આયુષ્માન ભારત કાર્ડ બનાવીને હોસ્પિટલમાં કરાવી શકો છો 5 લાખ સુધી મફત સારવાર,જાણો કઇ રીતે

  • Knowledge

ભારત સરકાર દ્વારા દેશના અનેક સામાન્ય લોકો માટે અનેક યોજનાઓ યોજાઇ હતી અને કેટલીક યોજનાઓમાંની એક યોજના ‘આયુષ્યમાન ભારત યોજના’ છે.આ યોજનાનો એક પ્રકારની સ્વાસ્થ વિમા યોજના છે,જેમા બિમાર થવા પર તમારો હોસ્પિટલનો ચાર્જ સરકાર ચુકવે છે.આ યોજના દેશના ગરીબ લોકો માટે કરવામાં આવી છે.તેનાથી ગરીબ લોકો વગર ચિંતાઅે તેમની બીમારીનુ નિદાન કરાવી શકે.આ યોજનાનો આરંભ થતાં એક વર્ષ થઇ ગયુ છે અને એક વર્ષની અંતર્ગત આ યોજનાની  સાથે દેશના કરોડો કુટુંબો જોડાઈ ગયા છે.

થાય છે 5 લાખનો વિમો

આ યોજના અંતર્ગત સરકારી કુટુંબીજનોને 5 લાખ  જેટલા સુધી કેશલેસ વિમો આપે છે.હજી સુધી દેશમના 10 કરોડ બી.પી.એલ. ધારક પરિવાર આ યોજના સાથે જોડાઇ ગયા છે.આ યોજનાનો મોદી સરકાર દ્વારા વર્ષ 2018 માં પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 14 એપ્રિલ 2018 ના ભીમરાવ અમ્બેડકરની જયંતી પર છત્તીસગઢના બેજપુરન  વિસ્તારમાં નરેન્દ્ર મોદીએ આ યોજનાનો પ્રારંભ કર્યો હતો.

આ યોજનાનો લાભ શું છે?આયુષ્માન ભારત યોજનાનો લાભ કોઈ પણ બી.પી.એલ. ધારક પરિવાર ઉઠાવી શકે છે.આ યોજના અંતર્ગત વધુને વધુ બીપીએલ ધારક પરિવારોને આ યોજના સાથે જોડવાનુ લક્ષ્ય ભારત સરકારનુ છે.આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે  ફક્ત બીપીએલ ધારક કાર્ડ હોવું જોઈએ.જે ગરીબ લોકોની પાસે આ કાર્ડ છે,તે આ યોજનાઓ સાથે જોડાઇ શકે છે.આ યોજનાના ભાગમાં વૃદ્ધ  લોકો પણ શામેલ છે અને વૃદ્ધ લોકો પણ વિમો કરાવે છે.

કેવી રીતે કરશો આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાણઆયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવુ પડે છે રજિસ્ટ્રેશન થયા પછી સિધો જ આ યોજનાનો લાભ મળે.આ યોજના માટેની નોંધણી કરાવવી ખૂબ જ સરળ છે અને જે  લોકોઆ યોજના સાથે જોડાવવા માંગે છે તે લોકોને આ યોજનાથી જોડાયેલી સત્તાવાર માહીતી  વેબસાઇટ પરથી મળી રહે છે.

આયુષ્યમાન ભારત યોજનામાં તમારા નામની નોંધણી કરાવવા તમે સત્તાવાર વેબસાઇટ https://www.pmjay.gov.in/ પર જઇને તેના પર પંજીકરણ કરો. પંજીકરણ કરાવ્યા પછી તમે ટોલ-ફ્રી નંબર 14555 પર કોલ કરો અને પછી તમે આ યોજનામાં તમારું નામ દાખલ કરાવી શકો છો, જે તેની માહિતી મેળવી શકશે નહીં.નામ દાખલ કરાવ્યા પછી ફક્ત 30 રૂપિયામાં તમને આયુષ્માન ભારત કાર્ડ મળે છે અને આ કાર્ડમે લઇને તમે 5 લાખ સુધીની સારવાર કોઇ પણ હોસ્પિટલોમાં કરાવી  શકો છો.

આયુષ્માન ભારત યોજના અંતર્ગત અનેક પ્રકારના ઇલાજો કરવામાં આવે છે અને આ યોજનાઓ હેઠળ કિશોર સ્વાસ્થ યોજના,સંગ્રહક્રમ અને બિન-સંગ્રહક્રમ બમારીઓ, આંખ, નાક, ગળુ, પેટ ડિલીવરી સંબંધિત, નવજાત બાળકોની સુવીધા અને વગરે સેવાઓ શામેલ  છે.
જો કે તમે ફક્ત આ વાતનુ ધ્યાન રાખો કે તમે ફક્ત તે જ હોસ્પિટલોમાં તમારુ ઇલાજ કરાવો કે જે હોસ્પિટલો આ યોજના સાથે જોડાયેલી હોય.જેના  વિશેની માહીતી તમને આ https://www.pmjay.gov.in/ લિંક્સ પર મળી રહેશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *