક પણ જોવા મળશે.ફિલ્મ 2 કલાક નું ભલે હોય પણ એ 2 કલાક ના પૈસા વસુલ છે બોસ…!

ફિલ્મ જોવાય કે નહિ ?

પેરીસ માં બનેલી આ સસ્પેન્સ મુવી ખુબજ રસપ્રદ છે અને ફિલ્મ ના છેલ્લા સીન સુધી તમને એકી ટશે જોવા પર મજબુર કરી દેશે જે દર્શકો કઈક અલગ જ પ્રકાર ની ઘણા સારા કન્સેપ્ટ વાળી ફિલ્મો જોવા માંગે છે તેમણે આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ.

Review By:- Chintan Mehta (C.M)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *