500 ની નોકરી અને 18 વર્ષ ની ઉંમર માં લગ્ન, પરંતુ આજે આવી છે ખુબસુરત શ્વેતા તિવારી ની લાઈફ સ્ટાઈલ

ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારી ને આજના સમયમાં બધા લોકો જાણે છે. શ્વેતા તિવારીએ એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી જિંદગી’ માં પ્રેરણાની ભૂમિકા ભજવીને તમામ લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું હતું. ઘણા લોકો આજે પણ શ્વેતા તિવારીને પ્રેરણા ના નામથી ઓળખે છે. શ્વેતા તિવારીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શ્વેતા તિવારીએ ખૂબ જ નાની ઉંમરે કામ શરૂ કર્યું હતું. તેમને પ્રથમ નોકરી ફક્ત 12 વર્ષની ઉંમરે કરી હતી. તેમને ટ્રાવેલ એજન્સીમાં પહેલું કામ કર્યું.

જેના માટે તેમને મહિનામાં ₹ 500 મળતા હતા. ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યા પછી તેમને અભિનયની દુનિયામાં સાહસ કરવાનું વિચાર્યું. વર્ષ 2004 માં, શ્વેતા તિવારીએ બિપાશા બાસુની પહેલી ફિલ્મ “મદહોશી” થી મોટા પડદે પોતાનું પહેલું પગલું ભર્યું હતું. શ્વેતા તિવારી બે બાળકોની માતા છે. શ્વેતા તિવારીની ફેશન સેન્સ દરેકને પસંદ છે. આજે અમે તમને શ્વેતા તિવારીની લાઈફ સ્ટાઈલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શ્વેતા તિવારીનો જન્મ ઉત્તર પ્રદેશના એક નાના શહેર પ્રતાપગઢ માં થયો હતો. તે બાળપણ થી જ અભિનેત્રી બનવા માંગતી હતી. પોતાના અભિનેત્રી બનવાના સપનાને પૂરા કરવા શ્વેતા તિવારી પ્રતાપગઢ થી મુંબઇ આવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યા પછી તેમને પોતાના અભિનયની સાથે-સાથે બીજી ઘણી વસ્તુઓ પર પણ કામ કર્યું.

શ્વેતા તિવારીને સલવાર સૂટ અને સાડી પહેરવાનું બહુ પસંદ છે. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેમના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. શ્વેતા તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે. તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારી કલર્સ ટેલિવિઝન પર રિયાલિટી શો બિગ બોસની વિજેતા પણ રહી ચૂકી છે.

બિગ બોસ જીત્યા પછી શ્વેતા ઘણા શો હોસ્ટ કરતી દેખાઈ આવી ચુકી છે. શ્વેતા તિવારીના પહેલા લગ્ન માત્ર 18 વર્ષમાં થયા હતા. જે સફળ નહોતા થયા. પહેલા પતિથી છૂટા થયા પછી શ્વેતાએ બીજા લગ્ન કર્યાં પણ તેમના બીજા લગ્ન પણ સફળ ન થઈ શક્યા અને આજના સમયમાં તે પોતાના બાળકોથી અલગ રહે છે. શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી હવે 18 વર્ષની થઇ ચુકી છે. જ્યારે તેમનો પુત્ર રેયાંશ અત્યારે ખૂબ નાનો છે. શ્વેતા તિવારીને જોતાં તેમની ઉંમરનો અંદાજ લગાવી શકાતો નથી.

શ્વેતા તિવારી 39 વર્ષની છે. તે આ ઉંમરે પણ તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. ખૂબ જ વ્યસ્ત શિડ્યૂલ હોવા છતાં, તે પોતાને માટે સમય નીકાળે છે અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત જિમ પર જરૂર જાય છે. જો તે ક્યારેય જીમમાં જઇ શકતી નથી, તો પછી તે લગભગ 1 કલાક સુધી ઘરે કસરત કરે છે. આ સિવાય શ્વેતા વેઇટ લિફ્ટિંગ, કાર્ડિયો, સ્વિમિંગ અને યોગ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *