Gujarati TimesLatest News Updates

રોમાંચિત મેચ માં વિપુલ નારીગરા એ છેલ્લા બોલ પર જીત અપાવી

મલેશિયા માં આયોજિત સુપર સિક્સ ચેલેન્જ 2019 માં વેલીયન્ટ એ મૂળ પાકિસ્તાની એક્ટિવ ક્રિકેટ ને 2-1 થી હરાવી સિરીઝ પર કબ્જો કરી લીધો છે.

મૂળ ડુંગર ગામ ના ક્રિકેટર વિપુલ નારીગરા મહત્ત્વ પૂર્ણ મેચ માં પોતાનું મહત્વ નું યોગદાન આપ્યું એક્ટિવ ક્રિકેટ અને વેલીયન્ટ ક્રિકેટ વચ્ચે ચાલી રહેલી સિરીઝ માં બંને ટિમ 1-1 મેચ જીતી ને સિરીઝ માં બરાબરી કરી હતી અને સિરીઝ ની 3જી મેચ નિર્ણય હતી જેમાં વિપુલ નારીગરા બેટિંગ કરવા આવ્યો ત્યારે તેમને 9 બોલ માં 14 રન ની જરૂર હતી ત્યારે એક્ટિવ ક્રિકેટ ના સારા બોલર્સ ની સામે પોતાનું કૌવત દેખાડી 3 વાર ડબલ રન લઈને સ્કોર ટાર્ગેટ થી માત્ર 2 જ રન દૂર રહ્યા હતાને ઓવર ને છેલ્લો બોલ બાકી રહેતા જ ચોકો મારી તેમ ને વિજય અપાવ્યો હતો અને 6 બોલ માં 11રન કર્યા હતા. ત્યારે મેદાન માં રહેલ બધા જ પાકિસ્તાની પ્લેયર દંગ રહી ગયા હતા.

વિપુલ એ જણાવ્યું હતું કે જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે પાકિસ્તાની ક્રિકેટર એ કોમેન્ટ કરી હતી કે ” ઇસકી તો હાઈટ છોટી હૈ સારે પ્લેયર કો ઉપર બુલા લો ” એવું કહી મને ચીડવાવાનો પ્રયત્ન કર્યો હતો પણ મેં મોકા નો ફાયદો ઉઠાવી કવર્સ નો ખેલાડી જે મારા માટે આગળ બોલાવ્યો હતો જે ઉપર થી મેં ચોકો માર્યો હતો અને આમપણ પાકિસ્તાન સામે હોય અને આપણું ભારત ના જીતે એવું કેમ બને.!

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *