Gujarati TimesLatest News Updates

80 ના દશક નો સૌથી મોંઘો ટીવી શો હતો ‘રામાયણ’, તે સમય માં કંઇક આ પ્રકારે થતી હતી તેની શુટિંગ

વર્ષ 1986 માં દુરદર્શન પર રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત શો ‘રામાયણ’ ની લોકપ્રિયતા જેટલી હતી તેટલી આજ સુધી કોઈ સીરીયલ ને નથી મળી. જ્યાં આજ ના સમય માં તમામ આધુનિક ટેકનીક ના દ્વારા કોઈ ફિલ્મ અથવા શો ને મનોરંજન થી ભરપુર બનાવવામાં આવે છે ત્યાં તે સમય માં આ ટેકનીકોના વિષે કદાચ જ કોઈ જાણતું હોય. પરંતુ તો પણ શો માં એવી-એવી ટેકનીક નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેથી આ શો તે સમય માં પણ બધાનો ફેવરેટ રહ્યો છે. પરંતુ તે સમય માં તેનું શુટિંગ કેવી રીતે થતું હતું આ જાણો છો તમે?

આ પ્રકારે થતી હતી ‘રામાયણ’ ની શુટિંગ

રામાનંદ સાગર નો હીટ અને ક્લાસિક રામાયણ નો જલવા દરેક લોકો જાણે છે. આ એક એવી સીરીયલ હતી જે દેખવા માટે ગલીઓ અને રસ્તાઓ સુનસાન થઈ જતી હતી. આ તે સમય હતો જયારે રામાનંદ સાગર એ ટીવી પર પોતાનું ડેબ્યુ કર્યું હતું અને તે સમયે આં નહોતું વિચાર્યું કે તેમની તેમની આ સીરીયલ ઈતિહાસ રચી દેશે. આ સીરીયલ ને એવી લોકપ્રિયતા મળી જ્યાર થી દુનિયાભર માં તેના કલાકારો ની પૂજા થવા લાગી હતી. આજે ટીવી ની દુનિયા ઘણી તરક્કી કરી ચુકી છે અને ટેકનોલોજી ની દુનિયા માં પણ નવી નવી વસ્તુઓ આવી છે જેની મદદ થી કોઈ પણ સીન ને દમદાર બનાવવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે રામાયણ ના યુદ્ધ માં કોમ્પ્યુટર વગર ગ્રાફિક્સ થી તે સીન્સ ને કેવી રીતે તૈયાર કરવામાં આવતા હતા? યુદ્ધ ના દ્રશ્યો ને અસલી બનાવવા માટે લગભગ 2 હજાર લોકો ને બોલાવવામાં આવ્યા હતા. રામાયણ ની શુટિંગ ગુજરતા ના અંબરગામ માં થઇ હતી અને યુદ્ધ ના દ્રશ્યો ને ફિલ્માવવા માટે અંબરગામ થી લઈને અમદાવાદ સુધી ના બધા જુનીયર આર્ટીસ્ટસ ને બુલાવા મોકલવામાં આવ્યા. વર્ષ 2016 માં મોતી સાગર દ્વારા આપેલ એક ઈન્ટરવ્યું માં આ વાત નો ખુલાસો થયો. 80ના તે સમય માં રામાયણ ટીવી નો સૌથી મોંઘો શો રહ્યો અને મોતી સાગર ના મુજબ, એક એપિસોડ માટે 9 લાખ રૂપિયા નો ખર્ચ કરવામાં આવતા હતા.

‘રામાયણ’ ના બધા કિરદાર એટલા લોકપ્રિય થયા હતા કે તેમને આજે પણ લોકો તે કિરદાર થી ઓળખે છે. અરુણ ગોવિલ દ્વારા શ્રીરામ અને દીપિકા ચીખલીયા દ્વારા સીતા માતા નો કિરદાર લોકો ને એટલો પસંદ આવ્યો હતો કે દર્શક તેમને મળવા પર આ કિરદાર થી બોલાવતા હતા. ત્યાં વિભીષણ થી લઈને રાવણ અને લક્ષ્મણ સુધી ના કિરદાર ને એટલો મશહુર બનાવી દીધો હતો કે તેમને બીજા શો ને કરવાની જરૂરત જ ના પડી. અરુણ ગોવિલ દ્વારા આપેલ એક ઈન્ટરવ્યું માં તેમને જણાવ્યું હતું કે રામાનંદ સાગર એ પહેલા અરુણ ગોવિલને રામ ના કિરદાર માટે રીજેક્ટ કરી દીધા હતા.

તેમને ભરત નો રોલ ઓફર થયો હતો પરંતુ તે રામ નો કિરદાર જ કરવા ઇચ્છતા હતા. તેથી તેમને શો ને કરવાથી મનાઈ કરી દીધી અને જીદ માં બેસી ગયા કે જો રામાનંદ સાગર તેમને રામ ના કિરદાર માટે બોલાવશે ત્યારે તે આવશે. પછી થી રામાનંદ સાગર એ તેમને ફોન કરીને બોલાવ્યા અને રામ નો જ રોલ ઓફર કર્યો. તેના પછી અરુણ ગોવિલ દરેક લોકો માટે શ્રીરામ જ બની ગયા અને તેમને પોતાની છબી થી બહાર નીકળવાની તક ના મળી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *