આ કારણથી ઘરડા માંબાપને ઘરથી દુર કરે છે છોકરાઓ,માતાપિતા થઇ જાવ સતર્ક કરો આ કામ

દોસ્તો કહેવાય છે કે આજની જિંદગીમાં કોઈને કોઇ પર પણ ભરોસો નથી.ભાઈ ભાઈ નો નથી હોતો.બાળકના તેના માતા પિતાના સગા નથી રહેતા.તમે અેવા ઘણા કિસ્સાઓ જોયા હશે અથવા સાંભળ્યા હશે,કે જેમાં બાળકોઅે તેમના માતાના પિતાને ઘર માથી દુર કર્યા હોય છે.એવામાં તેમને કોઇ વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે અથવા તો પછી તેમેન અેકાલા જ આજીવન રહેવુ પડે છે. વૃદ્ધાવસ્થા અેક અેવો સમય છે જ્યારે માતાપિતાને તેમના બાળકોની સૌથી વધુ જરૂર હોય છે,પરંતુ કેટલાક એવા દગાખોર બાળકો તેમની જવાબદારી થી ફરી જાય છે અને માતાપિતાને કાઢી નાખે છે તે તે ભૂલી જાય છે કે આ જ માતાપિતાઅે તેને મોટો કર્યો છે અને તેમણે જ તેને આ લાયક બનાવ્યો છે.છતા પણ તે તેને દગો આપે છે.

આ કારણોથી બાળકો નથી રહેતા તેમના માતાપિતા સાથે

ચાલો પહેલા તે કારણો જાણીએ કે જેને કારણે બાળકો તેમના માતાપિતાથી અલગ થાય છે અથવા તેમને ઘરમાંથી કાઢી નાખે છે.

– વધુ સમસ્યાઓ બાળકોના લગ્ન પછી શરૂ થાય છે.નવી વહૂનુ તેના સાસુ સસુરથી બનતી ઓછી થઇ જાય છે.રોજ ઘરમાં લડાઈ જગડા થાય છે. તમારા અને બાળકોના વિચારો મેળ નથી થતા. અનેક વાર તમે વધારે અવરોધ કરો છો અથવા તે અઝદીની માંગ કરે છે.આ કેસમાં ભુલો ભલે ગમે તેની હોય પરંતુ કુટુંબમાં દરાર આ નાની નાની ભુલોને કારણે જ આવે છે.

– માંબાપ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેમને ઘણી બિમારીઓ થાય છે.આવામાં તેમને વધુ દેખરેખ અને દવાખાનાઓમાં પૈસા લાગે છે અને તેમની સેવા પણ વધુ કરવી પડે છે.આ સ્થિતિથી બચવા માટે કેટલાક કામચોર અને હરામી બાળકો તેમના માતાપિતાને અલગ કરવાનુ પ્લાનિંગ બનાવવા લાગે છે.

– એક સૌથી મોટુ કારણ પ્રોપર્ટી અને પૈસા પણ છે.કેટલાક બાળકો એવા પણ હોય છે.જેમને એકવાર તેનો કબજો લાગી જાય પછી તેને તેના માતાપિતાની કોઈ જરૂર નથી હોતી.અનેક વખત ભાગ પાડવામાં ટેંશન પણ થઇ જાય છે.

માતા પિતા આ વાતોનુ ધ્યાન રાખો

જો માતાપિતા તેમની વૃદ્ધાવસ્થા આરામથી અને શાંતિથી પસાર કરવા માંગતા હો તો આ પ્રકારની વાતોનુ ધ્યાન રાખો.

– તમારા સ્વાસ્થ પર ધ્યાન આપો. સેહતમંદ રહેવા વ્યાયામ કરો.આ પ્રકારે તમે વૃદ્ધાવસ્થામાં પણ બધુ કામ તમે જાતે કરી શકો છો.તે સાથે સમયે સમયે તમારા શરીરની ચકાસણી પણ કરાવવી જોઇએ.

– તમારી પુરાણી સોચને વદલો અને પુત્ર અને વહુને ઘણી બંધિશનોમાં નહીં રાખો.જો તમે તેના ખાનગી કામોમાં વધારે દખલ અંદાજી નહીં આપો તો તેમને તમારાથી કોઈ દિક્કત નહીં રહે.તમારે અહીં તમારા વિશે થોડુક વિચારવાનુ છે કે બાળકો હવે મોટા થઈ ગયા છે તે પોતે બધુ કરવા સક્ષમ છે.

– કોઈ પણ હાલતમાં તમારી પ્રોપર્ટી પહેલા તમારા બાળકોના નામે ન કરો.તમારી બધી બેંકની ગણતરી અને એટીએમનો જાતે જ ઉપયોગ કરો.જ્યા સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધીમાં સંપૂર્ણ પરિવાર તમારો આદર કરશે.જો તે તમને છોડી પણ દે તો તમે ઘરમાં નોકર ચાકર રાખી શકો છો.તેથી એક મોટી સેવિંગ તમારી વૃદ્ધાવસ્થા માટે બચાવીને રાખો.તે બાળકો ઉપર ખર્ચ ન કરો.તમારુ ઘર હંમેશાં તમારા નામ પર રાખો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *