દુનિયાની કોઇપણ દવા આ લાકડીની તોલે નહી આવે!શરીરમાં આવશે ગજબના બદલાવ

એ વાત તો બધાને ખબર જ હશે કે,જેથીમધ એ મધ નથી પણ એક પ્રકારનો છોડ છે!મહજ થોડો એવો ઉંચો જતો આ છોડ ગુલાબી-જાંબલી રંગના ફૂલ ધરાવે છે.તેના મૂળ સહિત ડાળખીઓ જેવા અંગ ઔષધ તરીકે વપરાય છે.જેથીમધની ડાળખીઓ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.જેઠીમધના ઔષધિય ફાયદાઓ જાણીને તમને થશે કે,ઘરમાં આનો સ્ટોક તો હોવો જ જોઇએ!

Glycyrrhiza Glabra નામક વૈજ્ઞાનિક નામે ઓળખાતું જેઠીમધ લોકપ્રિય ઔષધ છે.મહર્ષિ ચરકે તો એનો પાણી પેઠે ઉપયોગ કરવાનું જણાવેલું છે!લગભગ ભારતભરમાં તેની ખેતી પણ થાય છે.જેઠીમધનું અંગેઅંગ મધુર છે,મધુરાષ્ટકમ્ ના ભગવાન કૃષ્ણની જેમ!તેની નાનકડી ડાળખીઓ બજારમાં સરળતાથી મળી રહે છે.એમાંથી ચૂર્ણ પણ બનાવી શકાય છે.જેઠીમધમાં ગ્લિસરીન નામક તત્વ રહેલું હોઇ,તે ખાંડ કરતાં પચાસ ગણું મધુર છે!વળી,કેલરી ઓછી હોય તે ખાંડ જેટલું નુકસાનકર્તા પણ નથી.

અહીં જાણી લઇએ જેઠીમધના ફાયદાઓ.વાંચીને તમે જરૂરથી એનો ઉપયોગ કરવા લાગશો.શરીર માટે અનેક રીતે લાભદાયી છે જેઠીમધ!

લાગે છે કે,જેઠીમધનું અંગેઅંગ મધુર હોઇ તેના નામમાં “મધ”શબ્દ લાગેલો હશે.સંસ્કૃતમાં તેનો ઉલ્લેખ”મધુયષ્ઠી”તરીકે છે.

એક વાતની ચોખવટ કરવી જરૂરી છે કે,જેઠીમધના મૂળને ચુસવાથી જ લાભ થાય છે નહી કે ખાઇ જવાથી!

મોં સુકાય જતું હોય તો –

ઉનાળામાં અથવા બીજા કોઇ કારણે મોં સુકાય જતું હોય,શુષ્કપણું આવતું હોય તો જેઠીમધ મોંમાં રાખી ચૂસવાથી લાભ થાય છે.કારણ કે,જેઠીમધમાં ૫૦% જેટલું પાણી રહેલું હોય છે જે સૂકાપણાંને દુર કરે છે.

ઉધરસ માટે છે અસરકારક –

જેઠીમધને મોઢામાં રાખી ચુસવાથી લાંબા સમયથી આવતી ઉધરસ જેને સૂકી ખાંસી પણ કહી શકાય તે બંધ થાય છે.

ઉલ્ટી બંધ થાય –

જેઠીમધને મોંમાં રાખીને ચૂસવાથી ઉલ્ટી થતી બંધ થાય છે.ભુખ ન લાગતી હોય તો પણ ભુખ ઉઘડે છે.

એન્ટિબાયોટીક –

એલેકઝાન્ડર ફ્લેમિંગ દ્વારા અકસ્માતે એન્ટિબાયોટીકની શોધ થઇ ગઇ તે દિવસથી આજ સુધી એન્ટિબાયોટીકની માંગમાં સતત વધારો થતો રહ્યો છે.જેઠીમધ એક એન્ટિબાયોટીક જ છે!તે શરીરની અંદર રહેલાં બેક્ટેરીયા સામે લડત આપે છે અને તેનો નાશ કરે છે.

પેટમાં અલ્સર કે હાઇપર એસિડિટી –

હાઇપર એસિડિટી કે અલ્સરને લીધે પેટમાં પીડા થતી હોય તો જેઠીમધના ચૂર્ણનું સેવન કરવાથી ફાયદો થાય છે.આ ઉપરાંત ગળું ખરાબ થાય તો પણ જેઠીમધને ચુસવાથી લાભ થાય છે.

સુંદરતા પણ વધે –

જેઠીમધને ખાવાથી સુંદરતામાં વધારો થાય છે!વાત થોડી આશ્વર્યજનક છે પણ સાચી છે.પાણી સાથે જેઠીમધનું એક ગ્રામ ચૂર્ણ મિક્સ કરીને લેવાથી બાહ્ય સુંદરતામાં વધારો થાય છે.

આ થયા જેઠીમધના ફાયદાઓ.જો કે,જેઠીમધનું પ્રમાણમાં સેવન કરવું જોઇએ.મતલબ કે,અતિશય વધારે સેવન શરીર માટે હાનિપ્રદ છે.એ સાથે આપને જણાવી દઇએ કે,આર્ટીકલ ઉપયોગી લાગ્યો હોય તો આપના જાણીતાઓ સાથે શેર જરૂરથી કરજો જેથી અન્યને પણ આ વાત ઉપયોગી થઇ શકે!

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *