Gujarati TimesLatest News Updates

ડ્રેસ ની સાઈઝ પૂછવા પર દિશા પટાની એ આપ્યો મજેદાર જવાબ, કહ્યું આવું

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટાની ને હવે કોઈ ઓળખાણ ની મોહતાજ નથી. તાજેતરમાં જ તેમની ફિલ્મ મલંગ રજૂ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. દિશા પટાની ની સુંદરતાની વાતો ચારે બાજુ ફેલાવા લાગી છે. દિશાને તો ‘નેશનલ ક્રશ’ નો ટેગ પણ મળી ગયો છે. અભિનેત્રી આવ્યા દિવસે પોતાની ફિટનેસ અને લુકને કારણે ચર્ચામાં રહે છે.

તાજેતરમાં અભિનેત્રી મેહરુન કલરના બોડીકોન ડ્રેસમાં દેખીએ આવી હતી. ફિલ્મ ‘મલંગ’ ની સક્સેસ પાર્ટીમાં તેમને આ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં દિશાના ઘણા ફોટા વાયરલ થયા હતા. દિશાના આ ફોટા ફેંસ ને પણ ગમ્યા. તેમને ફોટા પર કોમેન્ટ્સ નો વરસાદ કરી દીધો હતો. દિશાએ આ ફોટા ને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યું હતું. ફિલ્મી સ્ટાર્સે પણ દિશાના ફોટા ને પસંદ કર્યો અને સાથે જ કોમેન્ટ પણ કરી હતી, પરંતુ સૌથી મજાની કોમેન્ટ ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફની તરફ થી આવી.

દિશા અને ટાઇગર પોતાના રિલેશનશિપ માટે સતત ચર્ચામાં બની રહે છે. જોકે, બંને એ પ્બ્લીકલી અફેયર ની વાત ને સ્વીકાર નથી કર્યો, પરંતુ દિશા ની બોન્ડીંગ ટાઇગર અને તેમના પરિવાર થી સ્પષ્ટ કરે છે કે બંને વચ્ચે કંઇક ને કંઇક જરૂર પાકી રહ્યું છે. દિશા ઘણી વખત ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ અને તેમની માતા સાથે પણ દેખવામાં આવે છે.

તાજેતરમાં દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે, તેમાં તે ખૂબ જ હોટ દેખાઈ રહી છે. 25 લાખ થી વધારે લોકો અત્યાર સુધી આ ફોટા ને 25 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. જોકે, બધા એ ફોટા પર સારા સારા કોમેન્ટ્સ કરી, પરંતુ કૃષ્ણા ના કોમેન્ટ્સ એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કૃષ્ણાએ દિશા ના ફોટા પર કોમેન્ટ કરી હતી, “આ ડ્રેસ ઓર્ડર કર્યો હતો પણ આવ્યો નથી.” તમે કઇ સાઇઝ પહેરી છે? ”.

કૃષ્ણા ની આ કોમેન્ટ ની દિશાએ પણ એક રમૂજી જવાબ આપ્યો. તેમનાઅ આ જવાબ ને વાંચીને ફેંસ નો હસતા-હસતા ખરાબ હાલ થઇ ગયો હશે. દિશાએ લખ્યું કે, “મેં XS (એક્સ્ટ્રા સ્મોલ) પહેર્યું છે. પણ હું તમને એસ (નાનો) સજેસ્ટ કરીશ. તેમાં શ્વાસ લેવાનું એ ફક્ત વૈકલ્પિક છે.” દિશાની આ મજેદાર કોમેન્ટ તેમના ફેંસ ને ખૂબ પસંદ આવી રહ્યું છે.

તાજેતરમાં દિશા તે સમયે ચર્ચામાં આવી હતી ત્યારે તેના બોડીગાર્ડએ મીડિયા પર્સન ની સાથે દુષ્કર્મ કર્યું. ખરેખર, રેસ્ટોરેન્ટ ના બહાર ફોટો લેતા સમયે એક ફોટોગ્રાફર દિશાની ખૂબ નજીક આવ્યો અને બોડીગાર્ડ ફોટોગ્રાફરને દૂર કરવાના ચક્કર માં બોડીગાર્ડ ને ગુસ્સો આવી ગયો. તેણે ફોટોગ્રાફર ના સાથે ધક્કામુક્કી કરી દીધું. આ દરમિયાન દિશા સાથે તેમના મિત્રો પણ હાજર હતા. દિશા અન્ય મીડિયા પર્સન ને પોઝ આપતા પોતાની ગાડી માં બેસીને ત્યાં થી નીકળી ગઈ. આ વાત માટે તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં તે સલમાન ના સાથેની ફિલ્મ    ‘રાધે’ માં જોવા મળશે. આ પહેલા તે સલમાન ના સાથે ફિલ્મ ‘ભારત’ માં કામ કરી ચૂકી છે. આ સિવાય દિશા આશિમા છીબરની ફિલ્મ ‘KTina’ માં જોવા મળશે. તાજેતરમાં દિશાએ ફિલ્મ થી દિશા નો લુક આઉટ થયો હતો, જેને ફેંસ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ વર્ષે આ ફિલ્મ સિનેમાઘર માં દસ્તક આપશે. હમણાં ફિલ્મની રિલીઝની ડેટ સામે નથી આવી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *