દ્રૌપદી ના આ રાઝ ને જાણીને હેરાન રહી ગયા હતા પાંડવ!, દ્રૌપદી ના આવા રાઝ છે જે બહુ ઓછા લોકો જાણે છે

મહાભારત ની કહાની માં એવું બહુ બધું થયું જેની કલ્પના કરી શકવાનું પણ અશક્ય નહોતું. આ શ્રેણી માં દ્રૌપદી ના પાંચ ભાઈઓ ની પત્ની થવાનું મુખ્ય રીતે દેખવામાં આવી શકે છે. ઈર્ષ્યા, ધન-સંપત્તિ ની લાલચ,માનસિક ભટકાવ, પ્રતિશોધ ની ભાવના, ઘમંડ અને માનસિક દ્વંદ બધા તત્વ આ કહાની માં હાજર છે. મહાભારત ની કહાની અલગ અલગ વિદ્વાન અલગ અલગ રીતે વ્યાખ્યા કરે છે. મહાભારત થી સંબંધીત ઘણી લોકપ્રિય કથાઓ પણ મળે છે. આ શ્રેણી માં એક છે જાંબુલ અધ્યાય જેમાં દ્રૌપદી પોતાના રાઝ નો ખુલાસો કરે છે.

દ્રૌપદી પાંચ પાંડવો ની પત્ની હતી પરંતુ તે પોતાના પાંચ પતિઓ ને એક સમાન પ્રેમ નહોતી કરતી. તે સૌથી વધારે અર્જુન થી પ્રેમ કરતી હતી. પરંતુ બીજી તરફ અર્જુન દ્રૌપદી ને તે પ્રેમ ના આપી શક્યા કારણકે તે કૃષ્ણ ની બહેન સુભદ્રા થી સૌથી વધારે પ્રેમ કરતા હતા.

એક પ્રચલિત કથા ના મુજબ, પાંડવો ના નિર્વાસન ના 12 માં વર્ષ ના દરમિયાન દ્રૌપદી એ એક વૃક્ષ પર પાકેલ જાંબુ ના ગુચ્છા લટકતા દેખ્યા. દ્રૌપદી એ તરત જ તેને તોડી લીધા. જેવું  જ દ્રૌપદી એ એવું કર્યું ભગવાન કૃષ્ણ ત્યાં પહોંચી ગયા. ભગવાન કૃષ્ણ એ જણાવ્યું કે આ ફળ થી એક સાધુ પોતાના 12 વર્ષ નો ઉપવાસ તોડવાના હતા. દ્રૌપદી એ ફળ તોડી લીધા હતા જેનાથી પાંડવ સાધુ ના કોપ નો શિકાર થઇ શકતા હતા. આ સાંભળીને પાંડવો એ શ્રીકૃષ્ણ થી મદદ માંગી.

ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું કે તેના માટે પાંડવો ને વૃક્ષ ના નીચે જઈને ફક્ત સત્ય વચન બોલવા પડશે. ભગવાન કૃષ્ણ એ ફળ ને વૃક્ષ ની નીચે રાખી દીધા અને કહ્યું કે હવે દરેક લોકો એ પોતાના બધા રાજ ખોલવા પડશે. જો દરેક લોકો એવું કરશે તો ફળ ઉપર વૃક્ષ પર પાછા લાગી જશે અને પાંડવ સાધુ ના પ્રકોપ થી બચી જશે.

સૌથી પહેલા શ્રીકૃષ્ણ એ યુધીષ્ઠીર ને બોલાવ્યુ. યુધીષ્ઠીર એ કહ્યું કે દુનિયા માં સત્ય, ઈમાનદારી, સહિષ્ણુતા નો પ્રસાર થવો જોઈએ, જયારે બેઈમાની અને દુષ્ટતા નો સર્વનાશ થવો જોઈએ. યુધીષ્ઠીર એ પાંડવો ની સાથે બધા ખરાબ ઘટનાક્રમ માટે દ્રૌપદી ને જવાબદાર ઠહેરાવી. યુધીષ્ઠીર ના સત્ય વચન કહ્યા પછી ફળ જીન થી બે ફૂટ ઉપર આવી ગયા.

હવે શ્રીકૃષ્ણ એ ભીમ થી બોલવા માટે કહ્યું. સાથે જ કૃષ્ણ એ ભીમ ને ચેતવણી આપી કે જો તે જુઠ્ઠું બોલ્યો તો ફળ બળીને રાખ થઇ જશે. ભીમ એ બધાની સામે સ્વીકાર કર્યો કે ખાવાનું, લડાઈ, ઊંઘ ના તરફ તેની આશક્તિ ક્યારેય ઓછી નથી થતી. ભીમ એ કહ્યું કે તે ધ્રુતરાષ્ટ્ર ના બધા પુત્રો ને મારી દેશે. યુધીષ્ઠીર ના તરફ તેના મન માં બહુ શ્રદ્ધા છે. પરંતુ જે પણ તેની ગદા નું અપમાન કરશે, તે તેને મૃત્યુ ના ઘાટ ઉતારી દેશે. તેના પછી ફળ બે ફૂટ વધારે ઉપર ચાલ્યા ગયા.

હવે અર્જુન નો વારો હતો. અર્જુન એ કહ્યુકે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ મારી જિંદગી થી વધારે મને પ્રિય છે. જ્યાં સુધી હું યુદ્ધ માં કર્ણ ને મારી ના દઉં ત્યાં સુધી મારા જીવન નો ઉદ્દેશ્ય પૂરો નહિ થાય. હું તેના માટે કોઈ પણ રીત અપનાવીશ. ભલે તે ધર્મવિરુદ્ધ જ કેમ ના હોય. અર્જુન એ પણ કંઈ ના છુપાવ્યું.

અર્જુન ના પછી નકુળ અને સહદેવ એ પણ કોઈ રહસ્ય ના છુપાવતા બધું સાચે સાચું કહી દીધું. હવે ફક્ત દ્રૌપદી બચી હતી. દ્રૌપદી એ કહ્યું કે મારા પાંચ પતિ મારી પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, કાન, નાક, મોં અને શરીર) ની જેમ છે. મારા પાંચ પતિ છે પરંતુ હું તે બધા ના દુર્ભાગ્ય નું કારણ છું. હું શિક્ષિત હોવા છતાં વિચાર કર્યા વગર કરેલ પોતાના કાર્યો માટે પછતાઈ રહી છું. પરંતુ દ્રૌપદી ના આ બધું બોલ્યા પછી પણ ફળ ઉપર ના ગયા. ત્યારે શ્રીકૃષ્ણ એ કહ્યું કે દ્રૌપદી કોઈ રહસ્ય છૂપાવી રહી છે.

ત્યારે દ્રૌપદી એ પોતાના પતિઓ ની તરફ દેખતા કહ્યું- હું તમે પાંચ થી પ્રેમ કરું છું પરંતુ હું કોઈ છઠ્ઠા(6) પુરુષ થી પણ પ્રેમ કરું છું. હું કર્ણ થી પ્રેમ કરું ચુ. જાતી ના કારણે તેનાથી લગ્ન ના કરવાનો મને હવે પછતાવો થાય છે. જો મેં કર્ણ થી લગ્ન કર્યા હોતા તો કદાચ મારે આટલા દુખ ના સહન કરવા પડતા. ત્યારે કદાચ મને આ પ્રકારના કડવા અનુભવો થી થઈને ના પસાર થવું પડતું.

આ સાંભળીને પાંચે પાંડવ હેરાન રહી ગયા પરંતુ કોઈ એ કંઈ ના કહ્યું. દ્રૌપદી ના બધા રહસ્ય ખોલ્યા પછી શ્રીકૃષ્ણ ના કહ્યા મુજબ ફળ પાછા વૃક્ષ પર પહોંચી ગયા. આ ઘટના પછી થી પાંડવો ને આ અહેસાસ થયો કે પાંચ બહાદુર પતિઓ ના હોવા છતાં તે પોતાની પત્ની ની જરૂરત ના સમયે રક્ષા કરવા ના પહોંચ્યા. જયારે દ્રૌપદી ને તેમની સૌથી વધારે જરૂરત હતી તો તે ક્યારેય તેના સાથે ઉભા ના થયા.

આં પૌરાણિક કહાની નો એક નિહીતાર્થ આ પણ હોઈ શકે છે કે દરેક લોકો ના કેટલાક રાજ હોય છે જેમને તે પોતાના સુધી સીમિત રાખે છે. ઘણી વખત આ રાજ પોતાના ને ઈજા પહોંચાડવાના ડર થી છુપાવીને રાખવામાં આવે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *