Gujarati TimesLatest News Updates

બોલિવૂડના આ 6 મુસ્લિમ સ્ટાર્સને છે ભગવાન ગણેશમાં અટૂટ આસ્થા, ફોટા જોઇ આશ્ચર્ય થઇ જશે

જ્યારે વ્યક્તિની આસ્થા ઉપરવાળામાં હોય છે, તો તેના માટે ઇશ્વર અલ્લાહનુ મહત્વ નથી રહેતુ.તે સર્વ ભગવાનને સમાન જાણે છે.તમે ઘણા બધા લોકો જોયા હશે જે મુસ્લિમ હોવા છતા પણ હિંદુ દેવી-દેવીઓમાં માનતા હોય છે અને કેટલાક લોકો હિંદુ હોવા છતા અલ્લાહ માં માનતા હોય છે.આ રીતે જોઇએ તો તે બધા ભગવાન એક જ છે,આપણે માણસોએ જ ધર્મને નામ આપ્યા છે.જ્યારે કોઈ પણ મુસલમાન જ્યારે  હર્ષોલાસ સાથેની હિંદુ પર્વ મનાવતા હોય અથવા પછી કોઇ હિંદુ ઇદ મનાવતા હોય તેનુ બેસ્ટ ઉદાહરણ બોલિવુડ છે. બોલિવૂડમાં ઘણા બધા મુસ્લિમ કલાકારો છે જે હિંદુ મંદિરમાં જાય છે અને હિંદુ તહેવારો પણ ઉજવે છે.કાલે ગણેશ ચતુર્થીનો ૨ સપ્ટેમ્બરે તહેવાર હતો જે બોલિવુડ કલાકારોએ ધૂમધામથી ઉજવ્યો હતો.  આજની આ પોસ્ટમાં અમે તમને કેટલાક મુસ્લિમ  કલાકારો વિશે જણાવીએ છીએ જેની ભગવાન ગણેશમાં અતુટ આસ્થા છે.

સલમાન ખાન

સલમાન ખાન બોલિવુડનો સુપરસ્ટાર છે.તે એક માત્ર એવો કલાકારો છે જે લોકોની સહાય માટે હંમેશા તૈયાર રહે છે.જણાવીએ કે, સલમાન ખાનને હિન્દુ ધર્મમા ખુબ લગાવ છે અને તેના ઘરમાં મંદિર પણ છે.તેમની ફેમિલી બધા જ હિંદુ ફેસ્ટિવલો ખૂબ જ જોશની સાથે મનાવે છે.તમને જાણીને હેરાની થશે કે વર્ષ ૨૦૧૭ માં આવેલી ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ની શુટિંગ દરમિયાન તે છોડીને તે ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરવા ઘરે આવ્યા હતા.

 કટરીના કેફ

હવે આ લિસ્ટમાં આગલા નંબર પર છે બોલિવુડ કલાકાર કટરીના કેફ.કટરીના કોઈ પણ ફિલ્મ રિલીઝ થયા પહેલા મંદિરમાં જઇને ભગવાનના દર્શન અચુક કરે છે.આ વાતથી અંદાજ લગાવી શકાય છે કે ભગવાનમાં તેમની કેટલી આસ્થા છે. મંદિરમાં તેમના ફોટાઓ સો મીડિયા પર પણ વાયરલ હોઇ છે.  મુસ્લિમ કુટુંબથી આવતી કટરીના દર વર્ષ ગણેશ ચતુર્થી પરના પંડાલ જાઇને ભગવાન ગણેશજીના દર્શન કરે છે.

સોહા અલી ખાન

પટૌદિ ખાનદાનની શહઝાદી સોહા અલી ખાન પણ હિંદુ મુસ્લિમથી પરેે છે.તેમણે જણાવીએ કે,તેમણે કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે અને તેઓએ પોતાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ધર્મમાં વિશ્વાસ નથી.જેટલુ તે અલ્લાહને માને છે તેટલુ જ તે ઇશ્વરને પણ માને છે. અનેક વાર તે દેવના મંદિરમાં સ્પોટ થયેલ છે.તે મુંબઈના પંડાલમાં ગણેશજીની પૂજા-પ્રાર્થના કરવામાં આવી હતી.

 શાહરુખ ખાન

બોલીવુડની કિંગ શાહરૂખ ખાન પણ મુસ્લિમ હોવા છતા તેમની ઇશ્વરમાં અતુટ આસ્થા છે.શાહરૂખની પત્ની ગૌરી ખાનના તેના રુમમાં પણ એક મંદિર છે.  તેમના બાળકો બંને ધર્મમાં માનનારા છે.શાહરુખના બંગલા મન્નતમાં પણ દરેક ફેસ્ટિવલ ખૂબ હર્ષો-ઉલ્લાસની સાથે સેલિબ્રેટ થાય છે.દરેક વર્ષે શાહરૂખ તેના ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે.

આમિર ખાન

આમિર ખાન બોલીવુડના એકમાત્ર એવા કલાકાર છે જે મિસ્ટર પરફેક્શનીસ્ટના નામે જાણીતા છે.તે તેમના દરેક કામમાં પરફેક્ટનેસ પસંદગી કરે છે.  તેમની ફિલ્મ સુપરહિટની ગેરેંટી હોય છે.તે વર્ષોમાં એક જ ફિલ્મ બનાવે છે અને તેની ફિલ્મ સુપરહિટ સાબિત થાય છે.આમિર બહુ મોટા સ્ટાર છે તેનાથી તે કરોડો કમાય છે સાથે જ નેક દીલ પણ છે.મુસ્લિમ  પરિવારથી હોવા છતા તેઓ અનેક મંદિરોમાં જતા  હોય છે અને તેઓ દરેક તહેવારો ધૂમધામથી ઉજવે છે.આ ફોટામાં તમે ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના જોઈ શકો છો.

 માન્યતા દત્ત

માન્યતાનું વાસ્તવિક નામ દિલનવાઝ શેખ છે. મુસલમાન કુટુંબની આવેલી માન્યતાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ બદલવાનું ચાલુ રાખ્યું છે.માન્યતા દત્ત બોલિવુડના મશહુર અભિનેતા સંજય દત્તની પત્ની છે.સંજય દત્તના ઘરમાં પણ બધાં હિંદુ તહેવારો ધુમધામથી ઉજવાય છે,માન્યતા દર વર્ષે ગણેશ ચતુર્થીએ તેના ઘરમાં ગણેશજી ની સ્થાપના કરે છે અને તેમની 10 દિવસ સેવા ચાકરી પણ કરે   છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *