10 જાન્યુઆરી એ પોષ પૂર્ણિમા ના દિવસે આ સમયે લાગશે ચંદ્ર ગ્રહણ, જાણો શું થશે તેનો તમારા પર પ્રભાવ

  • Story

10 જાન્યુઆરી એ આ વર્ષ નું પહેલું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. ચંદ્ર ગ્રહણ ની સાથે જ 10 જાન્યુઆરી એ પોષ પૂર્ણિમા પણ છે. આ વર્ષે કુલ 6 ગ્રહણ લાગવાના છે. જેમાં થી 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ થશે. પહેલું ચંદ્ર ગ્રહણ 10 જાન્યુઆરી એ લાગશે જે રાત્રે 10:37 વાગ્યા થી શરુ થઇ જશે અને 11 જાન્યુઆરી 2:42 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણ ની અસર 4 કલાક 1 મિનીટ સુધી થવાની છે. ત્યાં આ ગ્રહણ ભારત માં વધારે કરીને ભાગ માં દેખવામાં આવી શકશે.

થઇ જશે મંદિરના કપાટ બંધ

10 જાન્યુઆરી એ ચંદ્રગ્રહણ નું સુતક 12 કલાક પહેલા થી જ શરુ થઈ જશે. જેના કારણે સવાર થી જ મંદિરો ના કપાટ બંધ કરી દેવામાં આવશે. સાથે જ કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય નહિ કરવામાં આવે. 11 જાન્યુઆરી ની રાત્રે ગ્રહણ પૂરું થયા પછી જ મંદિર ના કપાટ ખોલવામાં આવશે. જેના પછી લોકો મંદિરો માં આવીને વસ્તુઓ નું દાન કરી શકશો. ઘણા લોકો દ્વારા પૂર્ણિમા ના દિવસે મંદિર માં ચોખા, દાળ, ગોળ અને તલ ચઢાવવામાં આવે છે.

10 જાન્યુઆરી 2020એ લાગવા વાળા ચંદ્ર ગ્રહણ નો સમય

  • ગ્રહણ લાગવાનો સમય: 10 જાન્યુઆરી ની રાત્રે 10:37 થી 11 જાન્યુઆરી એ 2:42 સુધી
  • ક્યાં દેખાઈ આવશે ચંદ્રગ્રહણ: ભારત, આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓસ્ટ્રેલીયા

પોષ પૂર્ણિમા 2020

10 જાન્યુઆરી એ પોષ પૂર્ણિમા છે અને પોષ પૂર્ણિમા ના દિવસે પવિત્ર નદીઓ માં સ્નાન કરવાની પરંપરા છે. પોષ પૂર્ણિમા ના દિવસે સ્નાન કર્યા પછી દાન આપવાનું બહુ મોટું મહત્વ માનવામાં આવે છે. હા આ વખતે ગ્રહણ પુરા થયા પછી જ પવિત્ર નદીઓ માં સ્નાન કરવામાં આવશે.

ના કરો આ કામ

ચંદ્રગ્રહણ લાગવાનું શાસ્ત્રો માં શુભ નથી માનવામાં આવતું અને ગ્રહણ ના દરમિયાન ઘણા પ્રકારની વસ્તુઓ ની સાવધાની રાખવી પડે છે. તેથી તમે પણ ચંદ્રગ્રહણ ના દિવસે નીચે જણાવેલ વાતો નું વિશેષ ધ્યાન રાખો.

ચંદ્રગ્રહણ ના દરમીયાન પોતાના પૂજાઘર ને કપડા થી ઢાંકી દો અને પૂજા ના કરો.

ચંદ્રગ્રહણ લાગવા પર બિલકુલ ના ઊંઘો અને ભગવાન ના નામ નો જાપ કરો.

ગર્ભવતી મહિલાઓ ચંદ્ર ગ્રહણ ના દરમિયાન ધાર્મિક ગ્રંથો ને વાંચો અને ચંદ્રગ્રહણ પૂરું થયા પછી સ્નાન જરૂર કરો. સ્નાન ના પાણી માં ગંગા જળ ના કેટલાક ટીપા પણ મેળવો.

ચંદ્રગ્રહણ ના સમયે દરેક વસ્તુ અપવિત્ર થઇ જાય છે. તેથી ગ્રહણ દુર થતા જ પોતાના પુરા ઘર માં ગંગાજળ નો છીડકાવ કરો. જેથી ઘર બીજી વખત પવિત્ર થઇ જાય. તેના સિવાય ભગવાન ની મૂર્તિઓ પર પણ ગંગાજળ નો છીડકાવ કરો.

ગ્રહણ પૂરું થયા પછી ઘઉં, ચોખા અને ગોળ જેવી વસ્તુઓ નું દાન પણ કરવું જોઈએ.

ગ્રહણ વાળા દિવસ જ પોષ પૂર્ણિમા છે. તેથી તમે આ દિવસે ખીર બનાવીને તેનું દાન પણ કરો. ખીર બનાવતા સમયે તેમાં એક તુલસી નું પાંદડું પણ નાંખી દો. જેથી ગ્રહણ ના કારણે ખીર અપવિત્ર ના થાય.

લાગવાના છે કુલ 4 ચંદ્રગ્રહણ

આ વર્ષે કુલ 4 ચંદ્રગ્રહણ લાગવાના છે જેમાંથી પહેલું ગ્રહણ 10 જાન્યુઆરી 2020 ના દિવસે લાગી રહ્યું છે, બીજું ગ્રહણ 5 જુન 2020, ત્રીજું ગ્રહણ 5 જુલાઈ 2020 અને ચોથું ગ્રહણ 30 નવેમ્બર, 2020 એ લાગશે. તેના સિવાય વર્ષ 2020 માં કુલ 2 સૂર્યગ્રહણ પણ થવાના છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *