અમદાવાદ ના Chintan Mehta એ સોશિયલ મીડિયા પર બનાવ્યા 20 પેજ – 1 કરોડ લોકો કરે છે Follow

  • News

લોકો ને સોશિયલ મીડિયા ના માધ્યમ થી અવેરનેસ પહોંચાડવાનું કામ શહેર ની એલ.જે. કોલેજ માં અભ્યાસ કરતા ચિંતન મહેતા એ કર્યું છે.હાલ ચિંતન મહેતા (Chintan Mehta) પાસે પોતાના બનાવેલા 20 પેજ છે જેમાં ટોટલ 1 કરોડ લોકો જોડાયેલા છે.આ સિવાય તેઓની પાસે ફેસબુક વર્લ્ડ બીગેસ્ટ ગ્રુપ ઓન ફેસબુક કરી ને ગ્રુપ પણ છે જ્યાં ઇન્ટરનેશનલ લેવલ પર 1 લાખ 50 હજાર લોકો જોડાયેલ છે.કરોડ થી પણ વધારે લોકો ને ચિંતન મહેતા (Chintan Mehta) પોતાના અલગ અલગ પેજ દ્વારા સોશિયલ અવેરનેસ,કરંટ ઇસ્યુ અને ક્વોટ દ્વારા જોડવાનું કામ કરે છે.

આ અંગે ચિંતન મહેતા એ કહ્યું કે,” 2011 ની સાલ માં 12 માં ધોરણ માં ભણતો હતો ત્યારે મેં જસ્ટ મનોરંજન માટે ‘ગુજરાતી જોક્સ એન્ડ શાયરી’ કરી ને એક પેજ બનાવ્યું હતું જેમાં આજે 1 લાખ 80 હજાર લોકો જોડાયેલ છે.હાલ અનેક વિષયો વાળા 20 પેજ છે જેમાં 1 કરોડ લોકો જોડાયેલા છે.આ પેજ શરૂઆત માં મેં પણ મનોરંજન માટે જ બનાવ્યા હતા પણ વિવિધ ઇવેન્ટ અને પ્રોગ્રામ નું પ્રમોશન કરીને હું સારી એવી ઇન્કમ કમાઈ લઉ છું.” 

Social Media Accounts of Chintan Mehta

Facebook: https://www.facebook.com/ChintanMehtaOfficial/

Twitter: https://twitter.com/ChintanMehtaCM

Instagram: https://www.instagram.com/chintan.mehta/

વોઇસ ઓફ અમદાવાદ 

ચિંતન મહેતા (Chintan Mehta) દ્વારા અમદાવાદ ના ટેલેન્ટ ને બહાર લાવવા માટે હાલજ એક ‘વોઇસ ઓફ અમદાવાદ’ કરી ને પેજ બનાવવામાં આવ્યું છે.જેમાં વિવિધ વિષયો ના તજજ્ઞ વ્યક્તિઓ પોતાના વિચારો અને વાતો વિડિઓ અને લખાણ દ્વારા રજૂ કરે છે.આ પેજ ના માધ્યમ થી ઘણા આર્ટિસ્ટ ને કામ મળતા થયા છે.

પેજ પર બ્લડ ની જરૂર છે એવું લખ્યું અને ડોનર પહોંચ્યો સિવિલ

સોશિયલ મીડિયા દ્વારા કોઈ વ્યક્તિ નો જીવ પણ બચાવી શકાય છે એ અંગેનો એક કિસ્સો શેર કરતા ચિંતન મહેતા (Chintan Mehta) જણાવે છે કે, “મારા ફેસબુક પેજ પર બ્લડ ની જરૂરિયાત છે એવો મેસેજ મુક્યો.મેસેજ મુકતા ની કલાક માં જ કોઈ અનનોન વ્યક્તિ સિવિલ જઈ અને બ્લડ ડોનેટ કરી આવે છે.જે ફેસબુક પેજ ના માધ્યમ થી સિવિલ પહોંચે છે.”

Story Author: Gujarati Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *