Gujarati TimesLatest News Updates

લગ્ન ની વાત નક્કી થતા જ દરેક છોકરી ના મન માં ચાલે છે આ 7 વિચાર, સસુરાલ પક્ષ જરૂર વાંચો

કોઈ પણ છોકરી માટે લગ્ન તેના જીવન નું સૌથી મોટું પરિવર્તન હોય છે. આ એક એવો સમય હોય છે જેના પછી તેની આગળ ની જિંદગી પર તેના પતિ અને સસુરાલ વાળા નો પણ હક હોય છે. એવામાં લગ્ન ને લઈને ઘણી છોકરીઓ નર્વસ થઇ જાય છે. તેમને પોતાના ભવિષ્ય ની ચિંતાઓ સતાવવા લાગે છે. તેમના મન માં ઘણા એવા વિચાર દોડવા લાગે છે જે તેમને વારંવાર આ યાદ અપાવે છે કે ‘યાર આ લગ્ન કરવાનું જરૂરી છે શું?’. લગ્ન લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ. જયારે વાત પોતાનું ઘર છોડીને સસુરાલ જવાનું આવે છે તો બધી છોકરીઓ થોડીક હિચકીચાય છે. એક નવા ઘર માં, નવા પરિવાર માં, નવા લોકો ની વચ્ચે તેને આગળ ની પૂરી જિંદગી કાપવાની હોય છે. એવામાં આજે અમે તમને તે વિચારો ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે છોકરી ના મન માં લગ્ન નક્કી થવા પર ચાલે છે. તેમને જાણીને તમે પણ તેની મદદ કરી શકો છો.

જો છોકરી ના લગ્ન અરેંજ મેરેજ થી નક્કી થયા છે તો તે પોતાના થવા વાળા પતિના નેચર ને લઈને ટેન્શન માં રહે છે. મારા પતિ કેવો હશે, અમારી એકબીજા થી બનશે કે નહિ, શું અમે બન્ને સાથે ખુશ રહીશું? આ બધી વાતો છોકરી વિચારવા લાગે છે.

જયારે હું સસુરાલ જઈશ તો ત્યાં ના લોકો કેવા હશે? મારી સાસુ, દેરાણી, જેઠાણી, નણંદ થી બનશે કે નહિ? આ વિચાર દરેક છોકરી ના મન માં ચાલે છે. લગ્ન પછી છોકરીઓ ને સૌથી મોટું ટેન્શન પોતાના સસુરાલ વાળા ની સાથે એડજસ્ટ થવાને લઈને જ રહે છે.

લગ્ન હતા જ છોકરીઓ ને પોતાની આઝાદી અને બંદિશો નો ડર પણ સતાવે છે. છોકરી ને એક આદર્શ વહુ બનાવવાના ચક્કર માં સસુરાલ વાળા ઘણા પ્રકારની પાબંદીઓ અને નિયમ તેના પર થોપી દે છે. જેમ હંમેશા સાડી પહેરવી, ઘર ના બધા કામ માં માહિર થવાનું, વધારે ફરવાનું નહિ, નોકરી નહિ કરવા દેવી, પુરુષ મિત્રો થી વાતચીત ના કરવી વગેરે. એવામાં આ છોકરી વિચારે છે કે લગ્ન પછી તેની લાઈફ જેલ જેવી ના થઇ જાય.

લગ્ન ની વાત પાકી થયા પછી છોકરીઓ એક સારી વહુ બનવા અને પોતાના માતા પિતા નું નામ સસુરાલ માં રોશન કરવાના વિષે પણ વિચારે છે. તે લગ્ન પછી શું શું રણનીતિ અપનાવશે તેની પ્લાનિંગ પણ કરવા લાગે છે.

લગ્ન શબ્દ સાંભળતા જ છોકરીઓ ને એક ડર આ પણ સતાવે છે કે તેનું મારા કેરિયર પર કોઈ નેગેટીવ પ્રભાવ તો નહિ પડે? હંમેશા તેમના આ ડર રહે છે કે લગ્ન પછી તેમનું કેરિયર પૂરું થઇ શકે છે. તે શહેર ના બહાર નોકરી નહિ કરી શકે, આગળ વધવા માટે તે વર્ક રીલેટેડ તૈયારી નથી કરી શકતી કારણકે તેના ઘર ના કામ પર પણ ધ્યાન આપવાનું હોય છે.

બાળકો ની પ્લાનિંગ કેવી હશે? લગ્ન ના કેટલા વર્ષ પછી હું માં બનવાનું પસંદ કરીશ? આ વાતો પણ છોકરી ના મગજ માં ચાલે છે. સામાન્ય રીતે લગ્ન ના પહેલા બે વર્ષો માં જ માં બનવાનું બહુ ઓછુ છોકરીઓ પસંદ કરે છે.

લગ્ન નક્કી થયા પછી છોકરીઓ પોતાના લગ્ન વાળા દિવસ કયા કપડા પહેરશે અને પછી થી હનીમુન પર ક્યાં જશે આ બધી વાતો પણ વિચારે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *