ગુરુવાર ના દિવસે આ કાર્યોને કરવાનું માનવામાં આવે છે વર્જિત, તેમને કરવાથી થઇ શકે છે જીવન બરબાદ

હિંદુ ધર્મ માં દરેક દિવસ નું વિશેષ મહત્વ હોય છે અને દરેક દિવસે કોઈ ને કોઈ દેવતા થી જોડાયેલ હોય છે. ગુરુવાર નો દીવસ વિષ્ણુજી નો દિવસ માનવામાં આવે છે અને શાસ્ત્રો ના મુજબ આ દિવસે ભૂલથી ન નીચે જણાવેલ કાર્યોને ના કરવા જોઈએ. આ કાર્યોને કરવાથી જીવન પર ખરાબ પ્રભાવ પડે છે અને કોઈ પણ કામ માં સફળતા નથી મળતી.

ગુરુવાર ના દિવસે ભૂલથી પણ ના કરો આ કાર્ય-

શેવિંગ ના કરો

ગુરુવાર ના દિવસે શેવિંગ કરવાનું ઉચિત નથી માનવામાં આવતું અને એવું કરવાથી ગુરુ ગ્રહ નબળો થઇ જાય છે. શેવિંગ ના સિવાય આ દિવસે વાળ કાપવાનું પણ શુભ નથી માનવામાં આવતું. શાસ્ત્રો ના મુજબ ગુરુવાર ના દિવસે વાળ કાપવાથી ગરીબી આવે છે અને ધનહાની થવા લાગી જાય છે. તેથી તમે ભૂલથી પણ આ દિવસે શેવિંગ અથવા પોતાના વાળ ના કાપો.

નખ કાપવા

જે બીજું કામ ગુરુવાર ના દિવસે કરવાનું નિષેધ માનવામાં આવે છે તે નખ કાપવાના છે. ગુરુવાર એ નખ કાપવાથી ઘર ના લોકો ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને પરિવાર ના સદસ્ય બીમાર રહે છે. તેના સિવાય ધન હાની પણ થાય છે અને ઘર નો માહોલ સદા અશાંત રહે છે.

વાળ ધોવાનું

ગુરુવાર એ મહિલાઓ ને વાળ બિલકુલ ના ધોવા જોઈએ. એવું કરવાથી પતિ અને સંતાન ની તબિયત પર ખરાબ અસર પડે છે. ગુરુ ગ્રહ સંતાન અને પતિ ના કારક હોય છે. તેથી આ દિવસે વાળ ધોવાથી સંતાન અને પતિ બન્ને ના જીવન પર ખરાબ અસર પડે છે.

પોતું લગાવવું

આ દિવસે ઘર માં પોતું લગાવવાથી લક્ષ્મી માં નારાજ થઇ જાય છે અને જીવન માં ગરીબી આવી જાય છે. તેના સિવાય ઘર ના બાળકો ને કોઈ પણ કાર્ય માં સફળતા નથી મળતી. આ કારણ છે કે આ દિવસે ઘર માં પોતું લગાવવાનું વર્જિત માનવામાં આવે છે.

ગુરુવાર ના દિવસે કરો આ કાર્ય-

શાસ્ત્રો ના મુજબ ગુરુવાર ના દિવસે જો આ ચાર કાર્ય કરવામાં આવે તો ઉત્તમ ફળ ની પ્રાપ્તિ થાય છે.

કરો કેળા ના વૃક્ષ ની પૂજા

આ દિવસે કેળા ના વૃક્ષ ની પૂજા કરો. કેળા ના વૃક્ષ ની પૂજા કરતા વૃક્ષ પર હલ્દી અને ગોળ ચઢાવો અને એક દીપક પ્રગટાવી દો. આ ઉપાય કરવાથી દરેક પરેશાની દુર થઇ જાય છે.

હલ્દી ના પાણી થી નહાઓ

ગુરુવાર ના દિવસે હલ્દી ના પાણી થી નહાવાથી શરીર રોગ મુક્ત રહે છે. સાથે જ જે લોકો ના લગ્ન નથી થઇ રહ્યા હોતા તેમને જલ્દી જ સાચા જીવનસાથી મળી જાય છે.

કરો પીળી વસ્તુઓ નું દાન

ધન નુક્શાન અથવા વ્યાપાર માં હાની થવા પર તમે આ ઉપાય કરો. આ ઉપાય ને કરવાથી ધનલાભ થવા લાગી જશે. ઉપાય ના તહત ગુરુવાર ના દિવસે પીળી રંગ ની વસ્તુઓ જેવી કેળા અને હલ્દી નું દાન કરો. સાથે જ સાંજ ના સમયે પીપળા ના વૃક્ષ ની પૂજા પણ કરો અને વૃક્ષ ના સામે બે ઘી ના દીપક પ્રગટાવો. આ ઉપાય ની મદદ થી લક્ષ્મી માં પ્રસન્ન થઇ જશે અને ધનલાભ થશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *