શરૂઆતી સમય માં આ એક્ટર એ આપી હતી કંગના રનૌત ને મદદ, પછી આ રીતે વસુલ્યા હતા 1 કરોડ રૂપિયા

હંમેશા લોકો ને પોતાના કેરિયર ના શરૂઆતી દિવસો માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે ખાસ કરીને તેમને જેમને ફેમીલી સપોર્ટ નથી મળી શકતો. ફિલ્મી દુનિયા માં એક્ટ્રેસ કંગના રનૌત નો પણ આ હાલ રહ્યો છે. જ્યારે તે ઇન્ડસ્ટ્રી માં નવી નવી આવી હતી ત્યારે તેમના પાસે રહેવા માટે ઘર નહોતું ત્યારે એક એક્ટર એ તેમને પોતાના ઘર માં 3 મહિના સુધી રાખી હતી પરંતુ તેની કિંમત તેમને એક કરોડ રૂપિયા આપીને ચૂકવી હતી. ચાલો જણાવીએ કોણ હતો આ એક્ટર?

કંગના રનૌત એ ચૂકવી હતી 1 કરોડ રૂપિયા ની કિંમત

23 માર્ચ, 1987 એ હિમાચલ પ્રદેશ માં જન્મેલ કંગના રનૌત બોલીવુડ ની દમદાર એક્ટ્રેસ છે. 33 વર્ષ ની ઉંમર માં કંગના કેરિયર ના પીક પર છે પરંતુ જયારે તે પોતાના શરૂઆતી દિવસ યાદ કરે છે તો તેમને તકલીફ થાય છે. જ્યારે તે નવી નવી મુંબઈ માં આવી હતી અને બિલકુલ એકલી હતી ત્યારે એક્ટર આદિત્ય પંચોલી થી તેમની મિત્રતા થઇ પરંતુ પછી થી તેમના ઉપર રેપ નો મુક્દ્દમાં નોંધાવવામાં આવ્યો હતો. આરોપ આ લાગ્યો હતો કે આદિત્ય પંચોલી એ કંગના ની માસુમિયત નો ફાયદો ઉઠાવ્યો અને તેમના સાથે ખોટો વ્યવહાર કર્યો.

તેના વિષે કંગના ની બહેન રંગોલી ચંદેલ એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ ના દ્વારા જણાવ્યું. રંગોલી એ જણાવ્યું કે આદિત્ય પંચોલી એ કંગના રનૌત થી 1 કરોડ રૂપિયા પણ વસુલ કર્યા હતા. રંગોલી એ ટ્વીટસ ની આ સીરીઝ માં ઘણા ખુલાસા કર્યા. રંગોલી એ આદિત્ય પર આરોપ લગાવ્યો હતો કે એક્ટ્રેસ કંગના થી જબરદસ્તી 1 કરોડ રૂપિયા ની ધનરાશી લીધી અને વર્ષ 2007 માં પંચોલી ના સામે શારીરિક શોષણ, ઉત્પીડન અને જબરન વસુલી ની ફરિયાદ પણ નોધાવી છે. તેને કંગના થી 1 કરોડ રૂપિયા આ કહીને લીધા કે તેમને તેને 3 મહિના સુધી પોતાના ઘર પર રાખીને ખવડાવ્યું છે. ત્રણ મહિના ના ભાડા ના રૂપ માં એક કરોડ રૂપિયા પર રંગોલી એ હેરાની જતાવી હતી.

રંગોલી એ આગળ લખ્યું, ‘તે કંગના થી વધારે પૈસા ઇચ્છતા હતા. જબરદસ્તી વસુલી નો છેલ્લો મેસેજ મેં રીસીવ કર્યો હતો અને વર્ષ 2016 માં પોલીસ થી ફરિયાદ પણ કરી. હવે આ મામલા માં FIR નોંધાવી છે. કંગના ના પાસે આ બધી વાતો માટે સમય નથી પરંતુ દરેક દીવસે તેના અને તેની પત્ની ની તરફ થી આવેલ કેસ લડવા પડે છે. આ લોકોને આ અવત થી તાકાત મળી કે કંગના પોતાના કામ માં વ્યસ્ત છે પરંતુ હવે મેં કેસને પોતાના હાથ માં લીધા છે જેનાથી કંગના પોતાનું કામ નિશ્ચિંત થઈને કરી શકે.’ રંગોલી હંમેશા ટ્વીટર પર એક્ટીવ રહે છે અને કંગના માટે કંઈ ને કંઈ લખતી રહે છે. રંગોલી એ ઋતિક રોશન ના મામલા માં પણ ઘણી વાતો શેયર કરી હતી અને બધાને તેના વિષે જણાવ્યું હતું. રંગોલી અને કંગના સગી બહેનો છે, ક્યારેક રંગોલી ના ઉપર પણ એસીડ અટેક થયો હતો પરંતુ તે સમયે કંગના એ પોતાની બહેન નો ખુબ સાથ આપ્યો હતો. આ કારણે રંગોલી પોતાની બહેન ના સામે પહાડ ની જેમ રહે છે અને કંઈ પણ ખોટું થવા પર એક્શન લે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *