વરસાદના મોસમમાં ચા સાથે બનાવો ફ્રાઇડ પનીર ફિંગર્સ,જાણો પદ્ધતિ

  • Recipe

દેશના ઘણા ભાગો પર ચોમાસુ શરુ થઇ ચુક્યું છે.  ત્ય‍ાં જ દેશના ઘણા વિસ્તારોમાં આશા રાખવામાં આવી છે કે ક્યારે ત્યા વરસાદ વરસશે.જો કે હવામાન વિભાગ નુ માને તો આગામી દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં પણ સારો વરસાદ થશે તેવી શક્યતા છે.વરસાદી વાતાવરણમાં ચાની ચુસકી સાથે કંઇક ક્રિસ્પી અને ચટપટુ ખાવાનુ દરેકનું મન થાય છે.  આમાં આજે આપણે તમને કહીએ છીએ કે ઘરે ક્રિસ્પી પનીર ફિંગર્સ બનાવવાની સરળ રીત.

સામગ્રી120 ગ્રામ ફિંગર શેપ માં કટાયેલી પનીર,10 ગ્રામ આદુંની પેસ્ટ, 5 ગ્રામ લસણની પેસ્ટ,1 લીંબુ, દસ ગ્રામ મલાઈ,રોસ્ટડ બેસન 30 ગ્રામ, 2 ગ્રામ કેશ્મીરી લાલ મરચા પાવડર,10 ગ્રામ ગરમ મસાલો,2 ગ્રામ અજમા,સ્વાદ મુજબ મીઠું અને કાલી મિર્ચ.સાથે કોટિંગ માટે બ્રેડ ક્રમ્બ્સ (બ્રેડ નો ભૂકો) અને તળેવા તેલ.

 મસ્ટર્ડ માયોનીઝ સોસ બનાવવા માટે માયોનીઝ 30 ગ્રામ,ચિલી સોસ જરૂરીયાત મુજબ, 5 ગ્રામ મસ્ટર્ડ સોસ.ગાર્નિશિંગ માટે સબટ રોસ્ટેડ સરસો.મસ્ટર્ડ મેયોનીઝ બનાવવા માટે એક વાનગી માં મેયોનેઝ,મસ્ટર્ડ સોસ,ચિલી સોસ અને થોડો લીંબુનો રસ લો.આ બધાને સારી રીતે મિક્સ કરો.  રોસ્ટેડ સરસો થી તેને મિક્સ કરી દો.

આ રિતે બનાવોકાપેલા પનીરને એક પ્લેટ માં લો.આદું લસણના પેસ્ટને લીંબુના રસથી પનીરની કોટિંગ કરો.લગભગ 15 મિનિટ માટે તેને ફ્રિજ માં રાખો.એક અલગ વાસણ માં મેંદો,રોસ્ટડ બસન,અજમા,કેશ્મીરી મરચી પાઉડર,ગરમ મસાલા અને મીઠું લો.આ બધાને પાણીની મદદ થી સરખુ મિક્સ કરી ઘોળ બનાવો.આ મિશ્રણમાં એક-એક કરીને પનીર ફિંગર નાખો.પછી તેના ઉપર બ્રેડનો ભૂકો નાખો.

કોટિંગ પછી પનીરને ગરમ તેલ માં નાખીને તળતા જાઓ તેને ગોલ્ડન બ્રાઉન બનવા સુધી તેને તળવાનુ છે.કડાઇ માથી કાઢ્યા પછી ફિંગર્સને ટિશૂ પેપર પર રાખો તેથી વધારાનુ તેલ બહાર નિકળી જાય.તૈયાર પનીર ફિંગર્સને મસ્ટર્ડ મેયોનીઝ અથવા મીઠી ચટની સાથે સર્વ કરી શકો છો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *