મુવી રીવ્યુ:- આ શુક્રવારે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ Diya..The Wonder Girl

રેટિંગ: 4.5/5

સ્ટાર કાસ્ટ:
Diya Patel, Diveyaa Dwivedi, Chandresh Kansara , Suraj Wadhawa, Bhavini Jani, Harish Dagiya, Premal Yagnik, Sonali Nanavati, Vikee Shah, Shivani Pandey, Dev Patel and Krupa Pandya

ડ્યુરેશન: 2 કલાક 14 મિનીટ

ફિલ્મ નો પ્રકાર: Biography

ભાષા: ગુજરાતી

સ્ટોરી –

Diya..The Wonder Girl એ બાયોગ્રાફી છે. ફિલ્મ ની વાર્તા ની શરૂવાતમાં 9 વર્ષ ની દિયા સાથે કેવી ઘટના ઓ બને છે તે બતાવવા માં આવ્યું છે . ત્યાર બાદ કઈ રીતે એક માતા નું દિકરી ના ઉછેર માં કેટલો ફાળો હોય છે એ ખુબ જ સુંદર રીતે બતાવવા માં આવ્યું છે. તે દિયા ને Taekwondo ના ક્લાસ માં મુકે છે પણ આગળ જતા એક ચેમ્પિયનશીપ માં દિયા ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઇ જાય છે. તો શું આગળ જતા સારવાર પછી દિયા ફરી થી ચેમ્પિયનશીપ માં જશે ! કે પછી દિયા ની માતા હાર માની જશે ! હવે જોવા તો તમારે સિનેમાઘરો માં જ જવું પડશે.

રીવ્યુ

Diya..The Wonder Girl એ અમદાવાદ ની 9 વર્ષ ની બાળકી દિયા પટેલ ની બાયોપિક છે. ઘણા લાંબા સમય પછી ગુજરાત માં કઈક અલગ કોન્સેપ્ટ પર ફિલ્મ રીલીઝ થઇ છે. ફિલ્મ નું ડાયરેકશન સુરેશ બિશ્નોઈ દ્વારા ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે.ફિલ્મ નું એડીટીંગ પણ કમાલ નું છે અને લોકેશન પણ નયનરમ્ય છે.ફિલ્મ માં દિયા પટેલ કે જેની આ બાયોપિક છે તે ખુબ જ જામે છે. તો ભાવિની ગાંધી દાદી ની ભૂમિકા માં પરફેકટ બંધ બેસે છે. દિવ્યા અને ચંદ્રેશ ની માતા-પિતા તરીકે ની એક્ટિંગ પણ ખુબ જ સરસ છે. તો દિયા ના કોચ સુરજ વાઢવા એ પણ કોચ ની ખુબ જ સરસ ભૂમિકા નિભાવી છે. દિવ્યા કે જે દિયા ના મમ્મી કિંજલબેન નું પાત્ર ભજવે છે તેમના ડાયલોગ પર તો થીયેટર માં તાળીયો નો અવાજ સંભાળવા મળે છે. તો ચંદ્રેશ કંસારા નું કામ પણ ખુબ જ પ્રસંસનીય છે..ફિલ્મ 2 કલાક નું ભલે હોય પણ એ 2 કલાક ના પૈસા વસુલ છે બોસ…!

ફિલ્મ જોવાય કે નહિ ?

9 વર્ષ ની ગુજરાત ના ગૌરવ સમાન દિકરી દિયા પટેલ પર બનેલી આ ફિલ્મ ખુબ જ રસપ્રદ છે અને અત્યાર ની જનરેશન માં દિકરી ને સેલ્ફ ડિફેન્સ શીખવવું કેટલું જરૂરી છે તે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ છેલ્લા સીન સુધી તમને એકી ટશે જોવા પર મજબુર કરી દેશે જે દર્શકો કઈક અલગ જ પ્રકાર ની ઘણા સારા કન્સેપ્ટ વાળી ફિલ્મો જોવા માંગે છે તેમણે આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ.

Review By:- Chintan Mehta (C.M) & Gautam Patel [Gujaratitimes.com]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *