દિવાળી પર ફટાકડા ફોડવાનું પડશે મોંઘુ, મોટો દંડ અને જેલ બન્ને થઇ શકે છે

  • News

દિવાળી દેશ નો સૌથી મોટો તહેવાર હોય છે. મુખ્ય રૂપ થી આ પર્વ માં માતા લક્ષ્મી ની પૂજા, ઘર માં સજાવટ અને મીઠા પકવાનો અને આપસી મેલજોલ નું મહત્વ હોય છે. હા કેટલાક લોકો માટે આ ફટાકડા અને રોકેટ વગેરે છોડવાનો અવસર પણ હોય છે. દરેક વર્ષે દિવાળી પર ફટાકડા સળગાવવાના કારણે વાયુ પ્રદુષણ પોતાની ચરમ સીમા પર પહોંચી જાય છે. આ પ્રદુષણ નું આપણા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. ખાસ કરીને દિલ્લી ની વાત કરવામાં આવે તો ત્યાં હાલત બહુ ખરાબ હોય છે. આ વસ્તુ ને મુદ્દે નજર રાખતા સુપ્રીમ કોર્ટ એ વર્ષ 2016 માં દિલ્લી એનસીઆર માં ફટાકડા પર બેન લગાવી દીધી હતી. હા પછી થી તેને હટાવી દીધા હતા. પરંતુ આ વર્ષે સુપ્રીમ કોર્ટ આ બેન ને પુનઃ સ્થાપિત કરી રહી છે. આ નવા નિયમો ના મુજબ તમે ફટાકડા, રોકેટ અથવા આ ટાઈપ ના શોર અને પ્રદુષણ કરવા વાળી વસ્તુ નહી સળગાવી શકો.

હા સરકાર એ આ વાત નો પણ ખ્યાલ રાખ્યો છે કે તમારી દિવાળી ફીકી ના થાય. તેથી તે ‘અનાર’ અને ‘ફૂલજડી’ નો ગ્રેન વર્જન લઈને આવી છે. આ નવા ટાઈપ ની ગ્રીન અનાર ફૂલજડી થી 30 ટકા ઓછુ પ્રદુષણ ફેલાય છે. તેથી તમને દિવાળી પર ફક્ત આ ગ્રીન વર્જન ની ફૂલજડી અને અનાર સળગાવવાની છૂટ રહેશે. આ જે પેકેટ માં આવશે તેના ઉપર સરકાર નો આધિકારિક સ્ટેમ્પ અને QR કોડ પણ રહેશે. એવામાં તમે જયારે પણ દુકાન થી તેને ખરીદો તો આ બન્ને વસ્તુઓ જરૂર દેખો. તેના સિવાય કોઈ પણ પ્રકારના અન્ય ફટાકડા જેના પર સરકારી સીલ ના હોય તેને ખરીદવાનું અથવા વહેંચવાનું બન્ને જ ગેરકાનૂની રહેશે.

દિલ્લી પોલીસ ના પ્રવક્તા એમ.એસ. રંધવા એ જણાવ્યું કે આ દિવાળી ફક્ત ગ્રીન ફટાકડા જ ચાલશે. અમારી ટીમ સતત ફટાકડા વિક્રેતાઓ ના ત્યાં ચેકિંગ કરી રહી છે. જો કોઈ વિક્રેતા ગ્રીન ફટાકડા ના સિવાય કંઇક બીજું વહેંચતું નજર આવ્યું તો તેના ઉપર લીગલ એક્શન લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટ ના સીનીયર એડવોકેટ જીતેન્દ્ર મોહન શર્મા જણાવે છે કે સંવિધાન ના અનુચ્છેદ 21 ના અંતર્ગત સાફ હવા પાણી જીવન ના મૌલિક આધીકત ના તહત આવે છે. એવામાં કોઈ વ્યક્તિ ને વાયુ પ્રદુષિત કરવાનો અધિકાર નથી. તેનાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. લિહાજા આ સરકાર ની જવાબદારી બને છે કે તે લોકો ને સાફ અને સ્વચ્છ પર્યાવરણ આપે. આ કારણ છે કે સુપ્રીમ કોર્ટ એ તેના પર બેન લગાવ્યો છે. ત્યાં એડવોકેટ કાલિકા પ્રસાદ કાળા કહે છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) પ્રદુષણ ફેલાવવા વાળા માણસ ના સામે 3 વર્ષ ની સજા અને 10 કરોડ સુધી નો દંડ લગાવવાનો અધિકાર પણ રાખે છે.

આપણે બધા સારી રીતે આ વાત ને જાણીએ છીએ કે આજકાલ પર્યાવરણ ના શું હાલાત છે. એવામાં દેશ નો સાચો નાગરિક હોવાના કારણે આ આપણું પણ ફરજ બને છે કે આપણે આ દિવાળી પ્રેમ વહેંચીએ ના કે પ્રદુષણ ફેલાવીએ. તેમ પણ દિવાળી પર એન્જોય કરવા માટે પણ ઘણી બધી વસ્તુઓ હોય છે. ફટાકડા દિવાળી નો જરૂરી ભાગ નથી. માતા લક્ષ્મી ની પૂજા જરૂરી છે. તમે તે કરો. જો એવી જ વાયુ ની સ્વચ્છતા બગડતી ચાલી જશે તો તે દિવસ દુર નથી જયારે આપણે બધાને માસ્ક લગાવીને ઘર થી બહાર નીકળવું પડે.

તો શું સુપ્રીમ કોર્ટ ના આ નિર્ણય થી તમે ખુશ છો? શું પુરા દેશ માં ફટાકડાઓ પર બેન લગાવવો જોઈએ? પોતાના જવાબ કોમેન્ટ માં જરૂર આપો.

Story Author: Team Gujarati Times

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *