કોરોના બચાવ: 3 મિનીટ માં જ ઘર માં બનાવવામાં આવી શકે છે હેન્ડ સેનેટાઈજર જેલ, જાણો તેને બનાવવાની વિધિ

કોરોના વાયરસનો આતંક આખી દુનિયામાં ફેલાયેલો છે અને આ વાયરસથી બચાવવા માટે સતત તમારા હાથ સાફ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, આ વાયરસથી પોતાને બચાવવા માટે, તમારા હાથની વિશેષ કાળજી લો અને દર 20 મિનિટમાં સાબુથી પોતાના હાથ ને સાફ કરો. સેનિટાઇઝર એ સાબુને બદલે હાથ સાફ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ પણ છે. પરંતુ એકદમ થી સેનિટાઈઝરની વધતી માંગને કારણે સેનિટાઇઝર્સ બજારમાં નથી મળી રહ્યા. જેના કારણે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. જો તમને પણ સેનિટાઈઝર નથી મળી શકી રહ્યા. તો તમે પોતે જ ઘર માં સેનિટાઈઝર બનાવી લો. સેનિટાઈઝર બનાવવાનું બહુ જ સરળ છે. તો આવો જાણીએ કઈ રીતે તમે ઘર માં સેનિટાઈઝર બનાવી શકો છો.

એલોવેરા જેલ સેનેટાઈજર બનાવવાની પ્રક્રિયા-

આ વસ્તુઓ ની જરૂરત હશે-

1. આઇસોપ્રોપીલ આલ્કોહોલ

2. એલોવેરા જેલ

3. ટી ટ્રી ઓઈલ

એલોવેરા જેલમાં આઇસોપ્રોપીલ આલ્કોહોલ ઉમેરો. આ મિશ્રણમાં એલોવેરા પાણીની માત્રા એક ભાગ હોવી જોઈએ અને આઇસોપ્રોપીલ આલ્કોહોલ ત્રણ ભાગોમાં હોવું જોઈએ. આ મિશ્રણને સુગંધિત બનાવવા માટે, તેમાં થોડુંક ટી ટ્રી ઓઈલ મેળવી લો. તમને માર્કેટ માં ટી ટ્રી ઓઈલ સરળતાથી મળી જશે. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. આ ત્રણ વસ્તુઓને મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં નાંખી લો અને જ્યારે જરૂરત પડે ત્યારે તેનો ઉપયોગ કરો.

ગ્લિસરોલ સેનિટાઈઝર બનાવવાની પ્રક્રિયા –

આ વસ્તુઓ ની જરૂરત હશે-

આઇસોપ્રોપીલ આલ્કોહોલ

ગ્લિસરોલ

હાઇડ્રોજન પેરોક્સાઇડ

નિસ્યંદિત પાણી

આઇસોપ્રોપીલ આલ્કોહોલમાં બે ચમચી ગ્લાયસીરોલ ઉમેરો. તેના પછી એક ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ચોથાઈ નિસ્યંદિત પાણી ઉમેરો. આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ થી સુગંધ આવી શકે તેના માટે તમે તેમાં એસેંશીયલ ઓઈલ પણ ઉમેરી શકો છો. આ સોલ્યુશન ને સ્પ્રે બોટલમાં ભરી દો અને તેને સેનિટાઈઝર તરીકે વાપરો.

યાદ રહે કે સેનિટાઇઝર બનાવતા સમયે તમારે તેમાં આલ્કોહોલ નો પ્રયોગ જરૂર કરો. કારણ કે આલ્કોહોલની મદદથી જ આ વાયરસને નાબૂદ કરી શકાય છે. સેન્ટર્સ ફોર ડીજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ની તરફ થી કરેલ એક રીસર્ચ માં પણ આ માનવામાં આવ્યું છે કે સેનિટાઇઝર ત્યારે જ અસરકારક છે જ્યારે તેમાં ઓછામાં ઓછું 60 ટકા આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. જો કે, ઘણી કંપનીઓ સેનિટાઇઝર બનાવવા માટે 99 ટકા આઇસોપ્રોપીલ આલ્કોહોલનો ઉપયોગ પણ કરે છે.

રાખો આ સાવધાની

સેનિટાઇઝરનો ઉપયોગ ત્યારે કરો જયારે તમારા હાથમાં ગંદકી અથવા
ધૂળ ન હોય. કારણ કે ગંદા હાથ પર સેનિટાઇઝર લગાવવાનો કોઈ ફાયદો નથી થતો.

જ્યારે પણ તમે બહાર જાવ ત્યારે કંઈપણ ખાતા પહેલા સેનિટાઇઝરનો
ઉપયોગ કરો.

લોકો થી હાથ મળાવવાથી ટાળો અને અંતર બનાવીને જ રાખો.

જ્યારે પણ તમે ભીડવાળી જગ્યા પર જાઓ ત્યારે માસ્ક જરૂર લગાવો.

ઘરે આવ્યા પછી પોતાના સૌથી પહેલા પોતાના હાથો ને સાબુથી હાથ ધોઈ લો. કારણ કે આ વાયરસ ફક્ત હાથ દ્વારા શરીરની અંદર વધુ પ્રવેશ કરે છે.

ત્રણ વર્ષથી નાના બાળકો ને સેનિટાઇઝર ના લગાવો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *