ભૌમવતી અમાસ ના દિવસે કરો આ ઉપાય થઇ જશે પિતૃ શાંત
રાખો વ્રત

ભૌમવતી અમાસ ના દિવસે વ્રત રાખવાથી પિતૃ શાંત થઇ જાય છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરે છે. વિષ્ણુ પુરણ ના મુજબ અમાસ નો ઉપવાસ કરવાથી સુખી જીવન પ્રદાન થાય છે અને પિતૃ દોષ દુર થઇ જાય છે.
પીપળા ની કરો પૂજા

અમાસ ની સાંજે તમે પીપળા ના વૃક્ષ ની પૂજા પણ જુર્ર કરો. પીપળા ના વૃક્ષ ની પૂજા કરતા સૌથી પહેલા એક તેલ નો દીપક પ્રગટાવી દો અને આ તેલ ના દીપક ને પોતાના પિતૃઓ ને સમર્પિત કરો. આ દીપક પ્રગટાવ્યા પછી પીપળા ના વૃક્ષ ની પરિક્રમા કરો અને પીપળા ના વૃક્ષ પર લસ્સી, ચોખા, ફૂલ અને જળ એકસાથે ચઢાવો. આ ઉપાય કરવાથી પિતૃઓ ને શાંતિ મળે છે.
કરો આ મંત્ર નો જાપ

આ દિવસે તમે સવારે સ્નાન કર્યા પછી ‘ॐ पितृभ्य: नम:’ મંત્ર નો જાપ કરો. આ મંત્ર નો જાપ 108 વખત કરવાથી શુભ ફળ મળે છે ને પિતૃ દોષ થી મુક્તિ મળી જાય છે.
કરો હનુમાનજી ની પૂજા

આ વખતે આ અમાસ મંગળવાર ના દિવસે આવી રહી છે. તેથી તમે સાંજ ના સમયે મંદિર માં જઈને હનુમાનજી ની પૂજા કરો અને તેમની સામે તેલ નો એક દીપક પ્રગટાવી દો. હનુમાનજી ની પૂજા કરવાથી પિતૃ દોષ દુર થઇ જાય છે.
કરો દાન

ભૌમવતી અમાસ ના દિવસે દાન કરવાનું પણ લાભદાયક માનવામાં આવે છે. તેથી તમે ભૌમવતી અમાસ ના દિવસે કાળી વસ્તુઓ નું દાન જરૂર કરો અને થઇ શકે તો ગરીબ લોકો ને ભોજન પણ ખવડાવો. એવું કરવાથી પિતૃ શાંત થઇ જાય છે અને દેવું, ઋણ વગેરે થી પણ મુક્તિ મળી જાય છે.
કરો આ પાઠ

ભૌમવતી અમાસ ના દિવસે તમે બે વખત પિતૃ સૂક્ત અથવા પિતૃ સ્ત્રોત નો પાઠ કરી લો. આ પાઠ વાંચવાથી તમારા પિતૃ તમારા થી ખુશ થઇ જશે અને તમારા જીવન માં સુખ શાંતિ બની રહેશે.
આપો સૂર્ય ને અર્ધ્ય

સવારે સ્નાન કર્યા પછી એક તાંબા ના લોટા માં જળ ભરી દો અને આ જળ માં અંદર લાલ ચંદન, ગંગા જળ અને ફૂલ મેળવીને આ પાણી ને સૂર્ય દેવ ને અર્પિત કરો. જળ અર્પિત કરતા સમયે તમે ‘ॐ पितृभ्य: नम:’ મંત્ર નો જાપ કરો.
જળ માં કરો આ વસ્તુઓ પ્રવાહિત

આ દિવસે એક માટી ના લોટા માં ચોખા અને કાળા તલ ભરી લો. પછી આ પાત્ર પર લાલ રંગ નું કપડું લપેટી લો. આ પાત્ર ને તમે કોઈ નદી માં પ્રવાહિત કરી દો અને પોતાના પિતૃઓ થી શાંત થવાની કામના કરો.
ગાય ને ખવડાવો રોટલી

અમાસ ના દિવસે સવારે ગાય ને ગોળ વાળી રોટલી ખવડાવો. ગોળ વાળી રોટલી ના સિવાય તમે કીડી ને લોટ પણ નાંખો. આ ઉપાય કરવાથી પણ પિતૃ શાંત થઇ જાય છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.