આજ ના સમય માં દરેક લોકો પોતાના જીવ ની પરવાહ પહેલા કરે છે. બીજા પર તમારા કોઈ નિર્ણય ની શું અસર પડશે તેનો નિર્ણય લેતા વ્યક્તિ હમેશા થી જ પોતાની સેફટી ને પહેલી પ્રાથમિકતા આપે છે. હા કેટલાક લોકો એવા પણ હોય છે જે માણસાઈ નો પરિચય આપતા બીજા ની જિંદગી બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. ઉદાહરણ માટે કેટલાક દિવસો પહેલા એક મહિલા અને તેના બાળકો ને બચાવવા માટે ઓટો વાળો પાણી માં કુદી ગયા હતા. તેને મહિલા નો જીવ તો બચાવી લીધો પરંતુ પોતે ડૂબી ગયો હતો. આ લેખ માં એક અન્ય મામલો ફરી સામે આવ્યો છે જ્યાં એક બસ ડ્રાઈવર એ પોતાના જીવ થી વધારે બસ માં સવાર બધા યાત્રીઓ ની સેફટી ના વિષે પહેલા વિચાર્યું.

TSRTC (તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાંસપોર્ટ કોર્પોરેશન) ના 48 વર્ષીય બસ ચાલક એ માણસાઈ અને પ્રેજન્સ ઓફ માઈન્ડ ની નવી મિસાલ આપી છે. O. Yadaiah નામ ના બસ ડ્રાઈવર 20 ઓક્ટોમ્બર એ બપોર ના દિવસે યાત્રીઓ થી ભરેલ બસ ચલાવી રહ્યા હતા. ત્યારે બપોરે બે વાગીને ત્રીસ મિનીટ પર તેમને હ્રદય નો એટેક આવી ગયો. હદ થી વધારે દર્દ થયા પછી તેને પોતાની ડ્યુટી પૂરી કરવાનો નિર્ણય લીધો અને યાત્રીઓ થી ભરેલ બસ ને સુરક્ષિત મહાત્મા ગાંધી બસ સ્ટેશન પર પાર્ક કરી દીધી. એવું કર્યા પછી તે ત્યાં બેહોશ થઇ ગયા.
ત્યાં હાજર બધા લોકો ડ્રાઈવર ને ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ પણ લઇ ગયા પરંતુ અફસોસ કે ડોક્ટર તેનો જીવ ના બચાવી શક્યા. જાણકારી ના મુજબ કેટલાક બસ ડ્રાઇવર્સ ની હડતાલ ચાલી રહી હતી. એવામાં O. Yadaiah ને તેમની જગ્યાએ થોડાક દિવસો માટે રાખવામાં આવ્યા હતા. આ તેમની ત્રીજી ટ્રીપ હતી પરંતુ તે નહોતા જાણતા કે તેમની છેલ્લી ટ્રીપ પણ હશે.

તે બસ માં હાજર કંડકટર જી. સંતોષ નું કહેવું છે “આ ડ્રાઈવર ની પ્રેજ્ન્સ ઓફ માઈન્ડ હતું જે આટલ બધા લોકો નો જીવ બચી ગયો. તેમની સતર્કતા થી ફક્ત બસ માં હાજર લોકો જ નહિ પરંતુ બસ સ્ટેશન પર બસ ની રાહ જોઈ રહેલ લોકો પણ સુરક્ષિત છે. અમે તેમને દર્દ થી બુમો પાડતા સાંભળી શકતા હતા, પરંતુ તો પણ તેમને બસ ના રોકી અને તેમને સુરક્ષિત રીતે કર્યું.”
જો હ્રદય નો એટેક આવવાના કારણે ડ્રાઈવર બસ પર થી પોતાનું નિયંત્રણ ખોઈ દેતા તો બસ માં બેસેલ યાત્રી અને રોડ પર ચાલી રહેલ લોકો બધાના જીવ જોખમ માં હોતા. બસ ડ્રાઈવર એ ક્યાંય પણ અચાનક રસ્તા વચ્ચે બસ ના રોકી પરંતુ તે તેને સુરક્ષિત પાર્કિગ સુધી લઇ ગયા જેથી રસ્તા પર પાછળ થી આવી રહેલ ત્યાં થી ટક્કર ના થઇ જાય. અહીં ડ્રાઈવર ની પ્રશંસા કરવી પડશે કે હ્રદય નો એટેક આવવા જેવી સ્થિતિ માં પણ તેમને પોતાના જીવ થી વધારે બીજા લોકો ના વિષે વિચાર્યું. ડ્રાઈવર નાં આ વિચાર અને જજ્બા ને આપણી સલામ છે.
આપણે ઈશ્વર થી પ્રાર્થના કરીએ છીએ કે આ દુખ ની ઘડી માં ભગવાન તેમની પત્ની સરિતા અને 18 વર્ષીય દીકરા વેંકટેશ ને શક્તિ આપે. સાથે જ O. Yadaiah ની આત્મા ની શાંતિ ની પ્રાર્થના પણ કરીએ છીએ. આ પુરા મામલા પર તમારી શું સલાહ છે અમને જરૂર જણાવો.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.