કોઈ બીજા માટે મુંબઈ ના રસ્તાઓ પર પૌંઆ-પરોઠા વહેંચી રહ્યા છે MBA પાસ આ કપલ, ઈમોશનલ કરવા વાળું છે કારણ

  • Story

ગરીબી થી ટક્કર લેવામાં સરકાર ની સથે જોડાવા અને બુનિયાદી સ્વાસ્થ્ય સેવાઓ ની પહોંચ માં કમી ના ચાલતા, ઘણા લોકો અને ગેર-સરકારી સંગઠન હમણાં ના દિવસો માં આ મુદ્દા ને ઉકેલવા માટે આગળ આવ્યા છે. હવે મુંબઈ ના આ એમબીએ દંપત્તિ ને જ લઇ લો. એમબીએ પાસ આ કપલ મુંબઈ ના રસ્તાઓ પર પૌંઆ-પરોઠા વહેંચી રહ્યા છે. હા તેના પાછળ નું કારણ બહુ ઈમોશનલ કરવા વાળું છે.

એક બહુરાષ્ટ્રીય કંપની માં કામ કરવા વાળા આ ગુજરાતી દંપત્તિ એ બીજા ની મદદ માટે બહુ સારું કામ કર્યું છે. આ દંપત્તિ પૌંઆ, ઉપમા, પરાઠા અને ઈડલી જેવા વ્યંજન વહેંચવા માટે મુંબઈ ના કાંદવાલી સ્ટેશન ના બહાર રોજ સવારે 4 વાગ્યા થી લઈને સવારે 10 વાગ્યા સુધી પોતાનું ભોજન સ્ટોલ લગાવે છે. દ લોજીકલ ઇન્ડીયન ના મુજબ, આ કિયોસ્ક ની સ્થાપના અશ્વિની શેનોય શાહ અને તેમના પતિ એ કરી છે. તે ફૂડ સ્ટોલ તેથી લગાવે છે જેથી તે પોતાની 55 વર્ષીય રસોયા મહિલા ની મદદ કરી શકે. મહિલા ના પતિ પેરાલાઈજડ છે, જેના કારણે તેને ઘરે ઘરે જઈને ખાવાનું બનાવવું પડે છે.

આ કપલ હવે સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મેળવી રહ્યા છે. આ દંપત્તિ તે સમયે ફેમસ થયા જયારે એક ફેસબુક યુઝર દિપાલી ભાટિયા એ તેમના સ્ટોલ પર રોકાઈને કંઇક ખાવા માટે ઓર્ડર કર્યો અને જયારે તેમને તેમના વિષે ખબર પડી તો તેમને પોતાના આ અનુભવ ને સોશિયલ મીડિયા પર શેયર કર્યો.

તેમને પોતાની પોસ્ટ માં લખ્યું-

મુંબઈ ની દોડભાગ ની દુનિયા માં, જ્યાં આપણી પાસે રોકાવા અને વિચારવા માટે કદાચ જ ક્યારેક સમય હોય છે, એવામાં અહીં બે સુપરહિરો છે, જે કોઈ માટે પોતાના થી વધારે વિચારે છે…2 ઓક્ટોમ્બર ની સવારે અમે સારા ખાવાની શોધ માં કાંદીવલી સ્ટેશન ના બહાર પહોંચ્યા. અમે એક નાની સ્ટોલ પર ગયા. અહીં પૌંઆ, ઉપમા, પરાઠા, ઈડલી વહેંચાઇ રહી હતી. સ્ટોલ લગાવવા વાળું કપલ ગુજરાતી પરિવાર થી લાગી રહ્યું હતું. કંઇક ખાધા પછી મેં તેમનાથી પૂછ્યું કે તે આ રીતે રસ્તા પર ફૂડ કેવી રીતે વહેંચી રહ્યા છે? તેના પછી તેમને જે મને જણાવ્યું તેને સાંભળીને હું બહુ ખુશ થઇ.

દિપાલી એ પોતાની પોસ્ટ માં આગળ લખ્યું કે આ કપલ બહુ સારા પરિવાર થી છે. બન્ને એમબીએ પાસ છે અને જોબ કરે છે. તેમને લખ્યું,

આ કપલ સવારે 4 વાગ્યા થી લઈને 10 વાગ્યા સુધી અહીં સ્ટોલ લગાવે છે. તે તેથી કે તેમને જે ખાવા બનાવવા વાળી અમ્મા આવે છે તે 55 વર્ષ ની છે. પતી લકવા ના શિકાર છે અને પૈસા ની કમી ના ચાલતા તે પોતાના પતિ નો ઈલાજ નહોતી કરાવી રહી. એવામાં કપલ એ તેમની મદદ કરવાનું વિચાર્યું. તે અહીં અમ્મા ના બનાવેલ સામાન ને વહેંચે છે. અને આ પૈસા થી તેમની મદદ કરે છે. 10 વાગ્યા થી સ્ટોલ હટાવ્યા પછી તે પોતાની ઓફીસ માટે નીકળી જાય છે.

ન્યુઝ 18 ની રીપોર્ટ ના મુજબ દિપાલી ની આ પોસ્ટ ને અત્યાર સુધી 11,000 થી વધારે લાઈક્સ મળ્યા છે અને 4800 થી વધારે વખત શેયર કરવામાં આવી ચુકી છે. લોકો એ તેમની પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી છે. જેને બધા એ અશ્વિની ની પ્રશંસા કરી અને કહ્યું કે તેમના આ “મહાન કામ માટે….સલામ છે.”

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *