Gujarati TimesLatest News Updates

આ સોમવાર એ પડ્યો છે આ શુભ સંયોગ, આવી રીતે કરશો શિવજી ની પૂજા તો થશે દરેક મનોકામના પૂરી

આ સોમવાર ને બહુ ખાસ જણાવવામાં આવી રહ્યો છે. આજે બહુ જ શુભ સંયોગ બની રહ્યા છે અને જે આ દરમિયાન ભોલેનાથ ની સાચા મન થી પૂજા અર્ચના કરશે ભગવાન તેની દરેક મનોકામના પૂરી કરશે. જણાવી દઈએ, આજ ના દિવસે ભગવાન ને પ્રસન્ન કરીને ભક્ત લોકો વિશેષ ફળ મેળવી શકે છે.

આજ ના આ મહાસંયોગ ના દિવસે જો પરિણીત લોકો ભગવાન શિવ અને માતા પાર્વતી ની એકસાથે પૂજા અર્ચના કરે છે તો તેમનું વૈવાહિક જીવન હંમેશા સુખદ થશે. જાણકારી માટે જણાવી દઈએ કે શિવજી ને સંખ્યા 3 થી ખાસ લગાવ છે. શિવ ની ઉપાસના પણ મુખ્ય રૂપ થી ત્રણ સ્વરૂપ માં થાય છે. ત્રણે સ્વરૂપો ની પુજા માટે આ સોમવાર ને મહત્વપૂર્ણ જણાવ્યો છે. એવામાં જાણો ભગવાન ના ત્રણ સ્વરૂપો ની ઉપાસના કેવી રીતે કરવામાં આવે.

નટરાજ

દુનિયા માં નૃત્ય, કલા અને સંગીત ના જનક ભગવાન શિવ ને માનવામાં આવે છે. કલા અને નૃત્ય નું પ્રતિક ભગવાન શિવ નું નટરાજ સ્વરૂપ છે. શ્રાવણ ના સોમવાર ના દિવસે ઘર માં સફેદ રંગ ના નટરાજ ની સ્થાપના કરવાનું શુભ માનવામાં આવે છે. તેમની ઉપાસના માટે સફેદ રંગ ના પુષ્પો નો ઉપયોગ કરો. જ્ઞાન, વિજ્ઞાન, કલા, સંગીત, અભિનય ના ક્ષેત્ર માં સફળતા મેળવવા ઈચ્છો છો તો તેમની પૂજા જરૂર કરો.

નીલકંઠ

ભગવાન શિવ નો કંઠ એટલે ગળું નીલા રંગ નું છે. તેના પાછળ એક પૌરાણિક કથા છે. કહેવામાં આવે છે કે માનવતા ની રક્ષા કરવા માટે શિવજી એ એક વખત ઝેર પી લીધું હતું, જેનાથી તેમનો કંઠ ભૂરો એટલે નીલા રંગ નો થઇ ગયો અને ત્યાર થી તેમનું નામ નીલકંઠ પડી ગયું. જો તમે ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો આજ ના દિવસે ભગવાન ના આ સ્વરૂપ ને ધ્યાન માં રાખતા પૂજા-અર્ચના કરો.

મહામૃત્યુંજય

મહામૃત્યુંજય પણ ભગવાન શિવ નું સ્વરૂપ છે. જણાવી દઈએ, ભગવાન ના આ સ્વરૂપ ની પૂજા શ્રાવણ ના સોમવાર એ કરવામાં આવે છે. ભગવાન ના આ સ્વરૂપ ની સાચા મન થી પૂજા કરીને તમે ઉંમર, રક્ષા, સારી તબિયત અને મનોકામનાઓ ની પુર્તી કરી શકો છો. આજ ના દિવસે લાંબી ઉંમર અને પોતાની રક્ષા માટે ભગવાન ના આ સ્વરૂપ ની પૂજા કરો.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *