સોશિયલ મીડિયા પર પરેશ રાવલ એ સલમાન ને જણાવ્યા ‘શેરદિલ’, ટ્વીટ પછી ફેંસ પણ થયા ઈમોશનલ

સલમાન ખાન બોલીવુડનો એકમાત્ર એવો અભિનેતા છે કે જે આવ્યા દિવસે કોઈ ને કોઈ કારણસર મીડિયા હેડલાઇન્સમાં રહે છે. સલમાન બોલીવુડનો એકમાત્ર એવા કલાકાર પણ છે જે લોકોને મદદ કરવામાં હંમેશાં આગળ રહે છે. સલમાનની ગણતરી આજે બોલીવુડના સૌથી ધનિક અને સફળ હીરો માં કરવામાં આવે છે. સલમાનની એક ફિલ્મ કરોડોનો બિઝનેસ કરે છે.

સલમાન તેની જિંદાદિલી માટે પણ ઓળખાય છે. તે આવ્યા દિવસે જરૂરતમંદો ની મદદ કરે છે. સલમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં ઘણા લોકો નું કેરિયર પણ સેટ કર્યું છે. આવી સ્થિતિમાં સલમાન ખાન દ્વારા તેમના સહ-અભિનેતા અને બોલીવુડના દિગ્ગજ ખેલાડી પરેશ રાવલ એ જે ટ્વીટ કર્યું છે, તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

પરેશ એ કરી સલમાન ની પ્રશંસા

હા, પરેશ રાવલે સલમાન ખાનની પ્રશંસા માં એક ટ્વીટ કરી છે. ટ્વીટમાં તેમને લખ્યું છે કે “શેર દિલવાલે સલમાન ખાનને સલામ છે”. જોકે પરેશ રાવલના આ ટ્વીટથી કંઇ સ્પષ્ટ તો નથી થઇ રહ્યું, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ટ્વીટ સલમાન ખાન દ્વારા 25 હજાર મજૂરોને મદદ કરવા બદલ પ્રશંસા કરવામાં આવી છે.

પરેશ રાવલના આ ટ્વિટ પર યુઝર્સ જોરદાર રીએક્શન આપી રહ્યા છે અને તે પણ પોતાની-પોતાની રીતે સલમાન ખાનની પ્રશંસા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાન પોતાની સંસ્થા ‘ Being Human’ દ્વારા રોજિંદા મજૂરોની મદદ માટે આગળ આવ્યા છે.

વધી રહ્યું છે કોરોના નું સંક્રમણ

તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં કોરોના વાયરસ ચરમસીમાએ પહોંચી ગયો છે. કોરોના વાયરસના વધતા જતા ચેપ સામે આખું વિશ્વ ઘૂંટણિયે નજર આવી રહ્યું છે. કોરોના વાયરસના ચેપને રોકવા અથવા પછી તેની સારવાર માટે કોઈ પણ રીત અત્યાર સુધી ના તો શોધકર્તાઓ ને મળી શકી છે અને ના જ વૈજ્ઞાનિકો ને. તેને કારણે લોકોનો ભય સતત વધી રહ્યો છે. વિશ્વના ઘણા દેશો એવા છે જેમણે પોતાને ત્યાં લોકડાઉન કરી રાખ્યું છે.

લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કોરોના વાયરસના વધતા ચેપને નિયંત્રિત કરી શકાય. આ જ કારણ છે કે ભારતમાં પણ 24 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, જે 14 એપ્રિલ સુધી ચાલુ રહેવાનું છે.

અક્ષય એ દાન કર્યા 25 કરોડ

બોલીવુડના ઘણા જાણીતા સ્ટાર્સે કોરોના વાયરસ ના સંક્રમણ થી લડવા અને દર્દીઓની સારવાર માટે પૈસાના રૂપમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ સંકટ સમયે બોલીવુડના ખ્યાતનામ લોકો પીએમ રિલીફ ફંડમાં પૈસા ડોનેટ કરીને મદદ કરી રહ્યા છે. અક્ષય કુમારે ફિલ્મ ઉદ્યોગ તરફથી અત્યાર સુધીની સૌથી મોટી રકમ દાનમાં આપી છે. જણાવી દઈએ કે, અક્ષયે કોરોના સામે લડવા માટે 25 કરોડનું દાન આપ્યું છે.

આ સેલેબ્સ પણ આવ્યા આગળ

અક્ષય ના સિવાય બોલીવુડના ઘણા અન્ય સેલેબ્સ પણ આ મુશ્કેલ સમયમાં દેખાયા છે. જણાવી દઈએ કે વરુણ ધવન 30 કરોડ, ગુરુ રંધાવા 20 લાખ, પ્રભાસ 4 કરોડ, કપિલ શર્મા 50 લાખ, મનીષ પોલ 20 લાખ, કાર્તિક આર્યન 1 કરોડ, વિક્કી કૌશલ 1 કરોડ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી 3 કરોડ, નાના પાટેકરે 50 લાખ, શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રાએ 21 લાખ, ભૂષણ કુમાર-દિવ્યા ખોસલા કુમારે 11 કરોડ ની ધનરાશી દાન કરી છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *